પુરાવા-ઑડિયો સાથેનાં અહેવાલ બાદ પણ આજી ડેમ પોલીસને કે ACP – DCPને કાર્યવાહી કરવામાં રસ નથી!
ખાસ ખબર સંવાદદાતા
- Advertisement -
1.મીડિયા બહુ-બહુ તો સ્ટિંગ કરી આપે, પુરાવાઓ આપે હવે રેઈડ પણ શું મીડિયા જ કરી આપે?
2.રાજકોટ પોલીસને છાપ સુધારવામાં શું રસ જ નથી?: આટઆટલાં પુરાવાઓ આપ્યા પછી પણ પોલીસે માત્ર બે-ચાર કલાક દેશી દારૂની ક્લબ બંધ કરાવી, સવારે ફરી ચાલું થઈ ગઈ!
3.નિર્લિપ્ત રાયની નિમણુંક પછી સ્ટેટ મોનિટરિંગ સેલમાં નવા પ્રાણ ફુંકાયા છે: વિજિલન્સની ટીમ રાજકોટમાં એકાદ આંટો મારે તે જરૂરી
- Advertisement -
4.દારૂની આવી દેશી ક્લબો ચલાવવા જ દેવી હોય તો પછી સારી ક્વૉલિટીનાં ઈંગ્લિશ દારૂનાં બાર માટેની પરમિશન જ આપી દો, જેથી લોકોનું સ્વાસ્થ્ય પણ ન બગડે
5.અગાઉ ‘ખાસ-ખબર’નાં સ્ટિંગ પછી પણ દારૂ-જુગારનાં અડ્ડા પર કાર્યવાહી થઈ ન હતી, છેવટે સ્ટેટ વિજિલન્સની રેઈડ આવી અને સિટી પોલીસનું નાક કપાયું: આ વખતે પણ શું આજી ડેમ પોલીસ આવું જ ઝંખે છે?