તિરૂપતિ મદ્રાસ કાફે સહિતની 11 ખાણી-પીણીની દુકાનોમાં ખાદ્ય પદાર્થોની ચકાસણી
વન વીક વન રોડ અંતર્ગત રાજકોટ મહાનગરપાલિકાની ફૂડશાખા દ્વારા કોટેચા ચોકથી હનુમાન મઢીચોક સુધીના નિર્મલા રોડ વિસ્તારમાં આવેલા 11 ખાણી પીણા ધંધાર્થીઓને ત્યાં ખાદ્યપદાર્થોની ચકાસણી હાથ ધરવામાં આવી હતી. જે અન્વયે શ્રી હરિ નમકીન, તિરૂપતિ મદ્રાસ કાફે, ગણેશ નમકીન, નસીબ પુરી-શાક, બાલાજી જનરલ સ્ટોર, પ્યાસા શોપિંગ સેન્ટર, બંસી ડેરીફાર્મ, જસ્સી દે પરાઠે, જેબીસી ફૂડ, પાવન મેડીકલ, ગુણા તીર્થ સુપર માર્કેટમાં ચકાસણી હાથ ધરી હતી. ઉલ્લેખનીય છે કે એક પેઢીને લાયસન્સ બાબતે નોટીસ પાઠવવામાં આવી હતી.
- Advertisement -
આ ઉપરાંત કેક એન જોયમાંથી ક્રીમ રોલ, યશ ફાસ્ટ ફૂડમાંથી કૂકિંગ ઓઈલ. જગદીશ સ્વીટ માર્ટમાંથી ગાયનું દૂધ, ફોચ્ર્યુન મિલ્ક એન્ડ મિલ્ક પ્રોક્ટ્સમાંથી પનીર અને બજરંગ ફાસ્ટફૂડમાંથી કૂકિંગ ઓઈલના નમુના લેવામાં આવ્યા હતા.