નવતર પ્રયોગ : હવે ઘરબેઠા નકામા ઇલેક્ટ્રોનિક સાધનો વેચો અને કમાણી કરો
નાગરિકો ટોલ ફ્રી અથવા મોબાઈલ નંબર પર ઇ-વેસ્ટ પિકઅપ માટે બુકિંગ કરાવી શકે
- Advertisement -
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
રંગીલા રાજકોટવાસીઓ નકામી ઇલેક્ટ્રોનિક વસ્તુમાંથી કમાણી કરી શકે તે માટે રાજકોટ મહાનગરપાલિકા દ્વારા નવતર પ્રયોગ કરવામાં આવ્યો છે. જેમાં સૌરાષ્ટ્રમાં પ્રથમ વખત શહેરને સ્વચ્છ અને પ્રદૂષણમુક્ત બનાવવા માટે ઇ-વહીકલનો પ્રારંભ કરવામાં આવ્યો છે. જેમાં લોકો માત્ર 1 ફોન કરીને તેના જુના ઇલેક્ટ્રોનિક સાધનોનો ઘરેબેઠા નિકાલ કરી શકશે. એટલું જ નહીં આ નકામી વસ્તુઓનાં રૂ. 2,000 સુધીની રક0મ મહાનગરપાલિકા દ્વારા ચુકવવામાં આવશે. આમ લોકોને નકામી વસ્તુઓમાંથી કમાણી કરવાનો મોકો મળશે.
પ્રાપ્ત વિગત મુજબ લોકોના ઘરોમાં પડી રહેલા જૂના અને બિનઉપયોગી ઇલેક્ટ્રોનિક સાધનો, જેને આપણે ’ઇ-વેસ્ટ’ કહીએ છીએ, તેના યોગ્ય નિકાલ માટે મનપાએ ખાસ ઇ-વ્હીકલ સેવાનો પ્રારંભ કર્યો છે. આ યોજનાની સૌથી મોટી વિશેષતા છે કે નાગરિકોએ ભંગાર આપવા ક્યાંય જવાની જરૂર નથી, પરંતુ માત્ર એક ફોન કરવાથી મહાપાલિકાની ગાડી ઘરે આવી જશે. આ વ્યવસ્થાથી રાજકોટના રહેવાસીઓને હવે બિનઉપયોગી સાધનોના નિકાલની ચિંતામાંથી મુક્તિ મળશે અને સાથે પર્યાવરણ સુરક્ષામાં સહભાગી થવાનો અવસર પણ પ્રાપ્ત થશે. રાજકોટ મહાપાલિકાએ આ કાર્ય માટે ઊઈજ (ઊ-ઠફતયિં ઈજ્ઞહહયભશિંજ્ઞક્ષ જયદિશભયત) નામની અધિકૃત એજન્સી સાથે ખાસ ભાગીદારી કરી છે. આ અભિયાનનો પ્રારંભ તા. 2 જાન્યુઆરી 2026ના રોજ વોર્ડ નં. 13માંથી કરવામાં આવ્યો હતો, જ્યાં પ્રથમ દિવસે જ ખૂબ ઉત્સાહજનક પ્રતિસાદ મળ્યો હતો અને અંદાજે 6 કિલો જેટલો ઇ-વેસ્ટ એકત્ર કરવામાં આવ્યો હતો. આ સેવાનો લાભ લેવા માટે તંત્ર દ્વારા હેલ્પલાઇન નંબરો પણ જાહેર કરવામાં આવ્યા છે. નાગરિકો ટોલ ફ્રી નંબર 155304 અથવા મોબાઈલ નંબર 89800 04000 પર સંપર્ક કરીને પોતાના ઘરે ઇ-વેસ્ટ પિકઅપ માટે બુકિંગ કરાવી શકે છે, જેનાથી ફ્રી ડોર-ટુ-ડોર સેવાનો લાભ મળશે.
જૂના ઇલેક્ટ્રોનિક સાધનોના બદલામાં રૂ.200થી 2000 સુધીની કમાણી
- Advertisement -
આ યોજના હેઠળ નાગરિકોને તેમના જૂના ઇલેક્ટ્રોનિક સાધનોના બદલામાં આકર્ષક આર્થિક વળતર આપવામાં આવી રહ્યું છે. જો તમારી પાસે જૂનું એર કન્ડિશનર (અઈ) હોય તો તેના રૂ. 2000 ચૂકવવામાં આવશે. તેવી જ રીતે જૂના લેપટોપ, ડેસ્કટોપ કમ્પ્યુટર, વોશિંગ મશીન અને ફ્રીજના નિકાલ પર રૂ. 500 વળતર તરીકે મળશે. આ સિવાય જો તમારી પાસે બિનઉપયોગી મોબાઈલ ફોન હોય તો તેના રૂ. 200 અને વાયર સહિતની અન્ય તમામ નાની-મોટી નકામી ઇલેક્ટ્રોનિક વસ્તુઓ માટે પ્રતિકીલો રૂ. 15 લેખે રકમ ચૂકવવામાં આવશે. આમ, જે કચરો અત્યાર સુધી ખૂણામાં પડ્યો રહેતો હતો, તે હવે નાગરિકો માટે કમાણીનું સાધન બનશે.
શહેર ‘સ્વચ્છ ભારત મિશન’ અંતર્ગત નવી ઊંચાઈઓ સર કરશે\
ઇલેક્ટ્રોનિક કચરાનો વૈજ્ઞાનિક રીતે નિકાલ કરવો એ વર્તમાન સમયની મોટી જરૂરિયાત છે. સામાન્ય રીતે લોકો ઇ-વેસ્ટને કચરાપેટીમાં કે અન્યત્ર ફેંકી દેતા હોય છે, જેના કારણે તેમાં રહેલા ઝેરી તત્વો જમીન, પાણી અને હવામાં ભળીને ગંભીર પ્રદૂષણ ફેલાવે છે. આ પ્રદૂષણ માનવ સ્વાસ્થ્ય માટે પણ અત્યંત જોખમી સાબિત થાય છે. ઊઈજ જેવી એજન્સી દ્વારા આ કચરાનું વૈજ્ઞાનિક પદ્ધતિથી રિસાયક્લિંગ કરવામાં આવશે, જેનાથી કુદરતી સંસાધનોનો પુન:ઉપયોગ શક્ય બનશે અને પર્યાવરણને થતું નુકસાન અટકાવી શકાશે. આ પગલાથી રાજકોટ શહેર ’સ્વચ્છ ભારત મિશન’ અંતર્ગત નવી ઊંચાઈઓ સર કરશે તેવું માનવામાં આવે છે.
ઇ-કચરો જવાબદારીપૂર્વક નિકાલ કરી શકે
મહાનગરપાલિકાના મેયર અને અન્ય પદાધિકારીઓએ રાજકોટના તમામ નાગરિકોને આ સુવિધાનો મહત્તમ લાભ લેવા ખાસ અપીલ કરી છે. મનપા દ્વારા શહેરના દરેક વિસ્તારમાં તબક્કાવાર આ ઇ-વ્હીકલ ફેરવવામાં આવશે જેથી દરેક નાગરિક પોતાના ઘરનો ઇ-કચરો જવાબદારીપૂર્વક નિકાલ કરી શકે. આ યોજના માત્ર આર્થિક લાભ માટે નથી, પરંતુ એક જવાબદાર નાગરિક તરીકે શહેરને હરિયાળું અને સ્વચ્છ રાખવાના સંકલ્પને સાકાર કરવાની તક છે. લોકોમાં જાગૃતિ આવે અને તેઓ આ પ્રક્રિયામાં જોડાય તો આગામી દિવસોમાં રાજકોટ ઇ-વેસ્ટ મુક્ત શહેર બની શકે છે.



