શનિવારની વહેલી સવારે પેલેસ્ટિનિયન આતંકવાદીઓએ ડઝનેક રોકેટ છોડીને ઇઝરાયેલને હચમચાવી નાખ્યું હતું. રાજધાની તેલ અવીવ સહિત સમગ્ર ઇઝરાયેલમાં સાયરન અલર્ટ સંભળાઈ રહ્યું છે.
Palestinian Forces are crossing the Border into Southern Israel, this is War. pic.twitter.com/tdjS1qnu4F
- Advertisement -
— OSINTdefender (@sentdefender) October 7, 2023
ગાઝા પટ્ટીના પેલેસ્ટિનિયન આતંકવાદીઓએ શનિવારની વહેલી સવારે ઇઝરાયેલ તરફ ડઝનેક રોકેટ છોડીને ઇઝરાયેલને હચમચાવી નાખ્યું હતું. સવારથી રાજધાની તેલ અવીવ સહિત સમગ્ર ઇઝરાયેલમાં સાયરન અલર્ટ સંભળાઈ રહ્યું છે.
- Advertisement -
Hamas claims to have fired 5,000 rockets towards Israel over the course of two hours
Multiple points of impact reported across the country pic.twitter.com/4Q435F0ono
— i24NEWS English (@i24NEWS_EN) October 7, 2023
ઇઝરાયલી મીડિયાના અહેવાલો અનુસાર ગાઝામાં રોકેટના અવાજો સંભળાતા હતા અને વહેલી સવારે બેરેજ દરમિયાન સાયરનનો અવાજ ઉત્તરમાં લગભગ 70 કિલોમીટર (40 માઇલ) દૂર તેલ અવીવ સુધી સંભળાયો હતો. એવું માનવામાં આવે છે કે રોકેટ હુમલા પછી ઇઝરાયેલ જવાબી કાર્યવાહી કરી શકે છે.
ઇઝરાયેલી આર્મીએ કહ્યું કે, ‘દેશભરના ઇઝરાયલીઓ આજે સવારે સાયરન અને રોકેટ ફાયરિંગથી જાગ્યા હતા. ઓપરેશનની પ્રથમ 20 મિનિટમાં ગાઝા પટ્ટીમાંથી ઇઝરાયેલમાં 5,000 થી વધુ રોકેટ છોડવામાં આવ્યા હતા.’
BREAKING: Heavy barrage of rockets fired into central Israel as dozens of terrorists infiltrated southern Israel.
Keep Israel in your prayers. pic.twitter.com/wYC3dCVeQL
— Hananya Naftali (@HananyaNaftali) October 7, 2023
આ સાથે જ X પર જણાવવામાં આવ્યું કે, “ગાઝા પટ્ટીમાંથી સંખ્યાબંધ આતંકવાદીઓ ઇઝરાયેલના પ્રદેશમાં ઘૂસી ગયા છે. ગાઝા પટ્ટીની આસપાસના વિસ્તારના રહેવાસીઓને તેમના ઘરોમાં રહેવા માટે કહેવામાં આવ્યું છે.’