By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Notification Show More
Aa
  • Home
  • આંતરરાષ્ટ્રીય
    આંતરરાષ્ટ્રીયShow More
    હોર્મુઝ-સ્ટ્રેટ 60 દિવસ માટે ફ્રી, ઈરાનને ₹28 લાખ કરોડનું વળતર
    7 hours ago
    અમરિકા-ઇરાન શાંતિ કરાર : ઇઝરાયલ હજુ લડી લેવાના મૂડમાં
    7 hours ago
    અતિ શક્તિશાળી અલ નીનો સક્રિય : હીટવેવ અને દુષ્કાળનો મોટો ખતરો
    1 day ago
    દુનિયામાં સંસાધનની અછત નથી પણ ભરોસાની અછત છે : વડાપ્રધાન નરેન્દ્ર મોદી
    1 day ago
    ટ્રમ્પના 80માં જન્મદિવસે 575 કરોડ રૂપિયાના ખર્ચે કેજ ફાઇટ
    3 days ago
  • રાષ્ટ્રીય
    રાષ્ટ્રીયShow More
    રોકાણકારો ભોળા નથી, લાલચું છે : ઊંચા વળતરની લાલચે રોકાણ કરે અને પછી પોલીસને ધંધે લગાડે
    6 hours ago
    રામ મંદિરમાં કાશીની જેમ CEOની નિમણૂક થઈ શકે
    6 hours ago
    NEET રી-એક્ઝામને લઈને ભારતમાં ટેલિગ્રામ પર પ્રતિબંધ
    2 days ago
    આસામના જોરહાટમાં એરફોર્સનું ટ્રાન્સપોર્ટ વિમાન ક્રેશઃ 5 જવાનો શહીદ, કોર્ટ ઓફ ઇન્ક્વાયરીના આદેશ
    5 days ago
    ભારતની સંરક્ષણ ક્ષેત્રે ઐતિહાસિક સિદ્ધિ: ઇન્ટરકોન્ટિનેન્ટલ બેલિસ્ટિક મિસાઇલને તોડી પાડવા માટે સંપૂર્ણ સક્ષમ બન્યું
    5 days ago
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    રોનાલ્ડોના કરિયરનો સૌથી મોટો ફ્લોપ શો! ટીમ માટે બન્યો બોજ, ટાર્ગેટ પર 0 શોટ
    8 hours ago
    ભારતીય શૂટિંગના ‘ગોલ્ડન બોય’ જસપાલ રાણા : નિશાનબાજી જગતના એક યુગપુરુષ, જે હંમેશા યાદ રહેશે
    1 day ago
    મેદાનમાં ઉતરતા જ મેસ્સીએ બનાવ્યો મોટો રેકોર્ડ : પ્રથમ વખત વર્લ્ડ કપમાં હેટ્રિક
    1 day ago
    T20 વર્લ્ડ કપ: ભારતે પાકિસ્તાનને 64 રને હરાવ્યું
    3 days ago
    આજથી FIFA વર્લ્ડ કપની શરૂઆત : ઓપનિંગ સેરેમનીમાં પોપસ્ટાર શકીરા અને સિંગર બર્ના બોયે પર્ફોર્મ કર્યું
    6 days ago
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
    મનોરંજનShow More
    કાળિયાર કેસ પર બનેલી ‘કાલા હિરણ’ ફિલ્મનો ફર્સ્ટ લુક રિલીઝઃ દિલ્હી હાઇકોર્ટની મેકર્સને નોટિસ
    5 days ago
    એક્શન, કોમેડી, રોમાન્સ અને સસ્પેન્સથી ભરપૂર ‘વેલકમ ટુ ધ જંગલ’નું ટ્રેલર રિલીઝ
    6 days ago
    ‘ડોન 3’ વિવાદ: રણવીર સિંહ પર લગાવેલા પ્રતિબંધનો આદેશ રદ, લીગલ નોટિસ બાદ FWICEનો યુટર્ન
    2 weeks ago
    `બૂંગ’એ ન્યૂયોર્ક ઇન્ડિયન ફિલ્મ ફેસ્ટિવલમાં ત્રણ એવોર્ડ જીત્યા; ફરહાન અખ્તર સાથે કનેક્શન
    2 weeks ago
    ‘હું અહીં જ છું, બેબી!’ : ‘ઇન્ડિયન આઇડલ’માંથી હાંકી કઢાયાની અફવાઓ પર વિશાલ દદલાનીનો જડબાતોડ જવાબ
    3 weeks ago
  • ધર્મ
    ધર્મShow More
    14 અને 15 જૂન એમ બે દિવસ અમાસ
    5 days ago
    ગઢિયા ઘાટવાળા માતાજીના મંદિરમાં પાણીથી પ્રજ્વલિત થતો દીવો
    5 days ago
    બાબા બાગેશ્ર્વરની હનુમંત કથાના આયોજનને આખરી ઓપ: કાલે ભવ્ય કળશ યાત્રા નીકળશે
    2 weeks ago
    અયોધ્યામાં રામ મંદિરના સોનાથી મઢવામાં આવેલા ધ્વજદંડની ખાસિયત જાણો
    7 months ago
    અયોધ્યાનો ખોવાયેલો પ્રાચીન ધ્વજ સહસ્ત્રાબ્દી પછી પાછો ફર્યો, પ્રધાનમંત્રી મોદીના હસ્તે મંદિરના શિખર પર ધ્વજા રોહણ
    7 months ago
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
    ટોક ઓફ ધી ટાઉનShow More
    રાજકોટ ગ્રામ્ય પોલીસની પ્રેરણાદાયી પહેલ : પ્રેરણા નવા જીવનની એસપી કચેરી ખાતે પ્રારંભ
    1 day ago
    ‘સાંઢિયા પુલ’ના લોકાર્પણ પૂર્વે રાત્રે ‘હેપ્પી સ્ટ્રીટ’ના આયોજનમાં રાજકોટવાસીઓ ઝૂમ્યા
    5 days ago
    મેયર ડૉ. નેહલ શુક્લ અઠવાડિયામાં ૩ દિવસ લોકોની ફરિયાદો સાંભળશે
    6 days ago
    રાજકોટ–જેતપુર હાઇવે પર ચોમાસા પહેલા તાત્કાલિક કામગીરી કરો : કોંગ્રેસની NHAIને રજૂઆત
    1 week ago
    10 દિવસ સુધીના ટોકન આપી લોકોને ચોક્કસ સમયે બોલાવાશેઃ ડૉ. મેયર નેહલ શુક્લ
    1 week ago
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Reading: નેહરુથી PM મોદી સુધી એકને ડર હતો ‘હિંદુ પુનરુત્થાન’નો અને બીજાને ગર્વ છે ‘સનાતન સભ્યતા’નો
Share
Aa
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
  • મનોરંજન
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
  • અજબ ગજબ
  • EPaper
Search
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Have an existing account? Sign In
Follow US
ખાસ ખબર રાજકોટ > Blog > રાષ્ટ્રીય > નેહરુથી PM મોદી સુધી એકને ડર હતો ‘હિંદુ પુનરુત્થાન’નો અને બીજાને ગર્વ છે ‘સનાતન સભ્યતા’નો
રાષ્ટ્રીય

નેહરુથી PM મોદી સુધી એકને ડર હતો ‘હિંદુ પુનરુત્થાન’નો અને બીજાને ગર્વ છે ‘સનાતન સભ્યતા’નો

Khaskhabar Editor
Last updated: 2026/01/07 at 4:07 PM
Khaskhabar Editor 5 months ago
Share
5 Min Read
SHARE

સોમનાથ, સત્તા અને સામૂહિક આત્મવિશ્ર્વાસ

સૌજન્ય:-ઑપ્પ ઈન્ડિયા, ગુજરાતી

- Advertisement -

મોદીનું સોમનાથ: આસ્થા, આત્મવિશ્ર્વાસ અને અતિત

ભારતમાં સરકાર માત્ર સત્તા સુધી સીમિત નથી, તે સંકેત પણ આપે છે. વડાપ્રધાન કે રાષ્ટ્રપતિનું કોઈપણ જાહેર પગલું, કોઈપણ વક્તવ્ય, માત્ર વ્યક્તિગત મત નથી હોતું, તે રાષ્ટ્રની દિશા, પ્રાથમિકતા અને આત્મબોધને પણ વ્યાખ્યાયિત કરે છે. એ જ કારણ છે કે જ્યારે સોમનાથ મંદિર જેવા સભ્યતાગત પ્રતીકની વાત આવે ત્યારે માત્ર મંદિર જ નહીં, ભારતની આત્મા પણ વિમર્શના કેન્દ્રમાં આવી જાય છે.
આજે જ્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદી સોમનાથને હિંદુ સ્વાભિમાન, આસ્થા અને ભારતની ઐતિહાસિક ચેતના સાથે જોડીને ગર્વથી સ્મરણ કરે છે ત્યારે સ્વાભાવિક રીતે એ અતીતની યાદ અપાવે છે જ્યારે સત્તાના શિખર પર બેઠેલા લોકોને આ જ સોમનાથથી સમસ્યા થતી હતી. કોઈ પણ વડા પ્રધાનનું ઇતિહાસના કોઈ અધ્યાય પર બોલવું કે લખવું માત્ર અતીતનો ઉલ્લેખ નથી હોતું, તે એ સંકેત આપે છે કે રાષ્ટ્ર કઈ સ્મૃતિ સાથે આગળ વધવા માંગે છે.
ઇતિહાસનું એ તથ્ય હવે ચર્ચાનો વિષય નથી રહ્યું કે જવાહરલાલ નેહરુ સોમનાથ મંદિરના પુનર્નિર્માણ અને ખાસ કરીને તેની પ્રાણપ્રતિષ્ઠાને લઈને ખુશ નહોતા. તેમની ચિંતા માત્ર એક ધાર્મિક આયોજન સુધી મર્યાદિત નહોતી, પરંતુ તેઓ આ ઘટનાને ‘હિંદુ પુનરુત્થાનવાદ’ તરીકે જોતા હતા. એ જ કારણ છે કે તેમણે તત્કાલીન રાષ્ટ્રપતિ ડો. રાજેન્દ્ર પ્રસાદને મંદિર ઉદ્ઘાટન સમારોહમાં ઉપસ્થિત રહેવાથી રોકવાનો પ્રયાસ કર્યો હતો.
નેહરુનો તર્ક હતો કે એક ધર્મનિરપેક્ષ રાષ્ટ્રમાં રાષ્ટ્રપતિનું મંદિર ઉદ્ઘાટનમાં જવું ભારતની છબીને નુકસાન પહોંચાડી શકે છે. પરંતુ આ તર્ક પોતાનામાં જ અનેક પ્રશ્ર્નો ઊભા કરે છે. શું ધર્મનિરપેક્ષતાનો અર્થ પોતાનાં સભ્યતાગત મૂળથી અંતર બનાવવાનો છે? શું બહુસંખ્યક સમાજની આસ્થાને જાહેર જીવનમાંથી બહાર રાખવી જ સેક્યુલરિઝમ છે?
ડો. રાજેન્દ્ર પ્રસાદે નેહરુના વાંધાને અવગણીને સોમનાથ જવાનું પસંદ કર્યું. તેમનો આ નિર્ણય માત્ર વ્યક્તિગત આસ્થાનો નહોતો, પરંતુ એ વિચારનો પણ હતો કે ભારતીય રાજ્ય પોતાની સંસ્કૃતિથી અળગું ચાલી શકતું નથી.
નેહરુ યુગની સેક્યુલરિઝમની અવધારણા વ્યવહારમાં એક સિલેક્ટિવ મૌન બની હતી. જે ઘટનાઓમાં હિંદુ સમાજની પીડા, આક્રમણ અને સાંસ્કૃતિક વિનાશની કથા હતી, તેને ‘અસુવિધાજનક’ માનીને જાહેર વિમર્શથી દૂર રાખવામાં આવી હતી. સોમનાથ પર થયેલા વારંવારના હુમલા માત્ર ઐતિહાસિક તથ્યો નહોતા, તે આ ઉપખંડની સભ્યતા પર થયેલા સંગઠિત આઘાતના પુરાવા પણ હતા અને ખેદ એ વાતનો છે કે સ્વતંત્ર ભારતની સ્વાયત્ત સરકારને તેની કોઈ પડી નહોતી.
નેહરુથી ઠીક વિપરીત વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો સોમનાથ પર લખેલો લેખ એક અલગ ભારતનું પ્રતિનિધિત્વ કરે છે. તેમના માટે સોમનાથ માત્ર એક મંદિર નથી, પરંતુ હજાર વર્ષોના હુમલા અને પુનર્નિર્માણ વચ્ચે ઊભેલા ભારતનો આત્મવિશ્ર્વાસ છે. તેઓ ઇસ્લામી આક્રમણોને યાદ કરે છે, પરંતુ પીડિત માનસિકતા સાથે નહીં, પરંતુ એ બતાવવા માટે કે વિધ્વંસની વિચારધારા રાખનારા કટ્ટરપંથીઓ ભૂંસાઈ ગયા, પણ સભ્યતા આજેય અડીખમ ઊભી છે.
વડાપ્રધાન રહેતાં મોદીએ વારંવાર એ સ્પષ્ટ કર્યું છે કે સંસ્કૃતિ અને ધર્મ કોઈ વ્યક્તિગત ખૂણો નથી, પરંતુ ભારતની સભ્યતાગત નિરંતરતાનો આધાર છે. સોમનાથને હિંદુ સ્વાભિમાન સાથે જોડીને ગર્વથી સ્મરણ કરવું આ જ આત્મવિશ્ર્વાસનું પ્રમાણ છે. મોદી એ દલીલ નથી સ્વીકારતા કે મંદિરની વાત કરવી કે ઇતિહાસના હુમલાઓને યાદ કરવા ભારતની છબીને નબળી પાડે છે.
શાસન વ્યવસ્થા તરફથી, સર્વોચ્ચ સ્થાનેથી જ્યારે કોઈ વાત કહેવામાં આવે ત્યારે એ પ્રતીકાત્મક નથી રહેતી, તેમાં અનેક સંકેતો હોય છે. મોદીએ વડા પ્રધાન રહેતાં કાયમ સંસ્કૃતિ, ધર્મને ઉપર રાખ્યાં છે. એ જ સાચું સેક્યુલરિઝમ છે. નેહરુએ જે કર્યું હતું તેને તુષ્ટિકરણ કહેવાય. સાથે એ સમજવું પણ જરૂરી છે કે જ્યારે કોઈ સામાન્ય ઇતિહાસકાર સોમનાથ પર લખે છે અને જ્યારે ભારતના વડાપ્રધાન લખે છે તો બંનેના પ્રભાવમાં તફાવત હોય છે. વડાપ્રધાનનો લેખ રાષ્ટ્રને એ સંકેત આપે છે કે હવે આ વિષય ‘વર્જિત ક્ષેત્ર’ નથી. હવે એ સ્વીકાર્ય છે કે ભારત પોતાની અતીતની પીડાને યાદ કરે, તેમાંથી શીખે અને આગળ વધે.
મોદીનો સોમનાથ પર લેખ લખવો એટલા માટે પણ મહત્વપૂર્ણ છે કારણ કે આ એ માનસિકતાનો અંત છે, જેમાં હિંદુ સમાજની ઐતિહાસિક પીડાને ‘અસુવિધાજનક’ માનીને હાંસિયે મૂકવામાં આવી હતી. લેખ એ સંકેત આપે છે કે ભારત હવે પોતાની આસ્થાને ‘સમસ્યા’ નથી માનતું. તે મંદિર, સંસ્કૃતિ અને પરંપરાને રાષ્ટ્રીય ચેતનાના ભાગરૂપે સ્વીકારીને આગળ વધવા માંગે છે.
એક તરફ નેહરુ હતા, જેમને રાષ્ટ્રપતિનું મંદિર જવું પણ રાજ્ય માટે જોખમ લાગતું હતું. બીજી તરફ મોદી છે, જે વડાપ્રધાન રહેતાં એમ કહે છે કે સોમનાથ ભારતની આત્માનું શાશ્ર્વત પ્રતીક છે. આ તફાવત માત્ર વ્યક્તિઓનો નથી, દૃષ્ટિકોણોનો છે. નેહરુને ભય હતો કે ક્યાંક હિંદુ સમાજ પોતાનાં મૂળને ઓળખી ન લે. મોદીને વિશ્ર્વાસ છે કે પોતાનાં મૂળને ઓળખવાથી જ ભારત વૈશ્ર્વિક મંચ પર મજબૂતીથી ઊભું રહેશે.

You Might Also Like

રોકાણકારો ભોળા નથી, લાલચું છે : ઊંચા વળતરની લાલચે રોકાણ કરે અને પછી પોલીસને ધંધે લગાડે

રામ મંદિરમાં કાશીની જેમ CEOની નિમણૂક થઈ શકે

NEET રી-એક્ઝામને લઈને ભારતમાં ટેલિગ્રામ પર પ્રતિબંધ

આસામના જોરહાટમાં એરફોર્સનું ટ્રાન્સપોર્ટ વિમાન ક્રેશઃ 5 જવાનો શહીદ, કોર્ટ ઓફ ઇન્ક્વાયરીના આદેશ

ભારતની સંરક્ષણ ક્ષેત્રે ઐતિહાસિક સિદ્ધિ: ઇન્ટરકોન્ટિનેન્ટલ બેલિસ્ટિક મિસાઇલને તોડી પાડવા માટે સંપૂર્ણ સક્ષમ બન્યું

Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link Print
Share
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0
Previous Article લંડનમાં બેઠાં બેઠાં સુરતના મોલમાં ડ્રગ્સનું પ્રોડક્શન, સિક્રેટ ફેક્ટરી ઝડપાઈ
Next Article વૈષ્ણોદેવી મેડિકલ કોલેજમાં ખઇઇજની માન્યતા રદ્દ કરાઈ

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
રાજકોટ

રાજકોટ આજીડેમ પોલીસ સ્ટેશન ખાતે લોકદરબાર યોજાયો

Khaskhabar Editor Khaskhabar Editor 5 hours ago
48 વર્ષ પછી ઇરાનનો પુનર્જન્મ
રોકાણકારો ભોળા નથી, લાલચું છે : ઊંચા વળતરની લાલચે રોકાણ કરે અને પછી પોલીસને ધંધે લગાડે
રાજ્યની 224 APMCના 3,000થી વધુ કર્મચારીને મળશે બે પગાર સુધીનું બોનસ અને રહેમ ભથ્થું
રામ મંદિરમાં કાશીની જેમ CEOની નિમણૂક થઈ શકે
સૌરાષ્ટ્રની તરસ છિપાવતી ભગીરથ ક્રાંતિ: સૌની યોજના
Previous Next
- Advertisement -
Ad imageAd image

You Might Also Like

રાષ્ટ્રીય

રોકાણકારો ભોળા નથી, લાલચું છે : ઊંચા વળતરની લાલચે રોકાણ કરે અને પછી પોલીસને ધંધે લગાડે

Khaskhabar Editor Khaskhabar Editor 6 hours ago
રાષ્ટ્રીય

રામ મંદિરમાં કાશીની જેમ CEOની નિમણૂક થઈ શકે

Khaskhabar Editor Khaskhabar Editor 6 hours ago
રાષ્ટ્રીય

NEET રી-એક્ઝામને લઈને ભારતમાં ટેલિગ્રામ પર પ્રતિબંધ

Khaskhabar Editor Khaskhabar Editor 2 days ago
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Follow US

© Khaskhabar 2025, All Rights Reserved.

Design By : https://aspect-design.in/

  • Publications
  • Books
  • Advertising Rates
  • About Us
  • Contact Us
adbanner
AdBlock Detected
Our site is an advertising supported site. Please whitelist to support our site.
Okay, I'll Whitelist
Welcome Back!

Sign in to your account

Lost your password?