જૂનાગઢ આરોગ્ય અધિકારી ભ્રષ્ટ આચરણ અને ગેર વહીવટનો વધુ એક ઉત્કૃષ્ટ નમૂનો
માહિતી ખાતાને મોકલેલા ખુલાસા પત્રમાં 27 જાન્યુઆરીનો ઉલ્લેખ: માહિતી ખાતાને ખુલાસો મળ્યો 31 જાન્યુઆરીએ!
- Advertisement -
ખાસ-ખબર સંવાદદાતા
ભ્રષ્ટ આચરણ અને ગેરવહીવટ માટે કુખ્યાત જૂનાગઢ આરોગ્ય અધિકારી શિલ્પા જાવિયાના વધુ એક પરાક્રમની પોલ ખુલી છે. માહિતી ખાતાને એક પત્ર દ્વારા પાઠવેલા ખુલાસાની તારીખમાં પ્રથમ દૃષ્ટિએ શિલ્પા જાવિયાએ ચેડાં કર્યાનું માલૂમ પડે છે. સરકારી રેકોર્ડમાં તેમણે જૂની 27 તારીખ નાખી છે અને માહિતી ખાતાને 31 તારીખે તે ખુલાસો મળ્યો છે. બનાવની વિગત અનુસાર પ્રજાસત્તાક પર્વ 26 જાન્યુઆરી 2023ના નિમિત્તે મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારીશ્રીની કચેરીના આરોગ્ય શિક્ષણ માટે સંબંધિત કર્મચારીશ્રી દ્વારા બાળસખા યોજના-3ની જાહેરાત આપવામાં આવી હતી ત્યારબાદ સમગ્ર મામલે કશું ગડબડ જણાતા ’ખાસ-ખબર’ દ્વારા તપાસ કરતા શિલ્પા જાવિયાની ઘોર બેદરકારી બહાર આવી હતી.
આથી શિલ્પા જાવિયાએ પોતાની જવાબદારીમાંથી હાથ ખંખેરવા જૂનાગઢના વર્તમાન પત્રોમાં મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારીશ્રીની કચેરીના આરોગ્ય શિક્ષણ માટે સંબંધિત કર્મચારીશ્રી દ્વારા શરતચૂકથી બાળસખા યોજના-3ની જાહેરાત આપવામાં આવી હતી એવો ખુલાસો છેક 31 જાન્યુઆરીએ કરવાની ફરજ હતી, 31 જાન્યુઆરીએ માહિતી ખાતાને શિલ્પા જાવિયાની પ્રેસ રિલીઝ મળી હતી અને 1 ફેબ્રુઆરીએ માહિતી ખાતા દ્વારા શિલ્પા જાવિયાનો ખુલાસો વિવિધ અખબારોને ઈમેઈલ મારફત મોકલવામાં આવ્યો છે. આ દરમિયાન ‘ખાસ-ખબર’ને મળેલા જિલ્લા આરોગ્ય અધિકારી શિલ્પા જાવિયાના ખુલાસા પત્રમાં 27 જાન્યુઆરીનો ઉલ્લેખ છે.
- Advertisement -
જ્યારે માહિતી ખાતાને છેક 31 જાન્યુઆરીએ ખુલાસાનો પત્ર મળ્યો અને 1 જાન્યુઆરીએ વિવિધ વર્તમાન પત્રોને ઈમેઈલ કરી મોકલવામાં આવ્યો છે. આ પરથી જણાય આવે છે કે, ખાતાકીય તપાસ અને કાર્યવાહીમાંથી બચવા માટે શિલ્પા જાવિયાએ બનાવટી સરકારી રેકોર્ડ ઉભો કર્યો છે જે અંગે પણ તેમના પર ઉચ્ચ વિભાગ – અધિકારી દ્વારા તપાસ થવી જોઈએ.