આરબીઆઈની મોનેટરી પોલિસી કમિટીએ રેપો રેટમાં કોઈ ફેરફાર કર્યો નથી. આ દર 6.50 ટકા રહેશે. એપ્રિલમાં પણ કોઈ ફેરફાર થયો ન હતો
ભારતીય રિઝર્વ બેંકે રેપો રેટમાં કોઈ ફેરફાર કર્યો નથી. આ દર 6.50 ટકા રહેશે. એપ્રિલમાં પણ કોઈ ફેરફાર થયો ન હતો. RBI ગવર્નર શક્તિકાંત દાસે આજે એક પ્રેસ કોન્ફરન્સમાં આ માહિતી આપી હતી. તેમણે જણાવ્યું કે સમિતિના તમામ સભ્યોએ સર્વસંમતિથી આ નિર્ણય લીધો છે.રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા (RBI)ની 6 જૂને શરૂ થયેલી મોનેટરી પોલિસી કમિટી (MPC)ની બેઠકના પરિણામો આવ્યા છે.સેન્ટ્રલ બેંકના ગવર્નર શક્તિકાંત દાસ આ ત્રણ દિવસીય બેઠકમાં લેવામાં આવેલા મહત્વના નિર્ણયો વિશે જણાવ્યું હતું. નિષ્ણાતો આ વખતે પણ પોલિસી રેટ સ્થિર રહેવાની અપેક્ષા રાખી રહ્યા છે. તમને જણાવી દઈએ કે,એપ્રિલ મહિનામાં મળેલી MPCની બેઠકમાં પણ રિઝર્વ બેંકે રેપો રેટમાં કોઈ ફેરફાર કર્યો ન હતો.
- Advertisement -
Consequently, the Standing Deposit Facility (SDF rate) remains at 6.25% and the marginal standing facility and the bank rates stand at 6.75%: RBI Governor Shaktikanta Das pic.twitter.com/3y89RxORqI
— ANI (@ANI) June 8, 2023
- Advertisement -
મહત્વનું છે કે, પહેલાથી જ સમજાઈ રહ્યું હતું કે આ વખતે રેપો રેટમાં કોઈ ફેરફાર થશે નહીં. નિષ્ણાતો આવો અંદાજ એટલા માટે લગાવી રહ્યા હતા. કારણ કે છેલ્લા કેટલાક વર્ષોમાં ફુગાવાનો દર થોડો ઓછો થયો છે. આ વાતનો ઉલ્લેખ કરતા ગવર્નરે કહ્યું કે, મોંઘવારી કાબૂમાં આવી છે, પરંતુ તે હજુ પણ લક્ષ્યાંકથી ઉપર ચાલી રહી છે. હાલમાં રેપો રેટ 6.50 ટકા છે.
આ નાણાકીય વર્ષની બીજી બેઠક
આ નાણાકીય વર્ષ 24 માં ભારતીય રિઝર્વ બેંક (RBI) ની નાણાકીય નીતિ સમિતિ (MPC)ની આ બીજી બેઠક છે. મહત્વનું છે કે, આ બેઠકની શરૂઆત 6 જૂને મુંબઈમાં થઈ હતી. જો આ વખતે પણ રેપો રેટ યથાવત રાખવાનો નિર્ણય લેવામાં આવે તો તે 6.5 ટકા જ રહેશે. તમને જણાવી દઈએ કે, મે 2022 પછીના સર્વોચ્ચ સ્તરે પહોંચી ગયેલી મોંઘવારી પર અંકુશ મેળવવા માટે કેન્દ્રીય બેંકે એક પછી એક રેપો રેટમાં વધારો કર્યો હતો.
MPC (Monetary Policy Committee) decided to keep the policy repo rate unchanged at 6.5%: RBI Governor Shaktikanta Das pic.twitter.com/Se8GDvCvPy
— ANI (@ANI) June 8, 2023
9 મહિનામાં રેપો રેટ કેટલો વધ્યો ?
RBI એ મે 2022 થી ફેબ્રુઆરી 2023 સુધી એટલે કે અત્યાર સુધીના 9 મહિનામાં રેપો રેટમાં 250 બેસિસ પોઈન્ટનો વધારો કર્યો છે. હાલમાં રેપો રેટ 6.5 ટકા છે. આર્થિક નિષ્ણાતોના મતે RBIના ગવર્નર દ્વારા આજે પણ રેપો રેટમાં કોઈ ફેરફાર નહીં કરવાનો નિર્ણય લેવામાં આવી શકે છે. તેનું મુખ્ય કારણ એ છે કે, ફુગાવાનો દર હવે રિઝર્વ બેંકની નિર્ધારિત મર્યાદામાં છે.
In India, Consumer Price Inflation eased during March-April 2023 and moved into the tolerance band, declining from 6.7% in 2022-23. Headline inflation, however, is still above the target as per the latest data and is expected to remain so according to our projections for 2023-24.… pic.twitter.com/P4lpuz8AWa
— ANI (@ANI) June 8, 2023
એપ્રિલમાં ગવર્નર શક્તિકાંત દાસે શું કહ્યું હતું ?
એપ્રિલ 2023માં મળેલી MPCની બેઠકમાં રેપો રેટમાં વધારો ન થયો હોવા છતાં ગવર્નર શક્તિકાંત દાસે કહ્યું હતું કે, મોંઘવારી સામેની લડાઈ પૂરી થઈ નથી, પણ ચાલુ છે. તેમણે કહ્યું હતું કે, હાલમાં રેપો રેટમાં કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી, પરંતુ જો જરૂર પડશે તો અમે પરિસ્થિતિ અનુસાર આગળનું પગલું લઈશું.