હાલમાં ૬૧ લીંબડી વિધાનસભા ની પેટાચૂંટણીમાં 14 ઉમેદવારોએ ચૂંટણી જંગમાં ઝંપલાવ્યું છે, ત્યારે આ પેટા ચૂંટણીને નિર્વિઘ્ને સંપન્ન કરવા લીંબડી શહેરમાં મિલિટરીના જવાનો અને પોલીસ વિભાગ દ્વારા વ્યવસ્થાના ભાગરૂપે ફ્લેગ માર્ચ યોજવામાં આવી હતી, જેમાં લીંબડી ડીવાયએસપી ચેતન મુંધવા, અને પીએસઆઇ ઈસરાની ના માર્ગદર્શન હેઠળ સબ પી.એસ.આઇ. નીતાબેન સોલંકી, હરદીપસિંહ ઝાલા, કિરીટસિંહ બોરાણા તેમજ પોલીસ સ્ટાફ પણ જોડાયો હતો, લીંબડી શહેર ના મુખ્ય રસ્તાઓ ઉપર ફ્લેગ માર્ચ યોજાતા લીંબડી વાસીઓ માં આશ્ચર્ય જોવા મળ્યું હતું.

  •  દિપકસિંહ વાઘેલા