વિમાન દુર્ઘટનામાં તમામ યાત્રીઓમાંથી માત્ર એક જ યાત્રી બચ્યો હોય એવી આ પ્રથમ ઘટના નથી, આ અગાઉ પણ વિમાન દુર્ઘટનામાં કેટલાક લોકોનો ચમત્કારિક બચાવ થયો છે
ગુજરાતીમાં એક કહેવત છે કે, રામ રાખે એને કોણ ચાખે? આ કહેવત હમણાં જ એક વિમાન દુર્ઘટના દરમિયાન સાચી ઠરી છે. ભયાનક વિમાન અકસ્માતમાં મોટાભાગે મુસાફરો માટે બચવું મુશ્કેલ બની જાય છે. જોકે કેટલાક મુસાફરો ચમત્કારિક રીતે બચી જાય છે. આવી જ એક વિમાન દુર્ઘટના ભારતના અમદાવાદમાં બની છે. બે દિવસ પૂર્વે અમદાવાદથી લંડનના ગેટવિક જઈ રહેલું એર ઈન્ડિયાનું બોઈંગ 787 ડ્રીમલાઈનર વિમાન AI-171 ટેકઓફ થયા પછી તરત જ ક્રેશ થઈ ગયું. આ વિમાન દુર્ઘટનામાં 242 યાત્રીઓમાંથી માત્ર એક જ મુસાફર બચી ગયો, જેનું નામ વિશ્વાસકુમાર છે. વિશ્વાસકુમાર દીવનો NRI છે અને હાલ હોસ્પિટલમાં તેમની સારવાર ચાલી રહી છે. અહીં ખાસ ઉલ્લેખનીય છે કે, વિમાન દુર્ઘટનામાં તમામ યાત્રીઓમાંથી માત્ર એક જ યાત્રી બચ્યો હોય એવી આ પ્રથમ ઘટના નથી. આ અગાઉ પણ વિમાન દુર્ઘટનામાં કેટલાક લોકોનો ચમત્કારિક બચાવ થયો છે, તે લોકો અને ઘટનાની માહિતી મેળવીએ.
- Advertisement -
જુલિયન કોએપકે: 24 ડિસેમ્બર 1971ના રોજ એક હવાઈ અકસ્માત થયો હતો. જેમાં ફક્ત એક જ છોકરી બચી, જે છોકરીનું નામ જુલિયન કોએપકે હતું. જ્યારે કઅગજઅ ફ્લાઈટ 508, લોકહીડક-188અ ઈલેક્ટ્રા ટર્બોપ્રોપ એમેઝોન જંગલમાં ક્રેશ થયું ત્યારે જુલિયન કોએપકે માત્ર 17 વર્ષની હતી. આ સ્થાનિક ફ્લાઈટ લિમાના જોર્જ ચાવેઝ આંતરરાષ્ટ્રીય એરપોર્ટથી ઈક્વિટોસના કોરોને લઋઅઙ ફ્રાન્સિસ્કો સેકાડા વિગ્નેટા આંતરરાષ્ટ્રીય એરપોર્ટ જવાની હતી. ફલાઈટ ટેકઓફના 25 મિનિટ પછીવિમાન વાવાઝોડામાં અટવાઈ ગયું. દરમિયાન વિમાનની જમણી પાંખ પર વીજળી પડી અને તે નીચે પડી ગયું. બધા યાત્રીઓ મૃત્યુ પામ્યા પણ જુલિયન કોએપકે બચી ગઈ.
વેસ્ના વુલોવિક: આ વિમાન અકસ્માત 26 જાન્યુઆરી 1972ના રોજ થયો હતો. ઉંઅઝ યુગોસ્લાવ એરલાઈન્સની ફ્લાઈટ 367એ સ્ટોકહોમ સ્વીડનથી બેલગ્રેડ યુગોસ્લાવિયા જઈ રહી હતી ત્યારે વિમાન હવામાં જ વિસ્ફોટ થયું અને ચેકોસ્લોવાકિયામાં ક્રેશ થયું. આ ઘટનામાં 27 લોકો માર્યા ગયા પણ ફ્લાઈટ એટેન્ડન્ટ વુલોવિક એકમાત્ર બચી ગઈ હતી. તે પેરાશૂટ વિના 10160 મીટર ઉપરથી પડી ગઈ. તેના નામે સૌથી વધુ ઊંચાઈએ પડીને બચી જવાનો ગિનિસ વર્લ્ડ રેકોર્ડ છે. અકસ્માત પછી વુલોવિક કોમામાં હતી. તેને મલ્ટીપલ ફ્રેક્ચર થયા હતા, કમરથી નીચે લકવાગ્રસ્ત થઈ ગઈ હતી પરંતુ આખરે સંપૂર્ણપણે સ્વસ્થ થઈ ગઈ હતી.
જ્યોર્જ લેમસન જુનિયર: 21 જાન્યુઆરી 1985ના રોજ એક ભયાનક અકસ્માત થયો હતો. ગેલેક્સી એરલાઈન્સ ફ્લાઈટ 203 અકસ્માતમાં એકમાત્ર બચી ગયેલી વ્યક્તિ જ્યોર્જ લેમસન જુનિયર છે.તેમણે કહ્યું કે, 1985માં જ્યારે હું 17 વર્ષનો હતોત્યારે નેવાડાના રેનોમાં એક ચાર્ટર એરલાઈનરમાં સવાર હતો, જે ટેકઓફ પછી તરત જ ક્રેશ થયું હતું. તેમાં 70 લોકો માર્યા ગયા હતા. ગેલેક્સી એરલાઈન્સ ફ્લાઈટ 203 21 જાન્યુઆરી 1985ના રોજ રાત્રે 1 વાગ્યા પછી રેનોમાં એક ખેતરમાં ક્રેશ થયું હતું. સદનસીબે હું એકલો બચી ગયો હતો.
સેસિલિયા સિચન: નોર્થવેસ્ટ એરલાઈન્સ ફ્લાઈટ 255ની દુર્ઘટના 16 ઓગસ્ટ 1987ના રોજ થઈ હતી. જ્યારે નોર્થવેસ્ટ એરલાઈન્સ ફ્લાઈટ 255 રોમ્યુલસમિશિગનથી ફોનિક્સ એરિઝોના જઈ રહી હતી ત્યારે સેસિલિયા સિચન માત્ર4વર્ષની હતી. આ વિમાન દુર્ઘટનામાં 156 લોકો મૃત્યુ પામ્યા હતા. સિચનના માતાપિતા અને તેનો 6 વર્ષનો ભાઈ પણ મૃતકોમાં હતા. અમેરિકાના ઈતિહાસમાં આ બીજો સૌથી ભયંકર વિમાન અકસ્માત હતો. દુર્ઘટના પછી સિચન કાટમાળમાં ફસાઈ ગઈ હતી. તેને ફ્રેક્ચર થઈ ગયેલા અને ગંભીર રીતે દાઝી ગઈ હતી. અકસ્માત પછીએક અગ્નિશામક દળના જવાને ચીસો સાંભળીને તેને શોધી કાઢી અને તેને કાટમાળમાંથી બહાર કાઢી બચાવી લીધી હતી.
જીમ પોલ્હિંકે: કોમેર ફ્લાઈટ 5191નો અકસ્માત 27 ઓગસ્ટ 2006ના રોજ થયો હતો, જેમાં કોમેર ફ્લાઈટ 5191ના કો-પાયલટ એકમાત્ર વ્યક્તિ બચી ગયા હતા. આ વિમાન લેક્સિંગ્ટનમાં ક્રેશ થયું હતું અને 49 લોકો માર્યા ગયા હતા. આ અકસ્માતમાં જીમ પોલ્હિંકે એકમાત્ર બચી ગયો હતો.
- Advertisement -
બહિયા બકર: યેમેનિયા ફ્લાઈટ 626નો અકસ્માત 30 જૂન 2009ના રોજ થયો હતો. આ અકસ્માતમાં એકમાત્ર વ્યક્તિ બહિયા બકરબચી ગઈ હતી. આ વિમાન યમનથી દક્ષિણ આફ્રિકાના કોમોરોસ જવા માટે ઉડાન ભરવાનું હતું. આ વિમાન ગ્રાન્ડ કોમોરના દરિયાકાંઠે લગભગ 15 કિલોમીટર દૂર હિંદ મહાસાગરમાં ક્રેશ થયું. આ વિમાન દુર્ઘટનામાં વિમાનમાં સવાર 152 લોકો મૃત્યુ પામ્યા. તે જ સમયે ફ્રાન્સની 12 વર્ષની છોકરી બકરબચી ગઈ. તેણીને તરવાનું બહુ ઓછું આવડતું હતું. તેણી પાસે કોઈ લાઈફ જેકેટ નહોતું અને તે ફક્ત ક્રેશ થયેલા વિમાનના કાટમાળ સાથે ચોંટી રહી હતી. તે 9 કલાક સુધી સમુદ્રની વચ્ચે તરતી રહી. બાદમાં તેણીને એક ખાનગી માલિકીના જહાજ દ્વારા બચાવી લેવામાં આવી હતી.
રુબેન વાન અસોઉ: 12 મે 2010ના રોજ આફ્રિકિયા એરવેઝની ફ્લાઈટ 771 ક્રેશ થઈ ગઈ. લીબિયાના ત્રિપોલીમાં થયેલા વિમાન દુર્ઘટનામાં નેધરલેન્ડનો 9 વર્ષનો રુબેન વાન અસોઉ બચી ગયો. દક્ષિણ આફ્રિકાના જોહાનિસબર્ગથી ત્રિપોલી પહોંચ્યા પછી વિમાનમાં વિસ્ફોટ થયો. વિસ્ફોટ બાદ વિમાન સંપૂર્ણપણે ચકનાચૂર થઈ ગયું. તે દિવસે વિમાનમાં 103 લોકો સવાર હતા. વિમાનના કાટમાળમાંથી મળી આવેલો એકમાત્ર નાનો છોકરો બચી ગયો હતો. તેના પગ તૂટી ગયા હતા અને તે શરીરના ભાગો ખસેડી શકતો ન હતો. આ અકસ્માતમાં તેના માતાપિતા બંનેનું મૃત્યુ થયું હતું.