શાહરૂખ ખાન માત્ર ભારતમાં જ નહીં પરંતુ આખી દુનિયામાં ફેમસ છે. હોલીવુડનાં સિંગર્સ અને સ્ટાર્સ પણ શાહરૂખનાં ફેન છે. ગ્લોબલ પોપ સિંગર અને ગ્રેમી એવોર્ડ વિજેતા દુઆ લિપાએ શાહરૂખ ખાન માટે પોતાનો પ્રેમ વ્યક્ત કર્યો હતો. દુઆ લિપા કહે છે કે તે શાહરૂખને પ્રેમ કરે છે.
હાલમાં જ જ્યારે દુઆ લિપાને એક ઈન્ટરવ્યુમાં તેનાં ફેવરિટ બોલિવૂડ સ્ટાર વિશે પૂછવામાં આવ્યું ત્યારે તેણે કહ્યું કે ’મને શાહરૂખ ખાન ખૂબ જ ગમે છે. હું તેમને પ્રેમ કરું છું. એટલું જ નહીં, તેણે ભારત પ્રત્યેનો પ્રેમ પણ વ્યક્ત કર્યો હતો.
- Advertisement -
દુઆ લિપા કોન્સર્ટ ટૂર માટે ભારત આવવાની છે. તેણે કહ્યું કે જ્યારે તેણે આ ટુરનું આયોજન શરૂ કર્યું ત્યારે તેણે નક્કી કર્યું હતું કે ભારતને જરૂર તેમાં સામેલ કરશે. દુઆના કહેવા પ્રમાણે, તેને આજે પણ તેની છેલ્લી ભારત યાત્રા યાદ છે. તેની સુંદર યાદો તેનાં હૃદયમાં તાજી છે.
દુઆ લિપાએ એમ પણ કહ્યું કે, તેનાં દિલમાં ભારતનું વિશેષ સ્થાન છે. તે અહીંનાં લોકો અને સંસ્કૃતિને પ્રેમ કરે છે. દુઆ લિપાએ કહ્યું કે તે હંમેશાં ભારત આવવા માટે કારણો શોધતી રહેતી હોય છે.