એપ્રિલના પૂર્ણિમાના દિવસે રાત્રિના આકાશને પ્રકાશિત કરતું અદભુત સ્પેસએક્સ લોન્ચ
21 સેટેલાઈટ્સમાંથી 13 અત્યાધુનિક ડાયરેક્ટ-ટુ-સેલ ટેકનોલોજીથી સજ્જ છે
- Advertisement -
ઈલોન મસ્કની કંપની સ્પેસએક્સે શનિવારે રાત્રે (ભારતીય સમય મુજબ 13 એપ્રિલે સવારે 6:23 વાગ્યે) ફ્લોરિડાના કેનેડી સ્પેસ સેન્ટરથી ફાલ્કન 9 રોકેટનું સફળતાપૂર્વક લોન્ચિંગ કર્યું હતું. તેના કારણે પૂર્ણિમાની રાત્રે આકાશમાં અદભૂત દ્રશ્ય સર્જાયું હતું.
આ મિશનમાં ફાલ્કન 9 એ કુલ 21 સ્ટારલિંક સેટેલાઈટ્સને પૃથ્વીની નીચલી ભ્રમણકક્ષામાં મૂક્યા હતા. તેમાંથી 13 ઉપગ્રહો ડાયરેક્ટ યુ સેલ ટેકનોલોજીથી સજ્જ છે. આ ટેકનોલોજી મોબાઈલ ટાવરની જરૂરિયાત વિના મોબાઈલ ફોન સાથે સેટેલાઈટની કનેક્ટિવિટી શક્ય બનાવશે. તેના કારણે નેટવર્ક વિનાના વિસ્તારોમાં મોબાઈલ સિગ્નલ મળી રહેશે.
- Advertisement -
ડાયરેક્ટ-ટુ-સેલ સુવિધા યુએસમાં ટી-મોબાઈલ સાથે પાર્ટનરશિપમાં શરૂ કરવામાં આવશે. તેનો ઉદ્દેશ સમુદ્ર, પર્વતો અને અન્ય દૂરના વિસ્તારોમાં નેટવર્ક પૂરું પાડવાનો છે. આ લોન્ચિંગ સ્પેસએક્સ માટે ઐતિહાસિક હતું કારણ કે, તે કંપનીની અત્યાર સુધીની 400મી ફ્લાઈટ હતી. આ 2025માં 42મું ફાલ્કન-9લોન્ચ હતું. જેમાંથી 28 સ્ટારલિંક મિશન હતા. લોન્ચ થયાના લગભગ 2.5 મિનિટ બાદ બૂસ્ટર પૃથ્વી પર પરત ફર્યું હતું. તે એટલાન્ટિક મહાસાગરમાં ‘અ શોર્ટફોલ ઓફ ગ્રેવિટાસ’ નામના ડ્રોનશિપ પર સુરક્ષિત રીતે ઉતર્યું હતું. ફાલ્કન-9એ એક કલાકના સમયગાળામાં 21 ઉપગ્રહોને ભ્રમણકક્ષામાં સ્થાપિત કર્યા હતા. હવે તેમની ઓપરેશનલ ઓર્બિટમાં જઈને સ્ટારલિંકના 7,000 થી વધુ ઉપગ્રહોના નેટવર્કને મજબૂત બનાવશે.