ઇ. સ. 960થી 1281ના સમયગાળામાં ચીનમાં રાજાશાહીનું સામ્રાજ્ય હતું. તે વખતે ‘લી તીઆન’ નામના સંત થઇ ગયા. ફટાકડાનો ઉપયોગ તેમના દ્વારા થયો હોય એવી માન્યતા છે. તેમણે નવા વર્ષની ઉજવણી કરવા માટે અને શેતાની શક્તિઓનો નાશ કરવા માટે હુનાન એક નાનકડા ગામ લીયુ યાંગમાં વિસ્ફોટ કર્યો હતો. વાંસની નળીમાં ગન પાઉડર ભરીને વિસ્ફોટ કરવામાં આવ્યો હતો. ચીનમાં દર વર્ષની 18 એપ્રિલે લી-તીઆનના માનમાં ફટાકડાના પ્રણેતા તરીકે ઉજવણી કરવામાં આવે છે. યુરોપિયન લોકો લશ્કરી હેતુમાં ગન પાઉડરનો ઉપયોગ કરતા હતા. તેરમી સદીમાં માર્કોપોલોએ ગન પાઉડરને યુરોપમાં મૂકયો હતો. ઇટાલિયનોએ ગન પાઉડરમાંથી ફટાકડાનું ઉત્પાદન કરવાની શરૂઆત કરી હતી. ઇ. સ. 1777માં અમેરિકાના સ્વાતંત્ર્ય દિનની ઉજવણી સાથે ફટાકડા અમેરિકન કલ્ચરનો ભાગ બન્યા હતા. ફટાકડામાં મુખ્યત્વે પાંચ તત્વો હોય છે. ફટાકડાને સળગવા માટે ઓકિસજનની જરૂર પડે છે. તે માટે ઓકિસડાઇઝરમાં કલોરેટ કે પરકલોરેટ અને નાઇટ્રેટ વપરાય છે. જાકે નાઇટ્રેડ વધુ પ્રમાણમાં વપરાય છે. બીજા ઘટક રિડયુસિંગ એજન્ટ છે તેમાં ગંધક અને કાર્બનનો ઉપયોગ થાય છે. સામાન્ય રીતે બે રિડયુસિંગ એજન્ટ ભેગા હોય છે. તેની અસર વિસ્ફોટકની ગતિ પર થાય છે. ફટાકડા બનાવનારાઓને શરૂઆતમાં અલગ અલગ ટાઈપના ફટાકડા બનાવવા આવડત અને હિંમત બંનેની જરૂર પડી હશે. તેઓએ શોધી કાઢયું કે બંદૂકના દારૂના મોટા કણો ધીમે ધીમે બળે છે, જ્યારે કે બારીક કણોથી મોટો ધડાકો થાય છે.
રોકેટ
- Advertisement -
રોકેટ તૈયાર કરવા વાંસ કે કાગળની લાંબી નળીનો એક છેડો બંધ કરી દેવામાં આવતો અને બંદૂકના દારૂના મોટા કણો ભરવામાં આવતા. એને સળગાવવામાં આવે ત્યારે, ઉત્પન્ન થતો ગેસ ઝડપથી નળીના ખુલ્લા ભાગ તરફથી એને આકાશ તરફ ધકેલતો. પછી ગોળાના સૌથી ઉપરના ભાગમાં બારીક કણો ભરવામાં આવતા, જેથી બધું બરાબર જાય તો ઊંચે ચઢીને ગોળો ફૂટે.
તારામંડળ
તારામંડળમાં ધાતુની સળી પર વિસ્ફોટક મિશ્રણ લપેટવામાં આવે છે. ઓછું સંયોજન એટલે બાઇન્ડર, બાઇન્ડરથી મિશ્રણ ચોક્કસ આકારમાં રાખી શકાય છે. તેમાં મુખ્ય બે ઘટક હોય છે, ડેકસટ્રિન અને શેલેક કે જેને આલ્કોહોલ વડે ભીનું કરાયેલું હોય છે.
- Advertisement -
ફટાકડાંમાં પ્રકાશ કેવી રીતે ઉત્પન્ન કરી શકાય
ફટાકડામાં રંગોની પ્રક્રિયાને બે ભાગમાં ગણાવી શકાય. (1) તપ્તદીપ્ત અને (ર) તાપદીપ્ત. તાપદીપ્ત કે તપ્તદીપી (લ્યુમિસેન્સ) પેદા કરવા માટે અણુમાં રહેલા ઇલેકટ્રોન શક્તિનું શોષણ કરીને ઉત્તેજિત અવસ્થામાં આવે છે જે અસમતોલ અવસ્થામાં હોય છે. જ્યારે તે પોતાની નિમ્ન અવસ્થામાં ફરે ત્યારે તેમાંથી ઊર્જા પ્રકાશના રૂપમાં છૂટી પડે છે. આ પ્રકાશ (ફોટોન)ની ઊર્જા તેની તરંગ લંબાઇને આધારે જાણી શકાય છે. તાપદીપ્ત (ઇનકેન્ડેસેન્સ)માં ઉષ્ણતામાંથી 5્રકાશ પેદા કરવામાં આવે છે. શરૂઆતમાં પ્રકાશનું ઉત્સર્જન થાય છે ત્યાર પછી પારરક્ત, રાતો, નારંગી, પીળો અને શ્વેત 5્રકાશ પેદા થાય છે. હવે જ્યારે ફટાકડાની ઉષ્મા નિયંત્રિત થાય ત્યારે સંયોજનોનો 5્રકાશ, જે તે રંગ સાથે મળીને મોટે પાયે જ્વલનશીલ બને છે. ખાસ કરીને ટિટાનિયમ, એલ્યુમિનિયમ અને મેગ્નેશિયમ વધુ સારી રીતે પ્રકાશિત થાય છે, અને ફટાકડાની અંદરનું ઉષ્ણતામાન ઘણી ઝડપથી વધે છે.
કમ્પ્યૂટરનાં લીધે ફટાકડાના પ્રદર્શનમાં હજુ વધારે સુધારો થયો છે. હાથથી ફટાકડા ફોડવાને બદલે, ટાકિનશિયન ફટાકડા ફોડવાના સમયનું કમ્પ્યૂટરમાં પ્રોગ્રામિંગ કરી શકે છે. જેથી, એ ધારેલા સમયે ફૂટે અને જાઈએ એવું 5્રદર્શન થઈ શકે.
ફટાકડા આંખ અને કાન માટે તથા શ્વાસ માટે નુકસાનકારક છે. વધુ પડતું 5્રદૂષણ ફેલાવે છે. પક્ષીઓ ફટાકડાના અવાજથી ભયભીત બને છે. આ બધી બાબતો યાનમાં રાખીને હવે ઇકોફ્રેન્ડલી ફટાકડા કેલિફોર્નિયાના ડિઝનીલેન્ડમાં ર004થી અમલમાં આવ્યા છે. તેમાં વિસ્ફોટકોને બદલે હવાના દબાણનો ઉપયોગ કરવામાં આવ્યો છે.
દિવાળી પર ફટાકડા આપણે બધા ફોડતા હોઇએ છીએ, પણ ઘણી વાર વિચાર આવતો હોય છે કે બોમ્બ કેવી રીતે ફાટે છે, રોકેટ કેવી રીતે આટલી ઉંચાઇએ જાય છે, કેવી રીતે અલગ અલગ રંગનો પ્રકાશ ફટાકડામાંથી નીકળતો હોય છે. આ ઉપરાંત એવો પ્રશ્ન પણ થવો જાઇએ કે દેશમાં શિવાકાશીમાં જ કેમ સૌથી વધુ ફટાકડા બને છે અને કેવી સ્થિતિમાં બને છે. અહીં આ બધા પ્રશ્ર્નોનાં જવાબ રજૂ કરાયા છે. ફટાકડામાં 5્રકાશ માટે અલગ અલગ 5્રકારનાં રસાયણોનો ઉપયોગ કરવામાં આવે છે. ચોક્કસ રસાયણોનું મિશ્રણ કરવાથી અલગ અલગ રંગ પેદા થાય છે.
લીલા રંગ માટે બેરિયમ નાઇટ્રેટ
ફટાકડામાં લીલા રંગ એટલે કે ગ્રીન પ્રકાશ માટે બેરિયમ નાઇટ્રેટનો ઉપયોગ કરવામાં આવે છે. બેરિયમ નાઇટ્રેટને અકાર્બનિક રસાયણ તરીકે પણ ઓળખાય છે, જે વિસ્ફોટક તરીકે કામ કરે છે. વિસ્ફોટક પદાર્થમાં મિશ્રણ કરતા તે રંગ બદલે છે અને લીલો રંગ પેદા કરે છે.
લાલ રંગ માટે સીઝિયમ નાઈટ્રેટ
ફટાકડામાંથી લાલ રંગની રોશની પેદા કરવા માટે તેમાં સીજિયમ નાઇટ્રેટનો ઉમેરો કરવામાં આવે છે. આ રસાયણને વિસ્ફોટક સાથે ભેળવતા તેનો રંગ લાલ થઇ જાય છે. ત્યારબાદ મિશ્રણને ઠોસ બનાવીને ફટાકડામાં ભરવામાં આવે છે. આગ લગાડતા તેમાંથી લાલ રંગનો પ્રકાશ બહાર આવે છે. આ રસાયણનો ઉપયોગ મોટાભાગે કોઠી અને રોકેટમાં કરવામાં આવે છે.
પીળા રંગ માટે સોડિયમ નાઈટ્રેટ
સોડિયમ નાઇટ્રેટ દેખાવમાં પણ પીળુ જ હોય છે. ફટાકડાનાં વિસ્ફોટક સાથે તેને ભેળવીને એક ઠોસ પદાર્થ તૈયાર કરવામાં આવે છે. તેમાં નાઇટ્રેટનું પ્રમાણ વધારવામાં આવે છે. તેનાથી તેનો રંગ ઘેરો પીળો થાય છે. આજ કારણે આગ લગાડ્યા બાદ તે પીળા રંગનો પ્રકાશ છોડે છે. આ રસાયણનો ઉપયોગ લગભગ દરેક ફટાકડામાં થાય છે. ચકરીમાં તેનો ઉપયોગ વધુ થાય છે.