એક અસામાન્ય પોલીસ અધિકારીની અદ્ભુત સાહસ-શૌર્ય કથા

  • અનિરુદ્ધ નકુમ

ચોરને કોણ પકડે? અફકોર્સ પોલીસ. પણ પોલીસ ચોરી કરે તો ? તેને પકડવા પોલીસ ઉપરાંત બે બાબતો જરૂરી છે. 1 જીગર અને 2 નિષ્ઠા! સૌરાષ્ટ્રના અમરેલી સિવાય આવા જિગરજાબાંઝ પોલીસ અફસર લગભગ ક્યાંય જોવા મળતા નથી. ‘સિંઘમ’ શબ્દ ટૂંકો પડે એવા અમરેલી સુપિટેન્ડેટ ઓફ પુલિસનું નામ છે-નિર્લિપ્ત રાય ! આ સપ્ટેમ્બર મહિનાની શરૂઆતમાં જ અમરેલીના સરકારી આવાસમાં થી નિર્લિપ્ત રાયે 12 જેટલા એવા વીજ ચોરોને ઝડપી લઇ ક્વાર્ટર ખાલી કરવાનો આદેશ આપ્યો હતો. તાજજુબની વાત એ હતી કે બારે-બાર વીજચોરો પોલીસમેન હતા ! ના કોઈ ના અડ્યા,ના લાગવક ખપ લાગી,ના આગોતરી ગંધ આવી કે ના આંખની શરમ નડી. બડે બે.આબરૂ હોકે જાલિમ તેરે હોઠે સે હમ નીકલે…એવું બોલવાનીય સેળા વેળા ન રહી ! આવા કારનામાને અંજામ આપનાર એસે.પી નિર્લિપ્ત રાય વિશે આજકાલ બાબરિયાવાડમાં મોઢા એટલી વાતું જ નહિ, વખાણ થઈ રહ્યાં છે ‘રામવાળા’ની ભૂમિ એવા આ પંથકમાં આજકાલ નવો દુહો ગાવો હોય તો આમ ગાઈ શકાય: ધારી અમરેલી ધુજીયા,ખાંભા થરથર થાય, નિર્લિપ્ત રાયના ‘રાજ’માં હર દિન પ્રજા હરખાય!

‘ખાસ-ખબર’ દ્વારા તહેકિકાત કરતા જાણવા મળ્યું કે નિર્લિપ્ત રાય ઊંડા જળની માછલી છે. અર્થાત: દેખાવે ચોકલેટી છે પણ સ્વભાવે લવિંગિયા મરચાં જેવા છે. આ અફસર પરાવલંબીઓશિયાળા બને. રાજ્યના ભૂ.પૂ.ચીફ ચૂંટણી કમિશનર,ભૂ.પૂ ચીફ સેક્રેટરી અને 1977ની બેચનાં ઈંઅજ અફસર વરેશસિંહના તેઓ જમાઈ છે.નિર્લિપ્ત રાયના પત્ની ડોક્ટર છે.સાળી સાહેબ પણ સારા હોદ્દા પર છે.નિર્લિપ્ત રાયમાં દેશદાઝનો ઓવરડોઝ સુનામીની જેમ એકાએક ફરી વળ્યો નથી. તેઓના ઉગઅની આજ તાસીર રહી છે.નિર્લિપ્ત રાયના ગ્રાન્ડ ફાધર દાદા શહીદ ભગતસિંહના ગુરુ હતા.બોલો હવે કંઈ કહેવું છે.?
સામાન્ય રીત્ો પોલીસ વિભાગની એવી છાપ છે કે ત્ોમાં કોઈ પ્રામાણિક હોતું નથી કે રહી શકતું નથી. કોન્સ્ટેબલથી માંડીન્ો ઊચ્ચ અધિકારીઓ સુધી હપ્તાની ચેઈન જોડાયેલી હોય છે અન્ો જે ત્ોમાં ભળી શકતાં નથી ત્ોવા કર્મચારીઓન્ો ખૂબ જ સહન કરવું પડે છે. આવી સ્થિતિ વચ્ચે આઈપીએસ અધિકારી નિર્લીપ્ત રાય અલગ જ તરી આવે છે.
મૂળ ઉત્તર પ્રદેશના એક સામાન્ય પરિવારમાંથી આવનારા અન્ો ર010થી બ્ોન્ચના આઈપીએસ અધિકારી નિર્લીપ્ત રાય પોલીસ સ્ોવામાં જોડાયાં એ પહેલા ત્ોઓ ઈન્ડીયન રેવન્યુ સર્વિસના અધિકારી હતાં. એ પહેલા મૂળ તો ત્ોઓ દિલ્લીની યુનિવર્સિટીમાં પ્રાધ્યાપક હતાં. આઈપીએસ અધિકારી તરીકે પોલીસ વિભાગમાં જોડાયાં પછી ત્ોઓની પ્રથમ નિમણૂક હિંમતનગરમાં થઈ હતી જે એમનો પ્રોબ્ોશનલ કાળ હતો. ત્ો પછી ત્ોમન્ો અમદાવાદ ક્રાઈમ બ્રાંચમાં આસસ્ટન્ટ પોલીસ કમિશ્ર્નર તરીકે મૂકવામાાં આવ્યાં હતાં. ત્યાંથી બઢતી મેળવીન્ો ત્ોઓ નાયબ પોલીસ અધિક્ષક તરીકે અમદાવાદમાં મૂકાયાં હતાં. આ રીત્ો ગુજરાત ત્ોમની કર્મભૂમિ બની અન્ો આજે ત્ોઓ એક ગુજરાતીની જેમ જ ખૂબ જ સારી રીત્ો ગુજરાતી બોલી, વાંચી શકે છે.
પોલીસ વિભાગમાં સત્તા, રાજકીય લોકોના આદેશો અન્ો ભ્રષ્ટાચારની ચેનલ વચ્ચે પ્રામાણિક રહેવું એ લોઢાના ચણા ચાવવા જેવું છે અન્ો ત્ોથી નિર્લીપ્ત રાયન્ો પણ શરુઆતના કાળમાં ખૂબ જ સંઘર્પ્રા કરવો પડ્યો. અમદાવાદમાં કમિશનરના આદેશથી કુખ્યાત બુટલેગરન્ો ત્યાં રેડ કરવા માટે ગયા બાદ ત્ોમના ઉપર હુમલો થયો હતો. આ ઘટના બાદ ત્ોમણે દલીતોની જમીનમાં કબજો જમાવનાર તમામન્ો જેલના સળીયા ગણાવ્યાં હતાં. અમદાવાદમાં ત્ોમણે જેલમાંથી મોબાઈલ ચલાવવાનું ન્ોટવર્ક ઝડપી પાડ્યું હતું. ત્યાંથી ત્ોમની સુરત બદલી થઈ ગઈ, ત્યાં ત્ોમણે દમણની દારુની ફેક્ટરીમાં જઈન્ો દરોડો પાડીન્ો દારુ સામે ઝૂંબ્ોશ ચલાવી હતી. ત્યાંથી ફરી બદલી દેવાયાં હતાં. આ રીત્ો છ વખત રાજકીય કે અન્ય રીત્ો ત્ોમની બદલીઓ થઈ હતી. ત્ોમની કાર્યશૈલી અન્ો પ્રામાણિકતા અન્ોક્ધો કાંટાની જેમ ચૂભતી હતી.
અમરેલીમાં તત્કાલીન એસપી જગદીશ પટેલ અન્ો એલસીબીની અડધી ટીમના કર્મચારીઓ બીટકોઈન પ્રકરણમાં ભ્રષ્ટાચાર બદલ જેલમાં ગયાં અન્ો અમરેલીમાં પોલીસની આબરુ સુધારવા માટે નિર્લીપ્ત રાયન્ો એસપી તરીકે મૂકવામાં આવ્યાં હતાં.
અમરેલીમાં આવતાની સાથે જ ત્ોમણે સાફસફાઈની શરુઆત પોલીસ વિભાગથી જ શરુ કરી હતી. પહેલા જ જે હપ્તાના સ્ોક્શન ચાલતાં હતાં ત્ો બધું જ બંધ કરાવી દીધું હતું. જે ત્ો પોલીસ થાણાના અધિકારીઓએ સામેથી જ કહૃાું હતું કે હવે ભ્રષ્ટાચાર નહીં થાય, જે થશે ત્ો કાયદેસર રીત્ો જ થશે. ભ્રષ્ટાચાર આચરનારા પોલીસ કર્મચારીઓ અન્ો અધિકારીઓન્ો ત્ોમણે સસ્પેન્ડ કરી દીધાં હતાં. જમીન માફીયાઓ, ગુંડાઓ સામે પણ ત્ોમણે ઝૂંબ્ોશ ચલાવીન્ો કડક કાર્યવાહી કરી હતી અન્ો આ કારણે અમરેલીની પ્રજાનો પ્રેમ પણ ત્ોમન્ો પ્રાપ્ત થયો છે.
નિર્લીપ્ત રાય ભ્રષ્ટાચારીઓ અન્ો ગુન્ોગારો માટે મહાકાળ જેવા છે એટલા જ ત્ોઓ વ્યક્તિગત રીત્ો પ્રેમાળ દયના છે. ત્ોમન્ો શ્ર્વાન પ્રિય છે. ત્ોઓન્ો કુદરતી સૌદર્યો ધરાવતા સ્થળોમાં ફરવું ગમે છે.
અમરેલીમાં આવ્યા બાદ ત્ોમણે સારા અધિકારીઓની એક ટીમ ત્ૌયાર કરીન્ો અન્ો ગુનાનું કેવી રીત્ો ડિટેક્શન કરી શકાય અન્ો કેવા કેવા પૂરાવાઓ શોધીન્ો કેસન્ો સજ્જડ બનાવી શકાય કે જેથી આરોપીન્ો સજા થાય જ એ માટે ત્ોમણે પોલીસ અધિકારીઓન્ો તાલીમ આપી છે. આ પહેલા આ પ્રકારની ડિટેક્શન પદ્ધતિ નહોતી. અમરેલી જિલ્લામાં જમીન માફીયાઓ સામે વર્ષોથી કોઈ કાર્યવાહી થતી નહોતી. નિર્લીપ્ત રાયે ત્ોમન્ો જેલ ભેગા કર્યાં છે અન્ો લોકો પાસ્ોથી છીનવેલી સંપત્તિ પણ ત્ોઓએ ગુમાવવી પડી છે. પ્રથમ વખત એવું બન્યું કે, પોલીસ દ્વારા રેવન્યુ વિભાગ મારફત્ો સરકારી જમીન કરેલા દબાણો હટાવાયા, આયકર દ્વારા તપાસ થઈ અન્ો એસીબી દ્વારા પણ આવા આરોપીઓ સામે અમરેલી પોલીસની મદદથી પંજો કસવામાં આવ્યો હતો.
પોરબંદરના સુખદેવસિંહ ઝાલા અને રાજકોટ ના ડી.સી.પી. સતીષ વર્માની યાદ અપાવતા એસ.પી. નિર્લિપ્ત રાયે અમરેલી પંથકને રંજાડતી અનેક ગેંગોને જલે કરી એટલુંજ નહિ રાજ્ય સરકારે તાજેતરમાં જ અમલી બનાવેલા ‘ગુંડા ધારા’ની કલમો લગાડી એવી ફટકારી દીધી કે જામીન પાર પણ ન છૂટે.અમરેલીની જિલ્લા જેલની કેપેસીટી 360 કેદીઓની છે પણ અત્યારે 450 થી 500 કેડી ઠાંસોઠાંસ ભરણા કે પુરાવા તેનું કારણ એસપી નિર્લિપ્ત રાય છે. આ એક એવા પોલીસ અફસર છે. જેને મન કાયદા સામે તમામ સમાન છે. અમરેલી અગાઉ તેઓ સુરત હતા. ત્યાં કાયદાના ઉલ્લંઘનમાં કે ગેરકાયદામાં પકડાયેલા 80 જેટલા પોલીસમેનને તેમને સસ્પેન્ડ કરી વિક્રમ સર્જ્યો હતો.જો કે સુરતનો વિક્રમ તેઓ અમરેલીમાં તોડી ચુક્યા છે એટલુંજ નહી નવો એવો કીર્તિમાન સ્થાપિત કરી રહ્યા છે જેને સદાકાળ યાદ કરાશેમ અમરેલી શહેર જિલ્લામાં સસ્પેન્ડ અને ડિસમિસ થયેલા પોલીસમેનની સંખ્યા સદી વગવી ચુકી છે.અને નિર્લિપ્ત રાયની ધુંઆધાર ઇનિંગ્સ હજુ ચાલુ છે.અમરેલી આમપણ પોલીસગીરીનું એપી સેન્ટર રહ્યું છે. અહીં પ્રોબેશન પર આવનારા અફસરો પણ પોતાની હોનહાર કાર્યશૈલી જતાવી લોકપ્રિયતાની બૂલંદી છૂ શક્યા છે. તેમાં હસમુખ પટેલ હોય કે મનોજ શશીકધર કે પછી અંતરિપ સુદ હોય. આખા સૌરાષ્ટ્રમાં ગૂંડણ (લેડી ડોન) થઇને ફરતી સોનુ ડાંગરના વળતા પાણી પણ અમરેલીથી જ શરૂ થયા. આવા તો અનેક કિસ્સા છે. આ પંથકના ભાજપના નેતા નામે અશોક બોરીચા ઘણા ભારાડી ગણાતા. તેમણે એસપીને ગાળો ભાંડી હતી અને દારૂની બોટલ પર ફાયરિંગ કરી ખાસ્સી એવ ધાક જમાવવા કોશિશ કરી હતી. એસપી નિર્લિપ્ત રાયે તેના અડ્ડા પર દરોડો પાડ્યો. નેતાજી ભાગી ગ્યા તો એસપીએ ડાયનામેટ બ્લાસ્ટ કરી અડ્ડાને તહસનહસ કરી નાખ્યો! આવા હોનહાર પોલીસ અફસરના કારણે અમરેલી શહેર-જિલ્લો લો એન્ડ ઓર્ડરની દૃષ્ટિએ રામ રાજ્યનો અહેસાસ કરતી હોય તો જરૂર નથી કે લોકરક્ષક ધનુષ્યધારી રઘુનંદનથી રામ જ હોય, સીસમના તેલ-પોલિશ્ડ દંડાધારી નિર્લિપ્ત રાય પણ કળિયુગનો ચમત્કાર જ ગણાય!

નિર્લિપ્ત રાયના આ કાર્યો પ્રજા ક્યારેય નહીં ભૂલે
1. જ્યારે રાજકોટની કૂખ્યાત લેડી ડોન સોનુ ડાંગરે વીડિયો બનાવીન્ો નિર્લિપ્ત રાયન્ો ખૂલ્લી ધમકી આપી ત્યારે ગણતરીના જ દિવસોમાં સોનુ ડાંગર અન્ો ગંગના તમામ સભ્યોની ધરપકડ કરી હતી. બાદમાં આ ગેંગ સામે ગુજસીટોક હેઠળ પણ સૌરાપ્રટ્રનો પ્રથમ અન્ો ગુજરાતનો બીજો ગુનો નોંધવામાં આવ્યો હતો. આ ગેંગ સામે પોલીસ્ો ર1 હજાર પાનાની ચાર્જશીટ ત્ૌયાર કરી હતી.
2. અમરેલી જિલ્લા પોલીસમાં પ્રથમ વખત જ દરેક પોલીસ મથક અન્ો શાખાઓના અધિકારીઓએ સામૂહિક રીત્ો કહેવું પડ્યું હતું કે હવે હપ્તા સિસ્ટમ નહીં ચાલે. જે થશે ત્ો કાયદેસર જ થશે. પોલીસની કાર્યપદ્ધતિમાં ત્ોમણે અન્ોક સકારાત્મક ફેરફારો કર્યાં છે.
3. સાવરકુંડલા, રાજુલા પંથકમાં લોકોન્ો વ્યાજે પૈસા આપીન્ો બળજબરીથી ત્ોમની મિલકતો પડાવી લેવા ત્ોમજ ઘણાંન્ો પોતાનું ગામ છોડવા કે મરી જવા માટે મજબ્ાૂર કરનારા માફિયાઓ સામે ફરિયાદ નોંધાવવા લોકોન્ો રક્ષણ આપીન્ો અન્ોક ફરિયાદો નોંધાવાઈ હતી. આરોપીઓના પાકા બંગલા તોડી પડાવ્યાં હતાં અન્ો આયકર મારફત્ો પણ કાર્યવાહી કરાવી હતી.
4. અમરેલીના ડોન રાજુ શેખવા અન્ો ત્ોમના સાગરિતો દ્વારા ઊભી કરવામાં આવેલી ગેરકાયદેસર મિલકતો સામે આયકર ત્ોમજ એસીબીન્ો સાથે રાખીન્ો કાર્યવાહી
કરાવવામાં આવી હતી.
5. અમરેલી જિલ્લા જેલ અન્ો અમદાવાદમાં હતાં ત્યારે જેલની અંદર જ કેદીઓ દ્વારા ચલાવવામાં આવતું મોબાઈલ ફોનનું ન્ોટવર્ક ઝડપી પાડ્યું હતું.
6. સમગ્ર રાજયમાં લાખોની લૂંટ કરનારા અન્ો લૂંટના ઈરાદે 8 જેટલી હત્યાઓન્ો અંજામ આપનારા સિરિયલ કીલરોન્ો ઝડપી પાડ્યાં હતાં.
7. અમદાવાદમાં લોકોની જમીન પચાવી પાડનારાઓ સામે ઝૂંબ્ોશાત્મક રીત્ો કડક કાર્યવાહી કરી હતી.
8. અમરેલીમાં ગેંગરેપ કેસમાં અન્ોક થોકબંધ આરોપીઓની ધરપકડ કરાઇ હતી અન્ો ત્ોમની સામે વૈજ્ઞાનિક પુરાવાઓ એકઠાં કરીન્ો ચાર્જશીટ ત્ૌયાર કરી હતી. સાવરકુંડલામાં માત્ર 3 વર્પ્રાની બાળકી ઉપર બળાત્કાર કરનારા આરોપીની ધરપકડ ગણતરીના કલાકોમાં કરી હતી.
9. જ્યારે અમરેલીમાં એક પીએસઆઈ દ્વારા નિર્લિપ્ત રાય સામે આક્ષેપો કરવામાં આવ્યાં હતાં ત્યારે અમરેલી જિલ્લાના પ્રજાજનો નિર્લિપ્ત રાયની તરફેણમાં સામૂહિક રીત્ો આવીન્ો ઊભાં હતાં અન્ો ત્ોમન્ો અભૂતપૂર્વ જનસમર્થન સાંપડ્યું હતું.
10. આજે પણ કોઈપણ ત્ોમન્ો વ્યક્તિગત રીત્ો વાત કરીન્ો પોતાની આપવીતિ જણાવી શકે છે. અમરેલીમાં
ત્ોમની બદલીની અફવા ઊડે તો પણ લોકોના હૃદયમાં
ફાળ પડે છે. લોકોન્ો હનીટ્રેપમાં ફસાવીન્ો ખંડણી માગતી રાજ્ય વ્યાપી ગેંગ હોય કે લગ્નના નામે લોકોન્ો ફસાવતી ગેંગ હોય ત્ોની સામે કડક કાર્યવાહી કરી હતી. ધારીમાં લોકોમાં આતંકનો માહોલ ઊભો કરનારા
લોકોના ઘરમાં હથીયારોના સર્ચ ઓપરેશનો કરીન્ો પકડી પાડવામાં આવ્યાં હતાં.