શાળાઓમાં લેવામાં આવતી સામયિક કસોટીને લઇ કરાયું સંશોધન
આચાર્ય,શિક્ષકો સહિતનાં 2669 શિક્ષકોના અભિપ્રાય લેવામાં આવ્યો
- Advertisement -
રાજ્યમાં સરકારી પ્રાથમિક શાળાઓમાં છેલ્લા ત્રણેક વર્ષથી સામયિક કસોટી લેવામાં આવે છે. પરંતુ આ કસોટીને લઇ વિરોધ થઇ રહ્યો છે. શૈક્ષિક સંઘો દ્વારા પણ રજુઆતો થઇ છે. ત્યારે સામયિક કસોટીને લઇને જીસીઇઆરટીનાં પૂર્વ નિયામક ડો. નલિન પંડિત અને ટીમ દ્વારા શૈક્ષણિક સંશોધન કમિટીની રચના કરી સંશોધન કરવામાં આવ્યું છે. ગુગલ ફોર્મનાં માધ્યમથી શાળાઓનાં એક આચાર્ય, ધોરણ 3 થી 5નાં એક શિક્ષક અને ધોરણ 6 થી 8નાં એક શિક્ષક એમ કુલ 3 શિક્ષકો તથા સીઆરસી, બીઆરસી ,એસ આઇનાં સામયિક મૂલ્યાંક કસોટીને લઇ અભિપ્રાય લેવામાં આવ્યાં હતાં. આમ કુલ 2669 શિક્ષકોનાં અભિપ્રાય લેવામાં આવ્યાં હતાં. અભિપ્રાયનાં અંતે કેટલાક તારણો સામે આવ્યાં હતાં. જેમાં સામયિક કસોટીનાં કારણે અભ્યાસક્રમને યોગ્ય ન્યાય આપી શકાતો નથી. કસોટી એ માત્ર લેખિત કસોટી છે. તેનાથી બાળકનું સર્વાંગી મૂલ્યાંકન થતું નથી. સમયનાં અભાવે મોટી શાળાઓમાં ઓપચારાત્મક કાર્ય થઇ શકતું નથી. કસોટી એક યાંત્રિક બની ચૂકી છે. સામયિક કસોટીનાં જવાબો પેપર શરૂ થાય તે પહેલા વિદ્યાર્થીઓનાં મોબાઇલમાં આવી ગયાં હોય છે. તેના કારણે વિદ્યાર્થીઓ અનૈતિક નુસ્ખાઓ શીખી ગયા છે. તેનાથી મૂલ્ય શિક્ષણનો છેદ ઉડી ગયો છે. ડેટા એન્ટ્રીમાં અનેક પ્રકારની મુશ્કેલીઓ આવી છે. તે સમયની બરદારી કરે છે. આથી ડેટા એન્ટ્રી બંધ થવી જોઇએ. સામયિક કસોટીનાં કારણે શાળાને પ્રાપ્ત થતા ગ્રેડમાં ખરાબ અસર થાય છે.આવા ગ્રેડનાં કારણે શિક્ષકો હતોત્સાહી બની ગયા છે. સામયિક કસોટીનાં સંશોધનમાં આ અનેક તારણો સામે આવ્યાં છે. સામયિક કસોટી વિદ્યાર્થી ઓની ગુણવત્તા વધારવાનાં બદલે મોટો અવરોધ બની ગઇ છે. આ સંશોધન બાદ ડો. નલિન પંડિતે રાજય સરકારને તારણો સાથે પત્ર પાઠવી શાળાઓમાં લેવામાં આવતી સામયિક કસોટીને બંધ કહ્યું છે. તેમજ બે લાખ પ્રાથમિક શિક્ષકોનું પ્રતિનિધિત્વ કરી રહેલાં બન્ને શિક્ષક સંઘે પણ સામયિક કસોટી બંધ કરવાની માંગ
કરી છે.