ગોંડલ તાલુકાના શિવરાજગઢ ગામે માંડણ કુંડલા રોડ પર ગ્રામ પંચાયત દ્વારા ફાળવેલ 100 ચોરસ વાર ના પ્લોટો નવા આંબેડકર વાસમા નવા પાણી ના કનેક્શન નું કામ હાથ ધરવામાં આવ્યું હતું. આ તકે ભોજવદર હનુમાનજી મંદિરના મહંત પ્રકાશભારતી બાપુના હસ્તે કામની શરૂઆત થઇ હતી સાથે શિવરાજગઢ સામાજિક કાર્યકર ચંદ્રેશભાઈ પંડ્યા તથા કિરીટભાઈ વોરા (કિલાભાઈ) તથા દલીત સમાજ આગેવાન મહેન્દ્રભાઈ, રમેશભાઈ મકવાણા અને અન્ય આગેવાનો હાજર રહ્યા હતા.