દાખલારૂપ સજાની જગ્યાએ માત્ર ફૂડનો નાશ કરવાની કામગીરી કરતી મનપા તંત્ર
કાળું ડિબાંગ દાઝીયું તેલ ‘શ્રી જલારામ ફરસાણ હાઉસ’માંથી પકડાયું, આરોગ્ય સાથે ચેડાં કરતી પેઢીઓને ફરીવાર માત્ર નોટિસ આપી સંતોષ માનતી ફૂડ શાખા
- Advertisement -
ગ્રાહકો પાસેથી મસમોટા ચાર્જ વસૂલ કરતી પેઢીઓમાં મળે છે વાસી-અખાદ્ય ખોરાક
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
રાજકોટ મહાનગરપાલિકાના સર્વેલન્સ ચેકીંગ દરમિયાન સત્યસાંઈ હોસ્પિટલ રોડ, આત્મીય યુનિ. પાછળ આવેલી ‘ધ ટેડ હબ’ પેઢીની તપાસ કરતાં સ્થળ પર કીચન, ફ્રીઝ, ડિસ્પ્લેમાં સંગ્રહ કરેલા ઠંડા પીણાં, ડેરી પ્રોડક્ટસ જેવી કે આઈસ્ક્રીમ, પનીર, ક્ધડેન્સ મિલ્ક, બેટરક્રીમ તથા ફ્રાઈમ્સ, વટાણા, સ્વીટકોર્ન તથા અન્ય સિરપ વગેરેનો જથ્થો એક્સપાયરી ડેટ વીતેલ માલુમ પડતાં કુલ મળીને અંદાજિત 31 કિ.ગ્રા. અખાદ્ય જથ્થો સ્થળ પર નાશ કરવામાં આવ્યો અને પેઢીને હાઈજેનિક કંડીશન જાળવવા, યોગ્ય સ્ટોરેજ જાળવવા તથા લાયસન્સ બાબતે નોટીસ આપવામાં આવી હતી તેમજ જયરાજનગર મેઈન રોડ, રાધે હોટલ પાછળ, 150 ફૂટ રીંગ રોડ પર આવેલી બજરંગ ડેરી ફાર્મ પેઢીની તપાસ કરતાં પેઢીને હાઈજેનિક કંડીશન જાળવવા તથા લાયસન્સ મેળવવા બાબતે નોટીસ તેમજ મવડી રોડ વિશ્ર્વેશ્ર્વર મંદિર પાસે આવેલા શ્રી જલારામ ફરસાણ હાઉસ પેઢીની તપાસ કરતાં પેઢીને દાઝ્યું તેલ છઞઈઘ દ્વારા નિકાલ કરવા, છાપાની પસ્તી ન વાપરવા તથા હાઈજેનિક કંડીશન જાળવવા બાબતે નોટીસ આપવામાં આવી હતી. સર્વેલન્સ ચેકીંગ દરમિયાન ભક્તિધામ સોસાયટી, હાયસ્ટ્રીટ સામે, 150 ફૂટ રીંગ રોડ રાધે હોટલ સામે આવેલા કોફી સ્ટેન્ડ પેઢીની તપાસ કરતાં પેઢીને હાઈજેનિક કંડીશન જાળવવા તથા લાયસન્સ મેળવવા બાબતે નોટીસ આપવામાં આવી હતી.
સર્વેલન્સ ચેકીંગ દરમિયાન ભક્તિધામ સોસાયટી, હાયસ્ટ્રીટ સામે 150 રીંગ રોડ રાધે હોટલ પાસે આવેલા NDS EATERY (SUBWAY) પેઢીની તપાસ કરતાં પેઢીને સ્થળ પર લાયસન્સ તથા સાઈન બોર્ડ ડીસ્પ્લેમાં દર્શાવવા બાબતે નોટીસ આપવામાં આવી હતી.
- Advertisement -
શહેરના સહકાર મેઈન રોડ વિસ્તારમાં આવેલા ખાદ્યચીજોનું વેચાણ કરતા કુલ 22 ધંધાર્થીઓની ચકાસણી હાથ ધરવામાં આવી હતી જેમાં 8 ધંધાર્થીઓને લાયસન્સ બાબતે સૂચના આપવામાં આવેલી તેમજ ખાદ્યચીજોના કુલ 22 નમૂનાની સ્થળ પર ચકાસણી કરવામાં આવી હતી. જેમાં રઘુવંશી જનતા તાવડો, શ્રીરામ કોઠી આઈસ્ક્રીમ, તુલસી ડેરી ફાર્મ, ખુશી લાઈવ વેફર્સ, જલારામ ખમણ, સુરેશ પ્રોવિઝન સ્ટોર, હરિ કોલ્ડ્રિંક્સ, જય ગોપાલ ફરસાણને લાયસન્સ મેળવવા બાબતે સૂચના આપવામાં આવી હતી તથા ગૌતમ ફરસાણ, શ્રી શ્ર્વેતાયાન બેકરી, રાધિકા ડેરી ફાર્મ, શ્રી કૃષ્ણવિજય ફરસાણ, રાધેશ્યામ જનરલ સ્ટોર્સ, જય સિયારામ ફરસાણ, શિવમંદિર કોલ્ડ્રિંક્સ, વૃંદાવન ડેરી, ભાનુ સીઝન સ્ટોર્સ, શક્તિ રગડો દાબેલી, મહાવીર નમકીન, શિંગાળા પ્રોવિઝન સ્ટોર્સ, ક્રિષ્ના ફરસાણ, શ્રી ચામુંડા પ્રોવિઝન સ્ટોર્સની ચકાસણી કરવામાં આવી હતી.
ફૂડ સેફટી સ્ટાન્ડર્ડ એક્ટ 2006 હેઠળ કુલ 4 નમૂના લેવામાં આવ્યા હતા. જેમાં શ્રી મહેશ ડેરી ફાર્મ જલારામ ચોક, વાણિયાવાડી મેઈન રોડ, ભક્તિનગર સર્કલ પાસેથી મિક્સ દૂધ (લુઝ) તેમજ બજરંગ ડેરી ફાર્મ, શેરી નં. 1 કોર્નર, જયરાજનગર મેઈન રોડ, રાધે હોટલ પાછળ 150 ફૂટ રીંગ રોડ ખાતેથી મિક્સ દૂધ (લુઝ), ગોપુરમ, શ્યામલ ઈન્ફીનિટી ગ્રા.ફ્લોર શોપ નં. 11-13, જે.કે. ચોક યુનિ. રોડ ખાતેથી સાંભાર (લુઝ) તેમજ રામરાજ રેસ્ટોરન્ટ એન્ડ પાર્ટી પ્લોટ પ્લોટ નં. 1, વાગડ ચોકડી પાસે, મવડી 80 ફૂટ રોડ ખાતેથી પનીર બટર મસાલા (પ્રિપેર્ડ લુઝ)ના નમૂના લેવામાં આવ્યા હતા.