ગોંડલ તાલુકાના લીલાખા ગામેં રાજ્યના મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીના હસ્તે ગાંધીનગરથી ઓનલાઈન ડિજિટલ સેવા સેતુ યોજના શરૂ કરવામાં આવી હતી આ યોજનાથી તલાટી કમ મંત્રી રેશનકાર્ડમાં નામ ઉમેરો, નામ કાઢવું, સરનામામાં ફેરફાર નવા રેશનકાર્ડ, વિધવા સર્ટિફિકેટ આવકના દાખલા જાતિનું પ્રમાણપત્ર જેવી ૨૨ સેવાઓ ગામડેથી જ મળતી થઈ જશે આ તકે પૂર્વ ધારાસભ્ય જયરાજસિંહ જાડેજા માર્કેટીંગ યાર્ડના ચેરમેન ગોપાલભાઈ શિંગાળા, તાલુકા પંચાયતના ઉપપ્રમુખ પ્રફુલ ભાઈ ટોળીયા તેમજ પ્રાંત અધિકારી રાજેશકુમાર સહિતનાઓ હાજર રહ્યા હતા કાર્યક્રમને સફળ બનાવવા સરકારી તંત્રે જહેમત ઉઠાવી હતી