ખાસ-ખબર ન્યૂઝ જૂનાગઢ, તા.12
જૂનાગઢ જિલ્લાના પશુપાલકો માટે પશુપાલન ખાતુ ગુજરાત રાજ્ય, જિલ્લા પંચાયત, પશુદવાખાના સંયુક્ત ઉપક્રમે તેમજ વહીવટી તંત્રના માર્ગદર્શન નીચે જિલ્લા કક્ષાની પશુપાલન શિબિર કમ પ્રદર્શનનુ આયોજન જિલ્લા પંચાયત પ્રમુખ હરેશભાઈ ઠુંમરની અધ્યક્ષતામા કરવામાં આવ્યુ હતું.
આ શિબિરમાં જૂનાગઢ, મેંદરડા, વંથલી, વિસાવદર તાલુકના 300થી વધુ પશુપાલકોએ ભાગ લીધો હતો. શિબિરમાં આધુનિક ઢબે પશુપલાન કરવા સફળ પશુપાલનના ચાર મુખ્ય આધાર સ્તંભો પશુપસંદગી, પશુસંવર્ધન, પશુઆરોગ્ય અને પશુપોષણ તથા પશુમાવજતની સાથે પશુપાલનને સફળ બનાવવા સરકારની પશુપાલનની સહાયકારી યોજનાઓ વિશે નાયબ પશુપાલન નિયામક, ડો દિલીપ પાનેરા, મદદનીશ પશુપાલન નિયમાક ડો.એ.પી.ગજેરા, નિવૃત મદદનીશ પશુપાલન નિયામક આર.બી.સાવલીયા, નાયબ પશુપાલન નિયામક ડો.ચિરાગ રાંક, નાયબ પશુપાલન નિયામક ડો.ઉમરેટીયા, નાયબ પશુપાલન નિયામક ડો.અપારનાથી, વગેરે દ્રારા પશુપાલનના ચાર મુખ્ય આધાર સ્તંભો પશુપસંદગી, પશુસંવર્ધન, પશુઆરોગ્ય અને પશુપોષણ તથા પશુમાવજત વિશે નિષ્ણાંતો દ્વારા ઉપસ્થિત પશુપાલકોને વિસ્તૃત માર્ગદર્શન આપવામાં આવ્યુ હતું.