કચ્છ વોરિયર્સ અને હાલાર હીરોઝનો પરાજય
ખાસ-ખબર સંવાદદાતા
સૌરાષ્ટ્ર પ્રિમિયર લીગની બીજી સીઝનનો તા. 2ના રોજ પ્રારંભ થયો હતો.
- Advertisement -
જેમાં સૌરાષ્ટ્રના અને ખાસ કરીને રાજકોટના ક્રિકેટ રસિકોને આઈપીએલ જેવી જ હાઈવોલ્ટેજ ટુર્નામેન્ટ સૌરાષ્ટ્ર પ્રિમિયર લીગથી ચોગ્ગા-છગ્ગાની જમાવટ કરી હતી જે જોઈને ક્રિકેટ રસિકો આનંદમાં આવી ગયા હતા. સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોસીએશન દ્વારા આયોજિત સૌરાષ્ટ્ર પ્રિમિયર લીગની બીજી સીઝન રોમાંચક બની છે ત્યારે ગઈકાલે રમાયેલી ‘ડબલ હેડર’ મેચમાં ઝાલાવાડ રોયલ્સ અને સોરઠ લાયન્સ વિજેતા બની હતી. જ્યારે કચ્છ વોરિયર્સ અને હાલાર હીરોઝ પરાજિત થઈ હતી.
આ સાથે જ ઝાલાવાડ રોયલ્સે ટુર્નામેન્ટમાં બીજી તો સોરઠ લાયન્સે પહેલી જીત મેળવી છે.