By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Notification Show More
Aa
  • Home
  • આંતરરાષ્ટ્રીય
    આંતરરાષ્ટ્રીયShow More
    જિનપિંગ 11 વર્ષે અમેરિકા પહોંચ્યા : ડોનાલ્ડ ટ્રમ્પ પ્રોટોકોલ તોડી લેવા ગયા
    4 days ago
    ઇરાનની શરત – US દબાણ ઘટાડશે તો જ હોર્મુઝ ખોલીશું, ટ્રમ્પે કહ્યું – ફરી મળીશું
    5 days ago
    ઇટાલીમાં બુરખા અને નકાબ પર પ્રતિબંધ મૂકશે મેલોની
    7 days ago
    પાકિસ્તાનમાં પેટ્રોલ 1000નું થશે! : પેટ્રોલ 50% મોંઘું થયું, કિંમત 389 રૂપિયા પ્રતિ લિટર
    7 days ago
    Misalignment : AI પોતાને માણસ સમજી નિયમો તોડવા લાગ્યું
    1 week ago
  • રાષ્ટ્રીય
    રાષ્ટ્રીયShow More
    UNમાં પાકિસ્તાનને ધોબીપછાડ : શાહબાઝ શરીફ અને પાકિસ્તાની પત્રકાર બન્નેને જડબાતોડ જવાબ
    2 days ago
    રામ મંદિર દાન ચોરી મામલે ચંપત રાય અને અનિલ મિશ્રાને ક્લિનચીટ
    2 days ago
    અમદાવાદમાં બોગસ રાજકીય પક્ષનું કૌભાંડ : 519 કરોડના બોગસ ડોનેશન લઈ 155 કરોડની કરચોરી
    2 days ago
    Gen-Zમાં વહેલી શરૂઆતનો ટ્રેન્ડ : 40 શહેરના 70% લોકો વહેલા નિવૃત્ત થવા ઇચ્છે છે
    3 days ago
    દેશમાં દર બીજી ઘરેલુ ઉડાન રદ્દ થવા માટે ટેકનિકલ ખામી જવાબદાર
    4 days ago
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    એશિયન ગેમ્સ : ભારતની દીકરીઓએ કબડ્ડીમાં ઈરાનને 37-34થી હરાવ્યું
    2 days ago
    રાજકોટમાં ભારતનો દબદબો : ઓસ્ટ્રેલિયા સામે અંડર-19 સિરીઝમાં 3-0થી ક્લીન સ્વીપ
    4 days ago
    28 વર્ષનો ઇંતજાર ખતમ : એશિયન ગેમ્સમાં મીરાબાઇએ ભારતને સિલ્વર અપાવ્યો
    5 days ago
    T20 ફ્રેન્ડલી મેચમાં જાપાન સામે ભારત માંડ-માંડ જીત્યું: 2 રનથી હરાવ્યું
    6 days ago
    ભારતે અફઘાનિસ્તાનને 127 રનથી કચડયું: 3-0થી સિરીઝમાં કલીન સ્વીપ
    1 week ago
  • ક્રાઇમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
    મનોરંજનShow More
    સલમાન ટ્રોલર્સ પર ભડક્યો : બોડી-શેમિંગ અને એજ-શેમિંગ સામે ઉઠાવ્યા સવાલ
    7 days ago
    આલ્ફાઃ સ્પાય એજન્ટ્સને એટલા સુપરહ્યુમન બનાવી દેવામાં આવ્યા છે કે, વાર્તા વાસ્તવિકતાથી દૂર જતી રહી
    3 months ago
    વેલકમ ટુ ધ જંગલ: માત્ર અને માત્ર ધમાકેદાર મનોરંજન
    3 months ago
    કસાબને 3 વર્ષ અને 11 મહિના જીવતો કેમ રખાયો?: ‘પ્રહારઃ ધ ઉજ્જવલ નિકમ સ્ટોરી’નું ટીઝર રિલીઝ
    3 months ago
    ‘મિર્ઝાપુર: ધ મૂવી’નું ટીઝર રિલીઝ, કાલીન ભૈયાનું રાજ, મુન્ના ત્રિપાઠીનો સ્વેગ ને ગુડ્ડભૈયાની એકશન
    3 months ago
  • ધર્મ
    ધર્મShow More
    આજે વર્ષની સૌથી મોટી એકાદશી : ‘ભીમ અગિયારસ’
    3 months ago
    14 અને 15 જૂન એમ બે દિવસ અમાસ
    4 months ago
    ગઢિયા ઘાટવાળા માતાજીના મંદિરમાં પાણીથી પ્રજ્વલિત થતો દીવો
    4 months ago
    બાબા બાગેશ્ર્વરની હનુમંત કથાના આયોજનને આખરી ઓપ: કાલે ભવ્ય કળશ યાત્રા નીકળશે
    4 months ago
    અયોધ્યામાં રામ મંદિરના સોનાથી મઢવામાં આવેલા ધ્વજદંડની ખાસિયત જાણો
    10 months ago
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
    ટોક ઓફ ધી ટાઉનShow More
    રાજ્યમાં પ્રથમ રાજકોટ પોલીસ કાનૂની કાર્યવાહી માટે CBI જેવું મોડેલ અપનાવશે
    2 months ago
    હરખપદુડાં મૂરતિયાઓ શિક્ષણ સમિતિની મુલાકાતે પણ જઇ આવ્યા !
    2 months ago
    વિક્રમ પૂજારાના ભયાનક ભ્રષ્ટાચાર વિરુધ્ધ CMને ફરિયાદ
    2 months ago
    રેલનગરમાં ‘AADARO’ રેસ્ટોરન્ટ અને જય જલારામ લસ્સી-વડાપાઉ એકમ સીલ : બંનેને ત્રણ હજારનો દંડ
    2 months ago
    જય રણછોડ માખણચોર : રાજકોટમાં જગન્નાથજી નગરચર્યાએ નીકળ્યા
    2 months ago
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Reading: સંવત: 2079નું વાર્ષિક રાશિફળ 12 રાશિઓનું કર્મ આધારિત ભવિષ્ય કથન
Share
Aa
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • મનોરંજન
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
  • અજબ ગજબ
  • EPaper
Search
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ક્રાઇમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Have an existing account? Sign In
Follow US
ખાસ ખબર રાજકોટ > Blog > Author > Bhavy Raval > સંવત: 2079નું વાર્ષિક રાશિફળ 12 રાશિઓનું કર્મ આધારિત ભવિષ્ય કથન
AuthorBhavy Ravalખાસ-ખબર

સંવત: 2079નું વાર્ષિક રાશિફળ 12 રાશિઓનું કર્મ આધારિત ભવિષ્ય કથન

Khaskhabar Editor
Last updated: 2022/10/24 at 5:04 PM
Khaskhabar Editor 4 years ago
Share
7 Min Read
SHARE

દરેક રાશિની સાપેક્ષે ગ્રહો ક્યાં બિરાજેલા છે, તેની પર ફળ કથનનું શુભાશુભ મદાર રાખે છે પરંતુ જાતકોનાં ગ્રહો જેટલા જ મહત્વપૂર્ણ કર્મો પણ છે

સ્વાસ્થ્ય, પ્રવાસ, વ્યવસાય, આર્થિક, પારિવારિક વગેરે દ્રષ્ટિએ આવનારું વર્ષ તમારું કેવું રહેશે એ વાંચો અને વહેંચો…

- Advertisement -

વૈદિક જ્યોતિષમાં નક્ષત્રોને કુલ 12 રાશિઓમાં વહેંચવામાં આવે છે. મીન, કુંભ, મેષ, વૃષભ, કર્ક, સિંહ, તુલા, ક્ધયા, વૃશ્ચિક, ધનુ, મિથુન અને મકર. આમ, કુલ મળી 12 રાશિઓ છે અને આ રાશિઓના આધારે જ્યોતિષીઓ કોઈપણ વ્યક્તિ વિશે જણાવી શકે છે. ગોચરના ગ્રહો જન્મ રાશિથી જોવાનો પ્રચલિત મત છે. દરેક જાતકને નવું વર્ષ કેવું રહેશે? ગ્રહોનું પરિભ્રમણ તેમના જીવનમાં શું નવીનતા લાવશે? તે જાણવાની ઉત્સુકતા હોય છે. આ લેખમાં જ્યોતિષાચાર્ય શાસ્ત્રી ભવ્ય રાવલ દ્વારા વિક્રમ સવંત 2079 – અંગ્રેજી વર્ષ 2022-23 વિશે તમામ 12 રાશિઓનું ભવિષ્ય કથન કરવામાં આવ્યું છે. દરેક રાશિની સાપેક્ષે ગ્રહો ક્યાં બિરાજેલા છે, તેની પર ફળ કથનનું શુભાશુભ મદાર રાખે છે. પરંતુ જાતકોનાં ગ્રહો જેટલા જ મહત્વપૂર્ણ કર્મો પણ છે. એટલે અહીં કર્મોને ગ્રહ સ્થાને રાખી ભવિષ્ય કથન કરવામાં આવ્યું છે. આ રાશિ ભવિષ્યની સહાયથી તમે જીવનમાં ઈચ્છીત સફળતા મેળવી અપાર સુખ-સમૃદ્ધિ હાંસલ કરી શકશો. એકંદરે આ વર્ષે મેષથી લઈ મીન રાશિનાં જાતકોનું ભવિષ્ય આ મુજબ રહેશે. જય શ્રી ગણેશ.

મેષથી લઈ મીન રાશિઓનાં જાતકોનાં ગ્રહોનું વર્ષફળ: હર વર્ષની આ વર્ષે પણ કેટલાંક ગ્રહો આપની રાશિમાં ભ્રમણ કરે છે. આ ગ્રહોની દૃષ્ટિએ આપનું વર્ષ તો જ લાભદાયી-સુખદાયી નીવડશે જો આપ પૂર્વગ્રહ મુક્ત બનો. પૂર્વગ્રહ મુક્ત બનવાથી વર્ષનાં ઉત્તરાર્ધ દરમિયાન ગ્રહોની રાશિ બદલાતા દરેક ક્ષેત્રોમાં સારામાં સારી તક પ્રાપ્ત કરી શકશો. આ વર્ષ દરમિયાન આપની રાશિમાં રહેતા-ફરતા ગ્રહોને કારણે જીવનમાં ઘણાબધા ચઢાવ-ઊતાર આવશે. સફળતામાં છકી કે નિષ્ફળતામાં ડુકી નહીં જાવ અને સમતા કેળવશો તો વર્ષનાં મધ્ય ભાગ પછી જીવનમાં થોડી-ઘણી સ્થિરતા આવતી જણાશે. મેષથી લઈ મીન રાશિનાં જાતકો માટે ગ્રહનું વર્ષફળ કર્મ આધારિત બની રહેશે. મતલબ કે, જેવું આપશો તેવું પામશો. જેવું કરશો તેવું ભરશો.

મેષથી લઈ મીન રાશિ જાતકોનાં શુભ રંગ, અંક, વાર, દિશા, મિત્ર અને શત્રુ રાશિ
શુભ રંગ : મેઘધનુષ
શુભ અંક : 0થી 9
શુભ વાર : રવિથી શનિ
શુભ દિશા : ચૌ દિશા
મિત્ર રાશિ : મેષથી લઈ મીન
શત્રુ રાશિ : મેષથી લઈ મીન

- Advertisement -

મેષથી લઈ મીન રાશિઓનાં જાતકોનું વાર્ષિક રાશિફળ
નાણાકીય અને આર્થિક : મંદી-મોંઘવારી કારણોસર નવા વર્ષનાં પ્રારંભિક મહિનામાં નાણાભીડ અનુભવાઈ. આવક કરતા જાવકનું પ્રમાણ ન વધે તેની કાળજી રાખવી. બે નંબરનાં રૂપિયા કમાવવા જતા એક નંબરનાં રૂપિયા ન ગુમાવી બેસો તેનું ધ્યાન રાખશો. નીતિની કમાણી કરશો તો ચોક્કસ નવા વર્ષની શરૂઆતથી જ આર્થિક સ્થિતિમાં ઉન્નતિ આવશે. સરકારને સમયસર ટેક્સ ભરવો, ખરીદી સમયે બિલ અચૂક લેવું, ક્યારેય કરચોરી કરવી નહીં. તમારી રાશિનાં જાતકોનાં વ્યક્તિગત ગ્રહો સૂચવે છે કે, વ્યાજે રૂપિયા લેવા કે આપવા ભયજનક છે. જરૂરી ન હોય તો લોન ન લો. આર્થિક બાબતોમાં અનીતિ કરશો તો પરેશાની આવી શકે છે.
નોકરી અને વ્યવસાય : ઈમાનદારી અને જવાબદારીપૂર્વક કામ કરશો, કામચોરી નહીં કરો તો આ વર્ષે નોકરી અને વ્યવસાયમાં વિશેષ લાભ મળી શકે છે. જેમ વધુ મહેનત કરશો તેમ વધુ મહેનતનું વધુ ફળ ચોક્કસ મળશે. આ સમયમાં તમારે તમારા કામકાજમાં થોડી મહેનત વધારવી પડશે. દેખાદેખી-અદેખાઈ અને બિનજરૂરી હરીફાઈમાંથી ખુદને મુક્ત કરી દ્યો. માત્ર કર્મ કરો, ફળની ચિંતા નહીં. યાદ રાખો પરિશ્રમનું પરિણામ પ્રમોશન જ હોઈ શકે છે. નોકરી હોય કે વ્યવસાય.. શ્રેષ્ઠ આપવાના પ્રયત્ન કરશો તો નામ, દામ અને કામ બેશક કમાઈ શકશો. નોકરી અને વ્યવસાય બાબતે નવા વર્ષથી દરેક રાશિનાં જાતકો જાળવશે નહીં તો ઝટકો ખાશે.
સ્વાસ્થ્ય અને આરોગ્ય : નવા વર્ષથી જ ખાવાપીવામાં નિયંત્રણ રાખશો તો આવનારા વર્ષમાં સારું સ્વાસ્થ્ય અને અવ્વલ આરોગ્ય જળવાઈ રહેશે. નિયમિતપણે ચાલવું. દરરોજ કસરત-વ્યાયામ કરવા. યોગને જીવનનો ભાગ બનાવો. તમારી તમામ ખાવા-પીવાની ઈચ્છાઓને સાનુકૂળ પરિસ્થિતિમાં રાખશો તો આપનું સ્વાસ્થ્ય-આરોગ્ય જળવાઈ રહેશે. આખા વર્ષમાં ક્યારેય પણ સ્વયં કે અન્યને શારીરિક-માનસિક તકલીફો આપવી નહીં અન્યથા તેનું પરિણામ ખરાબ આવી શકે છે. તબિયત બરાબર ન જણાય તો તુરંત જ ડોક્ટરી તપાસ કરાવવી, રિપોર્ટ કઢાવવા અને નિયમિતરૂપે દવા લેવી. આ વર્ષે તમારે તન-મન સ્વસ્થ્ય રાખી આરોગ્ય સાચવી રાખવું અગત્યનું બની રહેશે.
લગ્ન અને લવ : બધી જ રાશિનાં જાતકોએ લગ્ન અને લવ સંબંધોમાં સમર્પણ અને સમજદારી વધારવાની વિશેષ જરૂર છે. જેનાથી આપને અને આપના પરિવારજનોને ફાયદો થશે. વર્ષ દરમિયાન સાથી સાથે જરૂરિયાતથી વધુ શંકા-સવાલો ન કરવા. જીવનસાથીને પૂર્ણ સહયોગ આપવો. એકથી વધુ વ્યક્તિઓ સાથે સંબંધ બાંધશો તો ડિવોર્સ અને બ્રેકઅપનાં યોગ બનતા જણાય રહ્યાં છે. દામ્પત્ય જીવનમાં કે પ્રેમ સંબંધોમાં ઉદભવેલા ખટરાગને દૂર કરવાનો આ શ્રેષ્ઠ સમય છે. જતું કરવાની ભાવના વિકસાવો. સંબંધમાં ઈમાનદારી રાખશો તો આ વર્ષે એ સંબંધમાં વસંત ખીલતી જણાશે. સંબંધોના ગૂંચવાડાનો નિવેડો લાવવાનો એક જ ઉપાય છે માફી આપો અને મોટું મન રાખો.
પ્રવાસ અને મુસાફરી : નવા વર્ષમાં પ્રવાસ અને મુસાફરીનાં યોગ ઉજળા છે. વિશેષ કરીને તમારે મહિનામાં એક વખત ઘરની નજીકનાં મંદિરે દર્શન કરવા જવું જરૂરી છે, દૂર-દૂર ધાર્મિક સ્થળોની મુલાકાત નહીં લો તો ચાલશે. પરિવાર સાથેની આપની યાત્રા આપને લાભ કરાવશે. પરિવાર સાથે જ પ્રવાસ – મુસાફરી કરવી. વડીલોને પણ જાત્રા કરાવવી તમારા માટે ફાયદાકારક સાબિત થશે. શક્ય હોય ત્યાં સુધી હોલ અને મોલનો પ્રવાસ ટાળવો. તમારા માટે વિદેશ કરતા દેશમાં ફરવું વધુ હિતકારક જણાય છે. આ વર્ષે આપ અવનવા સ્થળોની મુલાકાત લઈ શકો છો.
તમામ રાશિનાં જાતકો ઉપરોક્ત કેટલીક બાબતો અંગે કાળજી રાખશે તો નવા વર્ષ દરમિયાન અવશ્ય શુભ-લાભની પ્રાપ્તિ થશે અને જીવનમાં સુખ-શાંતિ-સમૃદ્ધિ છવાઈ જશે. વિક્રમ સંવંત 2079 – અંગ્રેજી વર્ષ 2022-23નું વર્ષ અનેક દૃષ્ટિકોણથી આપના માટે લાભદાયી-ફળદાયી બની શકે તેમ છે. જીવનમાં જરૂરી છે સારા કર્મોની. સારા કર્મો કરશો તો માત્ર આ જ નહીં આવનારા તમામ વર્ષો દિવ્ય-ભવ્ય-જીવ્ય બની રહેશે. નવા વર્ષનાં રામ..રામ..

નવા વર્ષ નિમિત્તે નડતર નિવારણ

નવા વર્ષમાં આપની તમામ મુશ્કેલીઓ, સમસ્યાઓ, પીડાઓ દૂર કરવા માટે..

પારિવારિક – સામાજિક – ધાર્મિક સમરસતા કેળવો. માનવસેવા સાથે દેશસેવા કરો.
આપની આસપાસ સ્વચ્છતા અપનાવો. સમાજમાં સમાનતાનું વાતાવરણ બનાવો.
સુખ-સંતોષનો અનુભવ કરવા સગા-સ્નેહી, મિત્રો માટે સુમેળતાભર્યો વ્યવહાર-વિચાર રાખો.
કોઈની વાતોમાં આવી સાચું-ખોટું માની ન જાઓ. આક્રોશ ના કરશો, આનંદ વહેચશો.
ઈન્ટરનેટમાં ઓછું અને એજ્યુકેશન-ઇન્ફોર્મેશનનાં વિષયોમાં વધુ ધ્યાન આપો.
દવા કરતા દારૂ અને કરિયાણાની દુકાન કરતા રેસ્ટોરાંનું બીલ વધી ન જાય તે ખાસ જૂઓ.
સારા-નરસા અને સાચા-ખોટાનો ભેદ જાતે પારખતા શીખશો.
જીવનમાં દરેક વ્યક્તિ, વસ્તુ કે વિચારને સમય આપશો. ધીરજ રાખજો.

અંધશ્રદ્ધા કરતા આપણા અને આપણાઓ પર વધુ વિશ્વાસ કરજો.

ધાર્મિકની સાથે આધ્યાત્મિક બનજો.

You Might Also Like

AIના ભરોસે લેખક-પત્રકાર! : લેખક-પત્રકાર દ્વારા AIના વધતા ઉપયોગથી સાહિત્ય-પત્રકારત્વનું બદલાતું ચિત્ર

પ્રથમ લગ્ન ચાલુ હોવા છતાં કરેલા બીજા લગ્ન કાનૂની રીતે શૂન્ય

ફ્લોપ મેડિકલ પ્રેક્ટિસમાંથી જન્મ્યો વિશ્વનો સૌથી લોકપ્રિય જાસૂસ : શેરલોક હોમ્સ

શેમરોક  : આયર્લેન્ડના હૃદયમાં વસેલું ત્રણ પર્ણોનું લીલુંછમ રહસ્ય

“સુંદરતા યુવાનીમાં નહીં, અનુભવમાં વસે છે.”

TAGGED: astro, HOROSCOPE
Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link Print
Share
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0
Previous Article રાજકોટની બજારોમાં દિવાળીની રોનક
Next Article વિક્રમ સંવત… 2079

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
AuthorBhavy Raval

AIના ભરોસે લેખક-પત્રકાર! : લેખક-પત્રકાર દ્વારા AIના વધતા ઉપયોગથી સાહિત્ય-પત્રકારત્વનું બદલાતું ચિત્ર

Khaskhabar Editor Khaskhabar Editor 2 days ago
UNમાં પાકિસ્તાનને ધોબીપછાડ : શાહબાઝ શરીફ અને પાકિસ્તાની પત્રકાર બન્નેને જડબાતોડ જવાબ
રાજકોટમાં ખેડૂતોને લોનની લાલચ આપી જમીન પડાવી લેવા ચાલતા કોલ સેન્ટરનો પર્દાફાશ
રામ મંદિર દાન ચોરી મામલે ચંપત રાય અને અનિલ મિશ્રાને ક્લિનચીટ
એશિયન ગેમ્સ : ભારતની દીકરીઓએ કબડ્ડીમાં ઈરાનને 37-34થી હરાવ્યું
પ્રથમ લગ્ન ચાલુ હોવા છતાં કરેલા બીજા લગ્ન કાનૂની રીતે શૂન્ય
Previous Next
- Advertisement -
Ad imageAd image

You Might Also Like

AuthorBhavy Raval

AIના ભરોસે લેખક-પત્રકાર! : લેખક-પત્રકાર દ્વારા AIના વધતા ઉપયોગથી સાહિત્ય-પત્રકારત્વનું બદલાતું ચિત્ર

Khaskhabar Editor Khaskhabar Editor 2 days ago
Author

પ્રથમ લગ્ન ચાલુ હોવા છતાં કરેલા બીજા લગ્ન કાનૂની રીતે શૂન્ય

Khaskhabar Editor Khaskhabar Editor 2 days ago
Author

ફ્લોપ મેડિકલ પ્રેક્ટિસમાંથી જન્મ્યો વિશ્વનો સૌથી લોકપ્રિય જાસૂસ : શેરલોક હોમ્સ

Khaskhabar Editor Khaskhabar Editor 2 days ago
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Follow US

© Khaskhabar 2025, All Rights Reserved.

Design By : https://aspect-design.in/

  • Publications
  • Books
  • Advertising Rates
  • About Us
  • Contact Us
adbanner
AdBlock Detected
Our site is an advertising supported site. Please whitelist to support our site.
Okay, I'll Whitelist
Welcome Back!

Sign in to your account

Lost your password?