પૂર્વ સૈન્ય પ્રમુખ જનરલ કમર બાજવાનો સ્વીકાર
ખાસ-ખબર સંવાદદાતા
પાકિસ્તાનના ભૂતપૂર્વ આર્મી ચીફ જનરલ કમર જાવેદ બાજવાએ આખરે સ્વીકારી લીધું છે જેને સામાન્ય પાકિસ્તાનીઓ નકારી રહ્યા છે. જનરલ બાજવાએ કહ્યું હતું કે, પાકિસ્તાનની સેના ભારતીય સેના સામે ટકી રહેતી નથી. તેમની પાસે ભારત સામેના યુદ્ધ માટે દારૂગોળો અને આર્થિક શક્તિનો અભાવ છે. પાકિસ્તાની પત્રકાર હામિદ મીરે એક શોમાં જનરલ બાજવાના નિવેદનનો ઉલ્લેખ કર્યો હતો. હામિદ મીર અનુસાર, જનરલ બાજવાએ સ્વીકાર્યું હતું કે, પાકિસ્તાન ભારત સાથે યુદ્ધ કરી શકે નહીં. કમાન્ડર્સની કોન્ફરન્સ દરમિયાન જનરલ બાજવાએ પણ સ્વીકાર્યું હતું કે પાકિસ્તાન આર્મી ભારતીય સેના માટે કોઈ મેચ નથી. હામિદ મીરે પૂર્વ સેના પ્રમુખને ટાંકીને કહ્યું હતું કે, પાકિસ્તાની સેના ભારતીય સેના સામે લડવા સક્ષમ નથી.
હામિદ મીરે શો દરમિયાન કહ્યું હતું કે જનરલ બાજવાએ 2021માં ખુલાસો કર્યો હતો કે તેમણે ભારતના રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજીત ડોભાલ સાથે ગુપ્ત વાતચીત કરી હતી. તેમણે યુદ્ધવિરામની ઘોષણા પછી વડાપ્રધાન નરેન્દ્ર મોદીની પાકિસ્તાન મુલાકાતનું આયોજન કેવી રીતે કરવામાં આવ્યું તે વિશે પણ જણાવ્યું હતું.
પાકિસ્તાન ભારતીય સેના સામે ટકી શકે તેમ નથી
