ડેટ મ્યુચ્યુઅલ ફંડનું નવું રોકાણ હવે શોર્ટટર્મ કેપીટલ ગેઈન ટેક્ષ હેઠળ
સોનાને ઈ-ગોલ્ડ રીસીપ્ટમાં રૂપાંતર કરનારને કેપીટલ ગેઈન ટેક્ષમાંથી મુક્તિ
- Advertisement -
આવતીકાલે 1 એપ્રિલ અને તેની સાથે આવકવેરામાં પણ 10 મોટા ફેરફારો થશે જે હવે કરદાતાઓને ખાસ રીતે જાણવા જરૂરી છે. 2023/24ના નાણાકીય વર્ષથી આ ફેરફારો લાગુ થવા જઈ રહ્યા છે. આ બદલાવની બજેટમાં જાહેરાત કરવામાં આવી હતી અને બજેટને સંસદની મંજુરીથી તે લાગુ થઈ જશે.
હવે આવકવેરામાં નવી આવકવેરા વ્યવસ્થા એ મુજબ એટલે કે ડિફોલ્ટ-ટેક્ષ રીજીમ ગણાશે અને જે કરદાતાને વિકલ્પ જોઈતો હશે તેણે તે મુજબ રીટર્ન ભરવું પડશે. જેમાં કરદાતાની રૂા.7 લાખ સુધીની આવકને કરમુકત જાહેર કરવામાં આવી છે. પરંતુ તેમાં નવા ટેક્ષ સ્લેબ પણ લાગુ કરવામાં આવ્યા છે પણ જે કરસ્લેબ છે તેમાં રૂા.3 લાખ સુધી આવકવેરો-નીલ રૂા.3 લાખથી રૂા.6 લાખ સુધીની સેલેરીમાં 5% રૂા.6 લાખથી રૂા.9 લાખ સુધીની સેલેરીમાં 10% રૂા.9 લાખથી રૂા.12 લાખ સુધીમાં 15% અને રૂા.12 લાખથી રૂા.1 લાખ સુધીમાં 20% તથા રૂા.15 લાખથી ઉપરની સેલેરીએ 30%નો આવકવેરો લાગશે.
આ ઉપરાંત નવી વ્યવસ્થામાં રૂા.50000નું સ્ટાન્ડર્ડ ડીડકશન યથાવત છે. આ ઉપરાંત કર્મચારીઓને જે લીવ ટ્રાવેલ એલાઉન્સ તથા લીવ એન્કેશમેન્ટ જે મળે છે તેની મુક્તિ મર્યાદા રૂા.3 લાખથી વધારી રૂા.25 લાખ કરી છે.
- Advertisement -
જો તમો તમારી પાસેના સોનાને ઈલેકટ્રોનિકસ ગોલ્ડ રીસીપ્ટમાં રૂપાંતર કરો કે આ પ્રકારની ઈજીઆરને ફિઝીકલ ગોલ્ડમાં રૂપાંતર કરો તો તેમાં કેપીટલ ગેઈન ટેક્ષ લાગશે નહી. ડેટ મ્યુચ્યુઅલ ફંડમાં હવે શોર્ટ ટમ કેપીટલ ગેઈન ટેક્ષ લાગુ કરાયા છે અને તેમાં ટેક્ષ વસુલાશે.