વિજયનગર સોસાયટીના લોકોએ કલેક્ટરને રજુઆત કરીને રસ્તો ખુલ્લો કરવાની માંગ કરી
ખાસ-ખબર સંવાદદાતા
મોરબીના રવાપર રોડ ઉપર આવેલી વિજયનગર સોસાયટીનો મુખ્ય રોડ બાજુની સોસાયટીના લોકો દ્વારા બંધ કરી દેવામાં આવતા વિજયનગર સહિતની આજુબાજુની સોસાયટીઓના લોકોને અવર-જવર કરવામાં ભારે મુશ્કેલી પડે છે જેથી આ સોસાયટીના લોકોએ કલેકટરને રજુઆત કરીને રસ્તો ખુલ્લો કરવાની માંગ કરી છે.
મોરબીના રવાપર રોડ ઉપર આવેલ વિજયનગર 1, 2 સોસાયટીના લોકોએ કલેકટરને રજુઆત કરીને જણાવ્યું હતું કે, વિજયનગર 1, 2 સોસાયટીના લોકોનો જ્યાંથી છેલ્લા 35 વર્ષથી અવરજવર કરવાનો મુખ્ય માર્ગ છે એ માર્ગ બાજુની સોસાયટીના લોકોએ બંધ કરો દીધો છે જો કે બે વર્ષ અગાઉ પણ આ સોસાયટીનો મુખ્ય રસ્તો બંધ કરો દેવામાં આવ્યો હતો ત્યારે તંત્ર દ્વારા આ રસ્તાને ખુલ્લો કરવામાં આવ્યો હતો પરંતુ હવે ફરી પાછા 10 દિવસ પહેલા આ વિજયનગર સોસાયટીનો રસ્તો બંધ કરી દેવામાં આવતા આ સોસાયટીના લોકો સહિત આજુબાજુની સોસાયટીના લોકોને અવર-જવર કરવામાં ભારે હાલાકી પડે છે અને લોકોને ફરી ફરીને જવું પડે છે જેથી સોસાયટીના લોકોએ કલેક્ટરને રજુઆત કરીને તેમની સોસાયટીનો બંધ કરેલો રસ્તો ખુલ્લો કરવાની માંગ કરી છે.