By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Notification Show More
Aa
  • Home
  • આંતરરાષ્ટ્રીય
    આંતરરાષ્ટ્રીયShow More
    કેનેડાના બ્રિટિશ કોલંબિયામાં ભયાનક દાવાનળ : ઇમરજન્સી જાહેર
    1 week ago
    કોલંબિયામાં ભયાનક ભૂકંપ : 132નાં મોત, 570 ઘાયલ
    1 week ago
    ટ્રમ્પે હથિયાર હેઠે મૂક્યા! : અમેરિકા હવે પરમાણુ કરાર વિના પણ આ યુદ્ધમાંથી પીછેહઠ કરવા તૈયાર
    1 week ago
    ભારત પર 100 % ટેરિફવાળું બિલ અમેરિકી સેનેટમાં પાસ
    1 week ago
    ન્યૂ મેક્સિકો કોર્ટે મેટાને 5390 કરોડનો દંડ ફટકાર્યો
    2 weeks ago
  • રાષ્ટ્રીય
    રાષ્ટ્રીયShow More
    MPના ભીંડમાં ભયાનક અકસ્માતઃ ટ્રક સાથે અથડાઈ પીકઅપ, 8નાં મોતઃ 23 ઘાયલ
    8 hours ago
    તરુણ ચુગ ગુજરાત ભાજપના પ્રભારી
    8 hours ago
    દાહોદમાં ધમધમતી નકલી સરકારી કચેરીનો પર્દાફાશ
    8 hours ago
    5 વર્ષથી પાણીમાં રહેતાં ઈકબાલ માટે દેવદૂત બન્યા અનંત અંબાણી
    9 hours ago
    રિલાયન્સ અને રોલ્સ-રોયસની મોટી ભાગીદારીથી ભારતને મળશે સ્વદેશી ફાઇટર જેટ એન્જિન
    9 hours ago
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    રાજકોટની ધ્વનિએ ગોલ્ડ મેડલ મેળવી દેશની નંબર 1 ખેલાડી બની
    4 days ago
    ખેલાડીઓએ હવે 5:20 મિનિટમાં બ્રોન્કો ફિટનેસ ટેસ્ટ પાસ કરવી પડશે
    2 weeks ago
    બાયબાય ગ્લાસગો-હેલ્લો અમદાવાદ : ભારતને સોંપાયા મશાલ અને ફલેગ
    2 weeks ago
    નીરજ ચોપડાને ગોલ્ડ નહીં સિલ્વર મેડલ મળ્યો છતાં રચ્યો ઇતિહાસ !
    2 weeks ago
    કોમનવેલ્થ ગેમ્સ : દિલીપ ગાવિતને ગોલ્ડ અને મુરલી શ્રીશંકરને લોંગ જમ્પમાં સિલ્વર
    3 weeks ago
  • ક્રાઇમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
    મનોરંજનShow More
    આલ્ફાઃ સ્પાય એજન્ટ્સને એટલા સુપરહ્યુમન બનાવી દેવામાં આવ્યા છે કે, વાર્તા વાસ્તવિકતાથી દૂર જતી રહી
    2 months ago
    વેલકમ ટુ ધ જંગલ: માત્ર અને માત્ર ધમાકેદાર મનોરંજન
    2 months ago
    કસાબને 3 વર્ષ અને 11 મહિના જીવતો કેમ રખાયો?: ‘પ્રહારઃ ધ ઉજ્જવલ નિકમ સ્ટોરી’નું ટીઝર રિલીઝ
    2 months ago
    ‘મિર્ઝાપુર: ધ મૂવી’નું ટીઝર રિલીઝ, કાલીન ભૈયાનું રાજ, મુન્ના ત્રિપાઠીનો સ્વેગ ને ગુડ્ડભૈયાની એકશન
    2 months ago
    ‘રાખ’ વેબ સીરિઝઃ હિન્દુ સવર્ણો વિરુદ્ધ પ્રોપગેન્ડા
    2 months ago
  • ધર્મ
    ધર્મShow More
    આજે વર્ષની સૌથી મોટી એકાદશી : ‘ભીમ અગિયારસ’
    2 months ago
    14 અને 15 જૂન એમ બે દિવસ અમાસ
    2 months ago
    ગઢિયા ઘાટવાળા માતાજીના મંદિરમાં પાણીથી પ્રજ્વલિત થતો દીવો
    2 months ago
    બાબા બાગેશ્ર્વરની હનુમંત કથાના આયોજનને આખરી ઓપ: કાલે ભવ્ય કળશ યાત્રા નીકળશે
    3 months ago
    અયોધ્યામાં રામ મંદિરના સોનાથી મઢવામાં આવેલા ધ્વજદંડની ખાસિયત જાણો
    9 months ago
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
    ટોક ઓફ ધી ટાઉનShow More
    રાજ્યમાં પ્રથમ રાજકોટ પોલીસ કાનૂની કાર્યવાહી માટે CBI જેવું મોડેલ અપનાવશે
    3 weeks ago
    હરખપદુડાં મૂરતિયાઓ શિક્ષણ સમિતિની મુલાકાતે પણ જઇ આવ્યા !
    3 weeks ago
    વિક્રમ પૂજારાના ભયાનક ભ્રષ્ટાચાર વિરુધ્ધ CMને ફરિયાદ
    4 weeks ago
    રેલનગરમાં ‘AADARO’ રેસ્ટોરન્ટ અને જય જલારામ લસ્સી-વડાપાઉ એકમ સીલ : બંનેને ત્રણ હજારનો દંડ
    1 month ago
    જય રણછોડ માખણચોર : રાજકોટમાં જગન્નાથજી નગરચર્યાએ નીકળ્યા
    1 month ago
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Reading: રાજકોટનો મેળો : મેઘધનુષી માનવ મહેરામણ
Share
Aa
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • મનોરંજન
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
  • અજબ ગજબ
  • EPaper
Search
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ક્રાઇમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Have an existing account? Sign In
Follow US
ખાસ ખબર રાજકોટ > Blog > Author > Bhavy Raval > રાજકોટનો મેળો : મેઘધનુષી માનવ મહેરામણ
AuthorBhavy Ravalખાસ-ખબર

રાજકોટનો મેળો : મેઘધનુષી માનવ મહેરામણ

Khaskhabar Editor
Last updated: 2022/08/17 at 3:28 PM
Khaskhabar Editor 4 years ago
Share
5 Min Read
SHARE

રાજકોટ રંગીલું અને સૌરાષ્ટ્ર મસ્તીનું છે. અહિયાંનાં લોકોની દુનિયાનો છેડો ઘર અને ઘરનો છેડો પાનનાં ગલ્લા, બગીચાની પાળી, ડેમનો પુલ, સાંધ્ય બજારો, મોલ્સથી લઈ સગા-સંબંધીનાં સરનામાં છે તો સ્વર્ગનો દ્વાર રાજકોટ છે. જી.. હા. રાજકોટની રાપચીક રોનક વિશે જેટલું પણ સાંભળ્યું અને વાંચ્યું હોય એ અનુભવવાનો સમય આવી ગયો છે. કેમ કે, જશન અને ટશનની સેશન શરુ થવા જઈ રહી છે. ઘરે-ઘરે તેલનાં તાવડા મંડાઈ તીખાં-મીઠાં ફરસાણો-પકવાનો બનાવાય રહ્યાં છે. રેલ્વે-બસ-એરની ટિકિટ્સ બુક થઈ ગઈ છે. રાજકોટની નજીકનાં સ્થળોથી લઈ ગોવા-આબુ ટૂર પેકેજમાં ફરવાની સાઈટ્સનું લીસ્ટ બની રહ્યું છે. બસ ગણતરીની કલાકોમાં રાજકોટમાં અનિશ્ચિત મુદતનો સ્વયંભુ ક્ધફ્યુ લાગશે. એટલે બજારોમાંથી પત્તાં, પાર્સલ પાન-ફાંકી સાથે કપડાં, નાસ્તા, જીવનજરૂરી ચીજવસ્તુઓ અને માલસામાનની ખીસ્સાફાડ ખરીદીઓ થઈ રહી છે. અગત્યનાં બધા જ કામ બાજુ પર મુકાઈ જ્યાં હોય ત્યાં એક જ રાગડો તણાતો કાને પડે છે : ‘સાતમ-આઠમ પછી રાખોને શેઠ…’ આર યુ રેડી ફોર ફનફેર?

રાજકોટમાંથી જેટલાં સાંજનાં છાપા બહાર પડે છે, રાજકોટમાં જેટલાં ડેમો છે, રાજકોટમાં જેટલાં ખૂણાઓ છે, રાજકોટમાં જેટલાં મેદાનો-પ્લોટ્સ છે અને રાજકોટમાં જેટલાં ફરવાનાં સ્થળો છે તેટલા મેળા રાજકોટમાં એકસાથે જુદા-જુદા સ્થળે થાય છે. રાજકોટનાં મેળા એન્ટી ગરીબી, બેકારી અને હવે તો એન્ટી જીએસટી છે. આથી જ જલસા જેમનો જીવનમંત્ર છે એવા રાજકોટવાસીઓ સાતમ-આઠમમાં એવરેજ દિવસમાં બે વાર મેળામાં જાય છે અને એકવાર બહાર જમે છે. ઉપરાંત ઘરમાં નાસ્તાગૃહમાં પણ ન હોય એટલો નાસ્તો હોવા છતાં બહારથી નાસ્તો મંગાવી આરોગે છે. ઈસિલીયે શ્રાવણનાં ઉપવાસીયા માસમાં બીજા ગામનાં હોટેલ-રેસ્ટોરાંવાળા ભલે મંદા હોય પણ રાજકોટનાં હોટેલ-રેસ્ટોરાંવાળા ગંદા હોય તો પણ ચંગા લાગે. શોપિંગ મોલ્સ પણ આ દિવસો દરમિયાન ગ્રાહકો કમ મુલાકાતીઓથી ઉભરાય છે. કોઈપણ ફિલ્મ હોય વાર-તહેવારે એકવાર તો જોવાની ને? એસટી તંત્ર હોય કે કોઈપણ સરકારી-ખાનગી એકમ હોય મેળો એટલે ખર્ચ અને કમાણીની સીઝન. પણ હા, જેટલાં વાપરવાનાં એટલાં પાછાં કમાઈ લેવાના.. સિમ્પલ. ભાવવધારો હોય કે કાળાબજારી બધું જ રાજકોટિયનનાં મૌજ-શોખ અને રાજાશાહી-સાહિબી આગળ ટૂંકું અને ફિક્કું જ લાગે દાદા.

- Advertisement -

નાગપાંચમથી દસમ. છ દિવસ બધું જ જડબેસલાટ બંધ એટલે બંધ. અગિયારસએ વેપાર-ધંધા ખુલે તો ખુલે બાકી નહીં. રાજકોટમાં દર વર્ષે લોકમેળાને બાદ કરતા આશરે ત્રણથી પાંચ મેળાઓ થતા આવ્યા છે. રાજકોટની વસ્તી 20-25 લાખ ભલે હોય પણ એક મેળામાં દરરોજનાં 2થી 3 લાખ લોકો હાજરી નોંધાવે છે એટલે કે, દરેક મેળામાં જો આટલી જ હાજરી હોય તો આખું રાજકોટ દરરોજ મેળામાં જાય છે! ના..રે..ના.. અહીં પૂરા સૌરાષ્ટ્ર-ગુજરાત-ભારતમાંથી લોકો આવે છે. જે લાખો લોકો કરોડો લોકોની રોજગારીનું માધ્યમ મેળા થકી બને છે. મીન્સ ફન વિથ અર્ન. અને એટલે જ નવાઈની વાત છે કે, દુનિયાનાં કોઈપણ ફેસ્ટિવલમાં જમા ન થાય એટલાં લોકો અહીં એક સાથે એક સ્થળે ભેગા થવા છતાં હજુ પણ રાજકોટનો રંગીલો મેળો વિશ્વવિક્રમની શ્રેણીમાં કે દુનિયાનાં લોકોની નોંધપોથીમાં નથી! વળી, રાજકોટનાં લોકમેળામાં એકસાથે લાખો લોકો જમા થવા છતાં આજ સુધી ભાગાભાગી, જાનહાની બની નથી. કદાચ કાળીયા ઠાકોરની કૃપા છે. અરે હા, મેળા જોડે જન્માષ્ટમી આવે. કાનાનો જન્મદિવસ, જાજરમાન-ભપકાદાર મેળા, રજાઓની માત્ર મજાઓ, હરવા-ફરવા-જમવાનું વાહ રે.. કેટકેટલું હોય રાજકોટનાં મેળાઓમાં અને એટલે જ દુષ્કાળ હોય કે અતિવૃષ્ટિ હોય કે પછી હવામાન વિભાગની આગાહી હોય કે નહીં રાજકોટનો લોકમેળો માણવા ખુદ મેઘરાજાની સવારી આવી ચઢે.

રાજકોટ સિવાય ભારત અને દુનિયાભરમાં વિવિધ મેળાઓ થાય છે પણ અહીના મેળાઓની વાત દાઢે વળગે અને તાળવે ચોટે એવી છે. અહીનાં મેળાઓમાં રાઈડ્સ, ટોયસ, માર્કેટિંગ અને પ્રમોશન સ્ટોલ્સ સિવાય કશું નાવીન્ય હોતું નથી છતાં પણ મેળાની રોશનીથી ઝગમગતો દિલમોહક રાત્રી નજારો જાણે સ્વર્ગનું પ્રતિબિબ પાથરે છે. અને ફક્ત મેળો જ કેમ? આજી, ન્યારી, લાલપરી અને ભાદર ડેમ પણ જોઈ લેવું. ઈશ્વરીયા, રતનપર, ત્રંબા, જડેશ્વર, ચોટીલા, વીરપુર, ભૂતનાથ, ઓસમ ડુંગર, અનળગઢ અને હિંગોળગઢ પણ જઈને જોઈ આવજો અને ક્યાંય ન જવું હોય તો ફક્ત રાજકોટનાં રસ્તા પર એકવાર લટાર મારજો. સાહેબાન-કદરદાન એક એકથી ચડિયાતી થીમ્સ પર તમોને વર્લ્ડનાં બેસ્ટ અને લાર્જેસ્ટ મ્યુઝિયમમાં નહીં જોવા મળી હોય એ પ્રદર્શની અહીં જોવા મળશે. ખાસ તો રાજકોટનાં મેળાઓમાં તમને ટાબરિયાઓ કરતાં મોટેરાંઓ હાથમાં કેન્ડી લઈ આમ-તેમ રખડતાં હરખપદુળાઓ થતા ન જોવા મળે તો કહેજો. આફ્ટર ઓલ રાજકોટ અને મેળો એકમેકની દર્પણ પ્રતિતી છે.

મોજ-મજાની મહેફિલનાં મનમોજી રાજકોટિયન મેળાની એકપણ વાતની ખરાઈ કરવી હોય તો સાતમ-આઠમનાં દિવસે ગમે ત્યારે માત્ર જીપીઆરએસ મેપ પર રાજકોટનાં રસ્તાનો ટ્રાફિક જો જો બકાઓ.. તમને પણ બચ્ચા બની મેળાની જનમેદનીમાં ઉમટી પડવાનો ઉમળકો જરૂર થશે. આ રાજકોટનો મેળો મેઘધનુષી માનવ મહેરામણનું મિરર છે. મેળો એ રાજકોટની ઓળખ નહીં પરંતુ રોનકનો એક ભાગ છે. એ… હાલો.. હા…લો.. મેળે જઈએ..

- Advertisement -

વધારો : ગુજરાતની ઓળખ અપાવવા વિશ્વનાં લોકોને આપણે કહીએ કે, કુછ દિન તો ગુજારો ગુજરાત મેં.. સૌરાષ્ટ્રની ઓળખ માટે એટલું કહેવું કાફી છે કે, બોસ ખાલી સાતમ-આઠમ કરો સૌરાષ્ટ્ર મેં..

 

You Might Also Like

શું માંસાહારીઓ-દારૂડિયાઓને ધ્યાન-ધર્મ કરવાનો અધિકાર નથી?

કનેસરા ગામ પાસે કંનનાથ મહાદેવ, દુઃખભંજન હનુમાનજી અને ખોડિયાર માતાજીનું મંદિરનો ત્રિવેણી સંગમ

શિવભક્તનો અદભુત સેવાયજ્ઞ : રામનાથધામનું નવસર્જન

અમે લોકોને ખુશ કરવા નથી બેઠાં

ખાસ-ખબરની છ વર્ષની ખબર

TAGGED: fair, mela, Rajkot
Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link Print
Share
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0
Previous Article સૂરીલી ગાયિકા સાથે સુરીલો સંવાદ
Next Article મોંઘવારીનો વધુ એક ફટકો: અમૂલ દૂધના ભાવમાં પ્રતિ લિટરે 2 રૂપિયાનો વધારો

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
રાજકોટ

મહિલા ગાયનેકોલોજિસ્ટ અને ગર્ભસ્થ શિશુ નિષ્ણાતની ફૂલટાઇમ સેવા : તપાસ ફી માત્ર રૂ. 50

Khaskhabar Editor Khaskhabar Editor 8 hours ago
શ્રીજી ડેન્ટલ ક્લિનિકનું ભવ્ય ઉદ્ઘાટન : જરૂરિયાતમંદ દર્દીઓ માટે નિઃશુલ્ક એક્સ-રેની સુવિધા
રાજકોટના નાથ રામનાથ : શ્રાવણના પ્રથમ સોમવારે રામનાથધામ સુવર્ણ રોશનીથી ઝળહળી ઉઠ્યું
MPના ભીંડમાં ભયાનક અકસ્માતઃ ટ્રક સાથે અથડાઈ પીકઅપ, 8નાં મોતઃ 23 ઘાયલ
તરુણ ચુગ ગુજરાત ભાજપના પ્રભારી
જન્માષ્ટમી મહોત્સવને લોકોત્સવ બનાવવાનો સંકલ્પ, સંકલન સમિતિની નિમણૂક કરાઇ
Previous Next
- Advertisement -
Ad imageAd image

You Might Also Like

AuthorBhavy Raval

શું માંસાહારીઓ-દારૂડિયાઓને ધ્યાન-ધર્મ કરવાનો અધિકાર નથી?

Khaskhabar Editor Khaskhabar Editor 4 days ago
AuthorBhavy Raval

કનેસરા ગામ પાસે કંનનાથ મહાદેવ, દુઃખભંજન હનુમાનજી અને ખોડિયાર માતાજીનું મંદિરનો ત્રિવેણી સંગમ

Khaskhabar Editor Khaskhabar Editor 5 days ago
Authorરાજકોટ

શિવભક્તનો અદભુત સેવાયજ્ઞ : રામનાથધામનું નવસર્જન

Khaskhabar Editor Khaskhabar Editor 5 days ago
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Follow US

© Khaskhabar 2025, All Rights Reserved.

Design By : https://aspect-design.in/

  • Publications
  • Books
  • Advertising Rates
  • About Us
  • Contact Us
adbanner
AdBlock Detected
Our site is an advertising supported site. Please whitelist to support our site.
Okay, I'll Whitelist
Welcome Back!

Sign in to your account

Lost your password?