અબડાસા પેટા ચૂંટણી ના પ્રચાર પ્રસંગે આજે સાંજે નખત્રાણા તાલુકા ના લુડબાય ગામે અપક્ષ ઉમેદવાર હાજી ઈબ્રાહીમ હાલેપોત્રા ના સમર્થન માં વિશાળ સભા નું આયોજન કરવા માં આવ્યો હતો,જેમાં લુડબાય જૂથ ગ્રામ પચાયત તથા આજુ બાજુ ના ગામો માંથી મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા,લોકો એ ઈબ્રાહીમ હાલેપોત્રા જ્યારે કરછ સુન્ની હિતરક્ષ સમિતિ ના પ્રમુખ હતા ત્યાર થી ગરીબ લોકો સાથે હમેશા સાથ સહકાર આપ્યો,હતો તે કામગીરી ને યાદ કર્યો હતો, અનેહાજી ઈબ્રાહીમ ની ત્રણ વર્ષ ની સેવા ને બિરદાવ્યો હતો હાજી ઈબ્રાહીમ, એ બી. જે.પી અને કોંગ્રેસ પર સાબધિક પ્રહાર કર્યા હતા,અને કોંગ્રેસ અને ભાજપ, બને સગી બહેનો છે, બને લોકો ના હિત માટે કામ નથી કરતી, વોટ લઈ જઈ ઘરે બેસી રહે છે,હોસ્પિટલમાં સ્ટાફ નથી,સ્કૂલો માં પુરા શિક્ષક નથી, મુસ્લિમ અને દલિતો ના ગામો માં આરોગ્ય, અને શિક્ષણ લથડતિ હાલત માં જોવા મળી રહ્યો છે, તેવા ભાજપ,અને કોંગ્રેસ પર પ્રહાર કર્યા હતા, અને આ ફેરે અપક્ષ ઉમેદવાર ને કપ રકબીના નિશાન પર વોટ આપી જંગી બહુમતી થી જીતાડવા અપીલ કરી હતી, અને સભા માં ઉપસ્થિત લોકો એ બને હાથ ઊંચા કરી હાજી ઈબ્રાહીમ હાલેપોત્રા ને સમર્થન આપ્યો હતો, સભા બાદ પત્રકારને ઇબ્રાહીમભાઇ હાલેપોત્રા એ જણાવ્યું હતું કે હું લોકોનો વિશ્વાસ જીતી અને અબડાસા વાસીઓ મને તેમનો પવિત્ર મત આપીને વિજય બનાવશે એવી મને આશા છે જંગી સભા માં મોટી સંખ્યા માં લોકો હાજર રહ્યા હતા,જેમાં અપક્ષ ઉમેદવાર હાજી ઈબ્રાહીમ હાલેપોત્રા,તેમજ બહુજન સમાજ વાદી પાર્ટી ગુજરાત પ્રદેશ ના મહા સચિવ કિશોર ભાઈ કોચરા, કરછ જિલ્લા બહુજન સમાજ વાદી પાર્ટી ના પ્રમુખ,લખુભાઈ વાઘેલા,તેમજ ઇરફાનભાઇ હાલેપોત્રા, જુસબછા બાવા,હુસેન ભાઈ પારા, તેમજ લુડબાય ના સામાજિક કાર્યકર જબબાર જત, વ્હાબ મજીદ,હાજી ઇશાક જત,હાજી હયાતજત,દુહલા જત,સાજન ભટી, અલ્લાનાં ભટી,જાકર જત, તેમજ મોટી સંખ્યા માં હાજી ઈબ્રાહીમ હાલેપોત્રા નાંસમર્થન,માં કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા.

રિપોર્ટર : સૈયદ રજાકશાહ ટોડીયા (કચ્છ)