કુદરતે દરેક વસ્તુનું સર્જન વ્યક્તિની ઉપયોગીતાના આધારે તેના કદ મુજબ કર્યું છે. જો કે મનુષ્યએ વિજ્ઞાન અને ટેકનોલોજીની મદદથી કલ્પના પણ ન કરી શકાય તેવા નાના કદની ચીજ વસ્તુઓનું નિર્માણ કર્યું છે. એટલું જ આ તમામ ચીજો ઉપયોગમાં પણ લઈ શકાય તે રીતે તેમાં ફીચર પણ ઉમેરવામાં આવ્યા છે. તો જોઈએ આવી વિશ્ર્વની 5 ટચુકડી વસ્તુઓ વિશે…
ચોખાના દાણા કરતાં પણ નાનું કોમ્પ્યુટર
- Advertisement -
માર્ચ 2018ની શરૂઆતમાં આઈબીએમ એ એક નાનું કોમ્પ્યુટર બનાવ્યું હતું. જેની સાઈઝ 1 એમએમ હતી જે નમકના દાણા કરતાં પણ નાની હતી. જે પછી જૂન 2018માં મિશિગન યુનિવર્સિટીના વૈજ્ઞાાનિકોએ દુનિયાનું સૌથી નાનું કોમ્પ્યુટર બનાવ્યું હતું. જેની સાઈઝ હતી 0.3 મિલીમીટર. તેની તસ્વીર જાહેર કરવામાં આવી હતી. જેમાં તેને ચોખાના દાણાની બાજુમાં રાખવામાં આવ્યું છે. આ કોમ્પ્યુટરનું ન મિશિગન માઈક્રો મોટે રાખવામાં આવ્યું છે.
ક્રેડીટ કાર્ડ કરતાં પણ નાનો મોબાઈલ
યૂનાઈટેડ કિંગડમની કંપની કિકસ્ટાર્ટરે વિશ્વનો સૌથી નાનો ફોન લોન્ચ કર્યો છે. જેનું નામ છે ઝોન્કો ટાઈની ટી-વન. આ ટચુકડા ફોનની સાઈઝ ક્રેડિટ કાર્ડ કરતાં પણ નાની છે. જો કે આ ફોન ફીચર ફોન છે અને તે 2જી નેટવર્ક પર કામ કરે છે. તેમાં 200ળઅવની બેટરી આપવામાં આવી છે, જે 180 કલાકનો ટોકટાઇમ આપે છે. ફોનનું વજન માત્ર 13 ગ્રામ છે અને તેમાં 0.49 ઈંચની ડિસ્પ્લે આપવામાં આવી છે. તેમાં 32 જીબીનું ઇનબિલ્ટ સ્ટોરેજ અને 32 એમબી રેમ આપવામાં આવી છે.
રેતીના દાણા જેવડો કેમેરા
OmniVision OV6948 નામના કેમેરાનું વિશ્વના સૌથી નાના કેમેરા તરીકે ગિનીઝ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં નામ દર્જ કરવામાં આવ્યું છે. તેની સાઈઝ રેતીના દાણા જેટલી છે. ઓમની વિઝન ટેક્નોલોજીએ આધુનિક ઈમેજિંગ સોલ્યુશન તૈયાર કર્યું છે. તેની સાથે જ આ કંપનીનું નામ વિશ્વની સૌથી નાની ઈમેજ સેન્સર બનાવવાનો પણ રેકોર્ડ ધરાવે છે. તેના ઈમેજ સેન્સરની સાઈઝ 0.575 મિલીમીટર ડ્ઢ 0.575 મિલીમીટર છે.
- Advertisement -
માત્ર 17 ગ્રામ વજનનું ડ્રોન
SKEYE Nano 2 FPV નામના આ ડ્રોનનું વજન માત્ર 17 ગ્રામ છે. તેને તમે તમારા સ્માર્ટફોન સાથે લિંક કરી શકો છો અને રીઅલ ટાઇમ સ્ટ્રીમિંગ કરી શકો છો. આ ડ્રોનની મદદથી એરિયલ શોટ પણ લઈ શકો છો. આ ઉપરાંત આ ડ્રોનમાં 6 એક્સિસ કંટ્રોલ અને એલઈડી લાઇટ પણ આપવામાં આવી છે. તેમાં વાઈફાઈ સપોર્ટ પણ આપવામાં આવ્યું છે. આ ડ્રોનની કિંમત 42 હજાર રૂપિયા છે.
1 ઈંચની સ્ક્રીન ધરાવતું લેપટોપ
પોલ ક્લિંગર નામના અમેરિકન આઈટી એન્જિનિયરે આ લેટોપ બનાવ્યું છે. જેને વિશ્વનું સૌથી નાનું લેપટોપ માનવામાં આવે છે. આ લેપટોપ માત્ર 85 ડોલર એટલે કે 6 હજારના ખર્ચે તૈયાર કરવામાં આવ્યું છે. આ અનોખા લેપટોપની સ્ક્રીન માત્ર 1 ઈંચ છે અને તેનું ડિસ્પ્લે 0.96 સેન્ટીમીટર છે. આ લેપટોપને ’થિન્ક ટાઈની’ નામ આપવામાં આવ્યું છે.