સવારે 6.20 મિનિટે કપાટ ખુલતા જ પંચમુખી ડોલીનો પ્રવેશ: મંદિર 20 કિવન્ટલ ફુલોથી સજાવાયુ
પ્રથમ વખત ટાઈમ સ્લોટ-પાસ: તા.30 એપ્રિલ સુધી રજીસ્ટ્રેશન બંધ: ઉતરાખંડના ચાર જુલાઈએ હિમતોફાનનું એલર્ટ
- Advertisement -
ભારતમાં સૌથી વધુ મહત્વ ધરાવતી ચારધામ યાત્રાને વધુને વધુ સુરક્ષિત બનાવવા માટે તૈયારી થઈ ગઈ છે. આજથી બાબા કેદારનાથ ધામના કપાટ ખુલી જશે. ગઈકાલે ભારે વરસાદ વચ્ચે પંચમુખી ડોલી કેદારનાથ પહોંચી હતી અને કેદારનાથ બાબાના મંદિરને 20 કિવન્ટલ ફુલોથી શણગારવામાં આવ્યું હતું જયારે હવે આગામી છ માસ સુધી ચારધામ યાત્રાનો પ્રારંભ થશે.
મંદિરમાં બાબા પંચમુખીની મૂર્તિ મંદિરમાં બિરાજમાન થઈ છે. યાત્રાઓના ધસારાથી હવે તા.30 એપ્રિલ સુધી રજીસ્ટ્રેશન કાઉન્ટર બંધ રહેશે અને પ્રથમ વખત 1-1 કલાકના સ્લોટમાં દર્શનાર્થીઓને ટોકન અપાવ્યા છે પણ આજે કેદારધામના કપાટ ખુલે તે પુર્વેજ આ ક્ષેત્રમાં ભારે હિમવર્ષા પણ થઈ છે અને ખરાબ હવામાનથી યાત્રા માર્ગમાં અનેક વિધ્નો સર્જાશે તેવો ભય છે.
जय बाबा केदार !
- Advertisement -
पूर्ण विधि-विधान से श्री केदारनाथ धाम के कपाट खुलते हुए।#CharDhamYatra2023 #kedarnathdham@narendramodi@JPNadda@AmitShah@rajnathsingh@dushyanttgautam@PMOIndia@BJP4India pic.twitter.com/cEKVMXAreQ
— Pushkar Singh Dhami (@pushkardhami) April 25, 2023
સમગ્ર કેદારધામ અને યાત્રામાર્ગ પર બરફ છવાઈ ગયો છે. છેલ્લા ત્રણ દિવસથી અહી ભારે હિમવર્ષા ચાલુ છે તો ચંદીગઢ સ્થિત જીઓઈન્ફોમેટીક રીસર્ચ એસ્ટાબ્લીસમેન્ટએ હવે આ ક્ષેત્રમાં હિમપ્રપાતથી યલ્લો વોર્નિંગ જાહેર કરી છે. સમગ્ર ચમોલી જીલ્લા ઉપરાંત રૂદ્રપ્રયાગ સહિત ઉતરાખંડમાં હવામાન ખરાબ રહેવાની ધારણા છે અને સમગ્ર રૂટને ‘સાવચેતી’ સાથે પસાર કરવા ચેતવણી આપવામાં આવી છે.
જો કે સ્ટેટ ડિઝાસ્ટર રીસ્પોન્સ ફોર્મ તથા જીલ્લા તંત્ર સહિતની એજન્સીઓ કેટલાક ‘ખતરનાક’ પોઈન્ટ નકકી કરી ત્યાં વધારાની સુરી વ્યવસ્થા કરાઈ છે તથા માર્ગ પર એક સાથે એકજ વ્યક્તિને પસાર થવા દેવામાં આવે છે. કેદારનાથમાં રાત્રીનું તાપમાન ઘટીને માઈનસ ચાર ડિગ્રી સેલ્સીયસ નોંધાયું છે. જેના કારણે કાતિલ ઠંડીનો પણ અનુભવ થઈ રહ્યો છે અને રોજબરોજની સ્થિતિ બાદ યાત્રાને આગળ ધપવા અંગે મંજુરી અપાઈ છે. યાત્રાધામ કમીટીએ તા.30 એપ્રિલ સુધી કોઈ બુકીંગ નહી કરવા તથા યાત્રીકો તેમની પાસે રહેવાથી કન્ફર્મ વ્યવસ્થા હોય તો જ યાત્રામાં આગળ વધવા વિનંતી કરી છે.
ચારે તરફ બરફ છવાયો…
કેદારધામ યાત્રાના પ્રારંભ સાથે જ અહીના ચાર જીલ્લાઓમાં ભારે હિમવર્ષાથી ગૌરીકુંડ અને કેદારધામ યાત્રા માર્ગ પર બરફની ચાદર છવાઈ ગઈ છે અને ડિઝાસ્ટર મેનેજમેન્ટ સંસ્થાએ પરીસ્થિતિને ચિંતાજનક ગણાવી હતી.