રાજકોટના ખંભાળા સ્થિત SOSમાં વિદ્યાર્થીને માર માર્યો
સુત્રાપાડા પંથકના ધો.12 સાયન્સના છાત્રને હડધૂત કરી પટ્ટાથી માર માર્યો
શારીરિક માનસિક ત્રાસ આપનાર આરોપીઓ સામે કડક પગલાં લેવા માંગ
ઇજાગ્રસ્ત બાળક જૂનાગઢ સિવિલ હોસ્પિટલમાં દાખલ
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
- Advertisement -
રાજકોટના ખંભાળા સ્થિત જઘજ (સ્કૂલ ઓફ સાયન્સ)માં ધોરણ-12 સાયન્સમાં ભણતા વિદ્યાર્થીને પણ સાથે ભણતા વિદ્યાર્થીઓએ પટ્ટાથી ક્રૂરતા પૂર્વક માર માર્યાની ઘટના સામે આવી છે. આ અંગે ભોગ બનનાર વિદ્યાર્થીના પરિવારજનોએ સંસ્થા અને આરોપી વિદ્યાર્થીઓ સામે કડક કાર્યવાહી કરવાની માંગ ઉચ્ચારી છે.
સુત્રાપાડા તાલુકાનો રાજકોટની જઘજ સંસ્થામાં સાયન્સમાં ધોરણ 12માં અભ્યાસ કરતો હતો. જેને પરીક્ષા પહેલાં સાથે અભ્યાસ કરતા અન્ય વિદ્યાર્થીઓએ જ્ઞાતિ પ્રત્યે મજાક ઉડાવી પટ્ટા અને ઢીંકા પાટુથી ઢોર માર માર્યો હતો પરીક્ષા પૂર્ણ થયા બાદ વિદ્યાર્થીએ પોતાના પિતાને આ વાતની જાણ કરતાં પિતા સ્કૂલે પહોંચ્યા હતા અને પોતાના પુત્રને જૂનાગઢની હોસ્પિટલમાં દાખલ કર્યો છે અને આરોપીઓ સામે પગલા ભરવા માંગ કરી છે.
આ અંગે ભોગ બનનાર વિદ્યાર્થીએ જણાવ્યું હતું કે, હું રાજકોટ જઘજમાં 12 સાયન્સમાં ભણુ છું. મારી પરીક્ષાને થોડા દિવસની વાર હતી ત્યારે મને સાત-આઠ છોકરાઓએ પટ્ટાથી માર્યો હતો હું ઘરે કહેવાનો હતો પણ મારે પેપર હતું એટલે મે સહન કર્યું હતું પરીક્ષા પૂરી થયા પછી મેં મારા પપ્પાને વાત કરી હતી. કારણ જણાવતા ભોગ બનનાર વિદ્યાર્થીએ કહ્યું હતું કે, અગાઉ અમે મસ્તી કરતા હતા પણ પછી સમાધાન કર્યું હતું. એ બાદ મને રુમમાં બોલાવીને માર્યો હતો એ લોકોએ ફરિયાદ કરવાની ના પાડી અને મારા પપ્પાનો ફોન લઇ લેતા હતા એટલે અમે ત્યાંથી માંડ નીકળ્યા અને અહીં જૂનાગઢ આવીને દાખલ થયા હતા એ લોકો જાતિ પ્રત્યે પણ હડધૂત કરતા હતા ભોગ બનનાર વિદ્યાર્થીના પિતાએ જણાવ્યું હતું કે, હું સુત્રાપાડાનો રહેવાસી છું અને વ્યવ્યસાયે સરકારી શિક્ષક છું. 10 તારીખના રોજ મને છોકરાએ ફોન કર્યો કે પપ્પા મારે ઘરે આવવું છે અહીં રહેવું નથી, મારી પરીક્ષા પુરી થઇ ગઇ છે. મેં સમજાવ્યો પણ એણે જીદ કરી તો મને શંકા ગઇ એટલે હું ત્યાં ગયો. ત્યારે મને જાણ થઇ કે છોકરાને પટ્ટાથી માર મારવામાં આવ્યો છે. છોકરાને જાતિ પ્રત્યે પણ હડધૂત અને વારંવાર ધમકી આપીને માનસિક ટોર્ચર કરવામાં આવતો હતો. મને સંસ્થાએ કહ્યું કે તમારે કંઇ કરવાનું થાતું નથી.
આ અંગે ખુલાસો આપતા જઘજના ટ્રસ્ટી ધર્મેશ પટેલે જણાવ્યું હતું કે, આ સ્કૂલમાં ભણતા અને હોસ્ટેલમાં રહેતા વિદ્યાર્થીને અન્ય 6 થી 7 વિદ્યાર્થીઓએ એક સંપ થઈને રૂમમાં માર માર્યો હતો. જે બાદ આ વિદ્યાર્થીના વાલીને બોલાવવામાં આવ્યા હતા અને વાલીનો આગ્રહ હતો કે અન્ય વિદ્યાર્થીઓ અને તેના વાલીઓ માફી માગી લે તો આ પ્રકરણમાં આગળ કંઈ કરવું નથી, જેથી અમે અન્ય વિદ્યાર્થીઓના વાલીઓને બોલાવ્યા હતા અને વિદ્યાર્થીઓ તેમજ વાલીઓ પાસે માફી પત્રો લખાવ્યા હતા. આ ઘટનામાં એક વિદ્યાર્થીને અન્ય વિદ્યાર્થીઓએ એક સંપ કરી માર માર્યો છે તે વિદ્યાર્થીઓને શાળામાંથી દૂર કરવામાં આવ્યા છે. અહીં 500 વિદ્યાર્થીઓ હોસ્ટેલમાં રહે છે.