KL રાહુલ અને અથિયા શેટ્ટીના લગ્નની પહેલી તસવીર સામે આવી છે. શેર કરાયેલી તસવીરોમાં નવપરણિત કપલ ખૂબ ખુશખુશાલ દેખાઈ રહ્યું છે.
ખંડાલામાં પ્રભુતામાં પગલાં પાડનાર ક્રિકેટર કેએલ રાહુલ અને એક્ટ્રેસ અથિયા શેટ્ટીના લગ્નની પહેલી તસવીર સામે આવી છે. શેર કરાયેલી પાંચ તસવીરોમાં કપલ ખૂબ ખુશખુશાલ લાગી રહ્યું છે. અથિયાએ તેના લગ્નની તસવીરો શેર કરી છે.
“In your light, I learn how to love…” ♥️
Today, with our most loved ones, we got married in the home that’s given us immense joy and serenity. With a heart full of gratitude and love, we seek your blessings on this journey of togetherness. 🙏🏽@theathiyashetty pic.twitter.com/1VWxio5w6W
— K L Rahul (@klrahul) January 23, 2023
તસવીરો શેર કરતા અથિયાએ શું લખ્યું
આ તસવીરો શેર કરતાં અથિયાએ લખ્યું, “હું તમારા પ્રકાશમાં પ્રેમ કરવાનું શીખી. આજે અમારા સૌથી પ્રિય લોકોની સાથે અમે એવા ઘરમાં લગ્ન કર્યા જેણે આપણને અપાર સુખ-શાંતિ આપી છે. તમારા બધાના આશીર્વાદની જરૂર છે.
પાંચ તસવીરોમાં ખૂબ ખુશ દેખાયું કપલ
જે પાંચ તસવીરો સામે આવી છે તેમાં નવપરણિત યુગલ ખુબ ખુશખુશાલ દેખાઈ રહ્યું છે. બન્ને સુંદર પેસ્ટલ પિંક આઉટફિટ્સમાં જોઇ શકાય છે. ડિઝાઈનર અનામિકા ખન્નાએ બંનેના વેડિંગ કપલ ડિઝાઈન કર્યા છે. એક તસવીરમાં તેઓ બન્ને ફેરા ફરી રહેલા, બીજી-ત્રીજીમાં અથિયા પતિ રાહુલની સામે તાકી રહેલી દેખાય છે.
KL Rahul and Athiya Shetty wedding: Suniel Shetty, Ahan distribute sweets
Read @ANI Story | https://t.co/5cvxEQV336#athiyashettyklrahulwedding #SunielShetty #AhanShetty pic.twitter.com/RJYMouYY83
— ANI Digital (@ani_digital) January 23, 2023
ટીમ ઈન્ડીયાના દિગ્ગજ ક્રિકેટર કેએલ રાહુલે ઘરસંસાર માંડયો
ટીમ ઈન્ડીયાના દિગ્ગજ ક્રિકેટર કેએલ રાહુલે ઘરસંસાર માંડયો છે. રાહુલે તેની ફ્રેન્ડ અને બોલિવુડ એક્ટ્રેસ અથિયા શેટ્ટીની સાથે લગ્ન કરી લીધા છે. એક્ટર સુનિલ શેટ્ટીના ખંડાલા સ્થિત આલિશાન બંગલામાં લગ્ન સમારોહ ગોઠવાયો હતો જેમાં રાહુલ અને અથિયા શેટ્ટીએ સાત ફેરા ફરીને હંમેશને માટે એકબીજાના થયા હતા. રાહુલ અને અથિયાના લગ્નમાં મહેમાનોની પાંખી હાજરી જોવા મળી હતી. માત્ર ગણ્યાગાંઠ્યા લોકોને લગ્નમાં આમંત્રિત કરાયા હતા. લગ્નમાં આવનાર મહેમાનો પર મોબાઈલ લઈ જવા પર પણ પ્રતિબંધ મૂકાયો હતો કારણ કે શેટ્ટી પરિવાર તેમના ઘરના આ પ્રસંગને સીમિત રાખવા માગતો હતો. નવપરણિત દંપતિ ખુદ લગ્નના ફોટા અને વીડિયો સોશિયલ મીડિયા પર શેર કરશે.
સુનિલ શેટ્ટીએ કર્યું કન્યાદાન
અથિયાના પિતા બોલિવુડ એક્ટર સુનિલ શેટ્ટીએ દીકરીના લગ્નમાં કન્યાદાન કર્યું હતું. આ પ્રસંગે સુનિલ શેટ્ટી ભાવુક પણ જોવા મળ્યાં હતા. સારી રીતે દીકરીના લગ્ન આટોપાઈ જતા એક્ટર સુનિલ શેટ્ટી પણ ભાવુક જોવા મળ્યો હતો અને તેણે બધાનો આભાર માન્યો હતો. સુનિલનો તેના પુત્ર સાથેનો એક ફોટો પણ સામે આવ્યો હતો.
#WATCH | Athiya Shetty and KL Rahul have tied the knot in a private ceremony at Suniel Shetty's Khandala farmhouse pic.twitter.com/W2vISpAjkx
— ANI (@ANI) January 23, 2023
કોણ કોણ હાજર રહ્યું લગ્નમાં
રાહુલ-અથિયાના લગ્નમાં તેમના બન્નેના ફિલ્ડના મિત્રો ખાસ હાજર રહ્યાં હતા. રાહુલના ક્રિકેટ મિત્રોમાં ધોની, વિરાટ કોહલી અને તેની પત્ની અનુષ્કા શર્મા સહિતના ટીમ ઈન્ડીયાના સભ્યો હાજર રહ્યાં હતા. તો બોલિવુડના કેટલાક મોટા માથામાં સલમાન ખાન, સંજય દત્ત સહિતના બીજા કેટલાક એક્ટર હાજર રહ્યાં હતા.
ભવ્ય કોકટેલ પાર્ટીથી લગ્નના ફંક્શન્સની શરૂઆત
આથિયા શેટ્ટી અને કેએલ રાહુલના લગ્નના ફંક્શન્સની શરૂઆત એક ભવ્ય કોકટેલ પાર્ટીથી થઈ હતી. જો કે આ ફંક્શનમાં માત્ર પરિવારના સભ્યો અને નજીકના મિત્રોને જ આમંત્રણ આપવામાં આવ્યું હતું. મહેમાનોને નજીકની એક આલીશાન હોટલમાં રાખવામાં આવ્યા હતા જેથી તેઓ લગ્નના તહેવારોનો ભરપૂર આનંદ માણી શકે. કેએલ રાહુલ અને અથિયા શેટ્ટીની હલ્દી અને મહેંદી સેરેમની ફાર્મહાઉસમાં થઈ હતી. આ માટે ફાર્મહાઉસને ફૂલોથી સજાવવામાં આવ્યું છે.