શ્રાવણ મહિનો એટલે શિવની ભકિત સાથે વિવિધ તહેવારોની ઉજવણીનો મહિનો છે. આજે તા. 9મીના શુક્રવારે નાની નાગ પાંચમ છે. તા. 10ના શનિવારે નાની રાંધણ છઠ્ઠ છે તથા આ વર્ષે સાતમની બે તિથિ છે. પરંતુ સોમવારે સાતમ સવારના 8 વાગ્યા સુધી જ છે એટલે પંચાંગ પ્રમાણે, જયોતિષના નિયમ મુજબ નાની શીતળા સાતમ તા.11ના રવિવારે ગણાશે.
શ્રાવણ માસમાં આવનારા અન્ય તહેવારોની વિગતો અનુસાર આગામી તા. 16મીના પુત્રદા એકાદશી, તા. 19ના રક્ષાબંધન પર્વ, તા.રરના ગુરૂવારે બોળચોથ, તા. ર3ના શુક્રવારે નાગપાંચમ, તા. ર4ના શનિવારે રાંધણ છઠ્ઠ તથા તા. રપના રવિવારે શીતળા સાતમ તથા તા. ર6મીના સોમવારે નંદ ઘેર આનંદ ભયો જન્માષ્ટમી પર્વ ઉજવાશે તા. 3જી સપ્ટેમ્બરના મંગળવારે શ્રાવણ મહિનાની પુર્ણાહુતિ થશે. તેમ શાસ્ત્રી રાજદીપ જોષી (વેદાંત રત્ન)એ જણાવેલ છે.