બિસ્માર માર્ગો નવા બનાવવા માટે મુખ્યમંત્રીના ફટાફટ નિર્ણયો
156.70 કીમીની લંબાઈના રસ્તા નવા – પહોળા બનશે: રાજકોટમાં કોઠારીયા – કોટડાસાંગાણી, લોધિકા – ચાંદલી – આણંદપર તથા ઉપલેટા – પાટણવાવ રોડનો સમાવેશ
- Advertisement -
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
ગુજરાત – સૌરાષ્ટ્રમાં માળખાકીય વિકાસ સાથે રોડ નેટવર્ક મજબૂત કરવાના પ્રયાસો થઈ જ રહ્યા છે. મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ દ્વારા રાજકોટ, મોરબી તથા સુરેન્દ્રનગરના 11 રસ્તાઓના 321 કરોડના કામોને મંજુરી આપી છે. રાજકોટ જીલ્લામાં મુખ્યત્વે લોધિકા તથા કોટડાસાંગાણીના રસ્તાઓનો સમાવેશ થાય છે જે મહિલા અને બાળકલ્યાણ મંત્રી ભાનુબેન બાબરીયાના મતવિસ્તાર હેઠળના છે.
આ સિવાય ઉપલેટા-પાટણવાવ રોડ 5.50 મીટરમાંથી પહોળો કરીને 7 મીટર કરવાના 17.80 કરોડના કામોને પણ મંજુરી આપવામાં આવી હતી. મોરબી જીલ્લામાં મોરબી-જેતપર-અણીયાળી-ઘાંટીલા રોડના રીસરફેસીંગ માટે 19 કરોડ, આમરણ-જીવાપર-માણેકવાડા રોડ 7 મીટર પહોળો બનાવવા 20.65 કરોડ, થાનગઢ-મોરથાળા-કાછીયાગાળા રોડ માટે 18 કરોડ, મેસરીયા-આડેપર-વિજયગઢ રોડ માટે 35 કરોડ તથા વાંકાનેર દલડી થાન રોડ માટે 36 કરોડ મંજુર કરવામાં આવ્યા છે.
સુરેન્દ્રનગર જીલ્લામાં સુદામડા, ધાંધલપુર, નાની પાળીયાદ- નાની મોરસળ-ચોટીલા રોડ માટે 30 ક્રોડ, સુદામડા-નાગડકા રોડ માટે 8.50 કરોડ તથા વઢવાણ-ખોલડીયાડ રોડ માટે 83.65 કરોડની રકમ મંજુર કરવામાં આવી છે. રાજય સરકારના સૂત્રોએ કહ્યું કે, ત્રણ જીલ્લાના 156.70 કી.મી. લંબાઈના આ રસ્તાઓ માટે 321.90 કરોડ ફાળવવામાં આવ્યા છે.