બોટાદ જિલ્લા પોલીસ દ્વારા પોલીસ સંભારણા દિવસની ઉજવણીના ભાગ રૂપે આજ રોજ તા.૨૫/૧૦/૨૦૨૦ ના રોજ સવારે પોલીસ અધિક્ષકશ્રીની કચેરી બોટાદ ખાતેથી એકતા દોડનું આયોજન કરવામાં આવેલ હતું
આ એકતા દોડમાં જિલ્લા પોલીસ વડા શ્રી હર્ષદ મહેતા સાહેબ, પો.સ.ઈન્સ.શ્રી બોટાદ પો.સ્ટે. આર.બી.કરમટીયા અને રી.પો.સ.ઈન્સ. પો.હેડ ક્વાર્ટર શ્રી એ.જી.મકવાણા નાએા તેમજ બોટાદ પોલીસ સ્ટેશન, પોલીસ હેડ ક્વાર્ટર અને જિલ્લાના તાલીમાર્થીએાએ ભાગ લીધો હતો, અને આ એકતા દોડ બોટાદ શહેરના મુખ્ય માર્ગો પર કરવામાં આવી હતી.
આ એકતા દોડની સાથોસાથ દશેરાના પ્રસંગે બોટાદ પોલીસ લાઈનમાં આવેલ ત્રિમૂર્તિ માતાજીના મંદિરના પ્રાંગણમાં પરંપરાગત રીતે આયોજીત શસ્ત્ર પુજન કાર્યક્રમ પણ આયોજીત કરવામાં આવેલ હતો, જેમાં જિલ્લા પોલીસ વડા શ્રી હર્ષદ મહેતા સાહેબ, પો.ઈન્સ. એસ.એા.જી. શ્રી એચ.આર.ગોસ્વામી, પો.ઈન્સ. મહિલા પો.સ્ટે. શ્રી આર.એમ.ચૈાહાણ, પો.સ.ઈન્સ.બોટાદ પો.સ્ટે. શ્રી આર.બી.કરમટીયા, પો.સ.ઈન્સ. એમ.ટી. શાખા શ્રી ડી.ટી.પરમાર, રી.પો.સ.ઈન્સ. પો.હેડ ક્વા. બોટાદ શ્રી એ.જી.મકવાણા સહિત બોટાદ જિલ્લા પોલીસના જવાનો સામેલ થયા હતા.
શસ્ત્રપુજનના આ કાર્યક્રમમાં જિલ્લા પોલીસની આર્મરર શાખામાંથી દરેક પ્રકારના હથિયારો બહાર નિકાળી તેનું શાસ્ત્રીય રીતે જિલ્લા પોલીસ વડા શ્રી હર્ષદ મહેતા નાએાના હસ્તે પુજન કરવામાં આવેલ હતું.