શરદ પૂનમના દિવસે દાન કરવાનું પણ ખાસ મહત્ત્વ છે. આ દિવસે દાન કરવાથી ભક્તોને ખાસ લાભ થાય છે. પરંતુ આ દિવસે કેટલીક વસ્તુઓનું દાન ન કરવું જોઈએ. એમ કરવાથી નુકસાન પણ થાય છે.
શરદ પૂનમના દિવસે દાન કરવાનું પણ ખાસ મહત્ત્વ છે. આ દિવસે દાન કરવાથી ભક્તોને ખાસ લાભ થાય છે. પરંતુ આ દિવસે કેટલીક વસ્તુઓનું દાન ન કરવું જોઈએ. એમ કરવાથી નુકસાન પણ થાય છે.
- Advertisement -
શરદ પૂનમની તિથિ અને મુહુર્ત
પંચાંગ અનુસાર, આ વર્ષે આસો મહિનાની પૂર્ણિમા તિથિ 16 ઓક્ટોબર, બુધવારે રાત્રે 08:41 કલાકે શરૂ થશે. તે બીજા દિવસે ગુરુવાર, 17 ઓક્ટોબરે સાંજે 04:53 કલાકે સમાપ્ત થશે. એવામાં શરદ પૂર્ણિમાનો તહેવાર 16 ઓક્ટોબરે જ ઉજવવામાં આવશે. શરદ પૂનમના દિવસે સાંજે 5.05 કલાકે ચંદ્રોદય થશે. શરદ પૂનમની રાત્રે ચંદ્રના કિરણોમાં ખુલ્લા આકાશ નીચે ખીર રાખવામાં આવે છે. આ વર્ષે શરદ પૂર્ણિમાના દિવસે ખીર ચંદ્રના પ્રકાશમાં રાખવાનો સમય રાત્રે 08.40 વાગ્યાનો છે. આ સમયથી શરદ પૂર્ણિમાના ચંદ્રમા 16 કલાઓથી સજ્જ થઈને સમગ્ર વિશ્વમાં પોતાના કિરણો ફેલાવશે. પૂજા પછી ખીરને ખુલ્લા આકાશ નીચે રાખી શકાય છે.
ધાર્મિક માન્યતાઓ અનુસાર, શરદ પૂનમનો તહેવાર શારદીય નવરાત્રી ખતમ થયા પછી આવે છે. આ દિવસને હિન્દુ કેલેન્ડરમાં સૌથી ફળદાયી અને સૌથી શુભ દિવસ માનવામાં આવે છે. એવું કહેવાય છે કે આ દિવસે પૂજા કરવાથી ભક્તોને શુભ ફળ ચોક્કસપણે મળે છે. આ દિવસે, ચંદ્ર તેની 16 કલાઓમાં હાજર રહે છે અને તેના કિરણોથી અમૃત વરસે છે.
શરદ પૂનમના દિવસે ન કરો આ વસ્તુઓનું દાન
શરદ પૂનમના દિવસને દાનની દૃષ્ટિએ પણ ખૂબ જ શુભ માનવામાં આવે છે. કહેવાય છે કે આ દિવસે કેટલીક વસ્તુઓનું દાન કરવું ખૂબ જ શુભ હોય છે. પરંતુ કેટલીક એવી વસ્તુઓ છે જેનું આ દિવસે દાન ન કરવું જોઈએ. કહેવાય છે કે આ દિવસે ભૂલથી પણ મીઠાનું દાન ન કરવું જોઈએ. હિન્દુ ધર્મમાં મીઠાને નકારાત્મક ઉર્જાનું પ્રતિક માનવામાં આવે છે. એટલે આ દિવસે મીઠું દાન કરવાથી સમસ્યાઓનો સામનો કરવો પડી શકે છે. આ દિવસે દહીંનું દાન પણ કરવામાં આવતું નથી. કહેવાય છે કે આ દિવસે દહીંનું દાન કરવું શુભ નથી. તેનાથી જીવનમાં કડવાશ અને ખટાશ વધે છે.
શરદ પૂર્ણિમા પર કઈ વસ્તુનું દાન કરવું જોઈએ
શરદ પૂર્ણિમાનો દિવસ ખૂબ જ શુભ દિવસ હોય છે અને આ દિવસે દાન કરવાની મનાઈ નથી. આ દિવસે ખીર ખાવાનું ઘણું મહત્ત્વ છે. આ દિવસે વ્યક્તિએ ખીરનું સેવન કરવું જોઈએ અને તેનું દાન પણ કરવું જોઈએ. આ સિવાય આ દિવસે ચોખા અને ગોળનું પણ દાન કરી શકાય છે.