મોરબી સબ જેલમાં એક મહિનો ચાલેલી યોગ શિબિરનું સમાપન થયું છે. ગુજરાત રાજ્ય યોગ બોર્ડ તથા જેલ સુધારાત્મક વહિવટની કચેરી (ગુજરાત રાજ્ય) ના સહયોગથી નવ ચેતના યોગ શિબિર અંતર્ગત મોરબી સબ જેલમાં 2 ઓક્ટોબર એટલે કે ગાંધી જયંતિથી 31 ઓક્ટોબર સરદાર પટેલ જયંતી સુધી નવ ચેતના યોગ શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું. આ નવચેતના યોગ શિબિરમાં જેલ સ્ટાફ તેમજ બંદીવાન ભાઈઓ-બહેનોને યોગ તાલીમ અને યોગ દ્વારા જીવનમાં ફાયદાની સમજ આપવામાં આવી હતી. આ યોગ શિબિરમાં યોગ ટીચર જીજ્ઞેશભાઈ પંડિત, દિલીપભાઈ કંજારિયા, માધવીબેન વડાવીયા, શ્રુતિબેન વડાવીયા, યોગ કોચ રૂપલબેન શાહ, અંજનાબેન કાસૂન્દ્રા, પાયલબેન લોરિયા તેમજ કોર્ડિનેટર વાલજીભાઈ ડાભીએ સહયોગ આપ્યો હતો. એક માસના યોગ તાલીમ પ્રોગ્રામને સફળ બનાવવા જેલ અધિક્ષક ડી.એમ.ગોહેલ તથા જેલર પી.એમ.ચાવડા અને જેલ સ્ટાફનો પૂરો સહકાર મળ્યો હતો અને જેલ સ્ટાફ તેમજ બંદીવાન ભાઈઓ-બહેનોએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો.
મોરબી સબ જેલમાં એક મહિનો ચાલેલી નવચેતના યોગ શિબિર સંપન્ન
Follow US
Find US on Social Medias