ઢેબર રોડના (વોર્ડ નં.7 પાર્ટ-14 પાર્ટ-17 પાર્ટ) લાલ બહાદુર હેડ વર્કસ હેઠળ અને વાવડી હેડ વર્કસ હેઠળ આવતા (વોર્ડ નં.11 પાર્ટ,12 પાર્ટ)માં તા. 2 નવેમ્બરે પાણી નહીં મળે
ખાસ-ખબર સંવાદદાતા
ભાદર યોજના આધારીત પાઇપલાઈનમાં એસ.ટી. વર્કશોપ પાસે રેલ્વે ક્રોસિંગમાં ઘણી જ જૂની લીકેજ લાઈન બદલવાની હોય તથા ભાદર ડેમથી રાજકોટ શહેર સુધી આવતી પાઇપલાઇનમાં લીકેજ રીપેરિંગ કરવાની કામગીરી સબબ તા.02.11.2023 ગુરુવારના રોજ ગુરુકુળ હેડ વર્કસ હેઠળ આવતા વિસ્તારો પૈકીના ઢેબરરોડના (વોર્ડ નં.7 પાર્ટ-14 પાર્ટ-17 પાર્ટ) લાલ બહાદુર હેડ વર્કસ હેઠળ આવતા વિસ્તારો (વોર્ડ નં.17 પાર્ટ,18 પાર્ટ) અને વાવડી હેડ વર્કસ હેઠળ આવતા (વોર્ડ નં.11 પાર્ટ,12 પાર્ટ)માં પાણી વિતરણ બંધ રહેશે. જેમાં વાવડી ગામ, વિશ્વકર્મા સોસા., મહમદી બાગ, શકિતનગર, રસુલપરા, બરકાતીનગર, મધુવન સોસા., ગોવિંદરત્નબ, જે.કે.સાગર, વૃંદાવનવાટીકા, આકાર હાઇટસ, પુનિત પાર્ક, અંબિકા ટાઉનશીપ, ભક્તિનગર પ્લોટ, વિજય પ્લોટ, ગોંડલ રોડ, ઢેબર રોડ, લોહાનગર, ઉદ્યોગ નગરસ વાણીયાવાડી, ગાયત્રીનગર, ગોપાલનગર, ગીતાનગર, ભક્તિનગર, ઢોલરીયાનગર, શ્રમજીવી સોસાયટી, કોઠારીયા કોલોની (પાર્ટ), માસ્ટર સોસાયટી (પાર્ટ), મીલપરા (પાર્ટ), મયુર પાર્ક, પુજારા પ્લોટ (પાર્ટ), આનંદનગર (પાર્ટ), મધુરમ પાર્ક, ગુલાબ નગર, અમૃત પાર્કનો સમાવેશ થાય છે.