રાજકોટ મધ્યસ્થ જેલમાં આજે કોરોના વિસ્ફોટ થયો હોય તેમ આજે એક સાથે 23 કેદીઓનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. જેથી તંત્રમાં દોડધામ શરૂ થઈ ગઈ છે. પોઝિટિવ આવેલા કેદીઓને આઈસોલેટ કરવાની કામગીરી શરૂ કરવામાં આવી છે. એક સાથે 23 કેદીઓના કોરોના રીપોર્ટ પોઝીટીવ આવવાને લઈ જેલ પ્રશાસન તંત્રમાં ફફડાટ વ્યાપી જવા પામ્યો છે.