શહેરમાં વરસાદ સમયે થતી ખોદવાની કામગીરીથી લોકો ત્રસ્ત
ગીરીરાજ સોસાયટીમાં મનપાની ગાડી ખાડામાં ફસાઈ ગઈ
- Advertisement -
ભવનાથમાં ત્રણ મહિના પેહલા બનેલો રોડ ફરી બનાવ્યો
ખાસ-ખબર ન્યૂઝ જૂનાગઢ, તા.29
જૂનાગઢ શહેરમાં છેલ્લા ઘણા વર્ષોથી મહાનગર પાલિકા દ્વારા દે…ધાનધાન આડેધડ કામગીરી થતી હોવાનું જોવા મળી રહ્યું છે જેના લીધે શહેરીજનો આવી આડેધડ કામગીરીથી ત્રસ્ત બન્યા છે. જ્યાં જુવો ત્યાં ગટર, પાણી લાઈન અને ગેસ લાઈન સહીત કામગીરી થઇ રહી છે પણ ફરી રસ્તા રીપેર થતા નથી જેના લીધે વાહન ચાલકો અને રાહદારીઓ ભારે હાલાકીનો સામનો કરી રહ્યા છે. એક તરફ વરસાદી માહોલ જામ્યો છે અને બીજી તરફ મનપા દ્વારા રોડ રસ્તાને ખોદવા અને બનવવાની કામગીરી ચાલી રહી છે. હજુ આગામી દિવસોમાં ભારેથી અતિ ભારે વરસાદ પાડવાની આગાહી કરવામાં આવી છે એવા સમયે શહેરમાં જો કામગીરી વેહલી ટકે પૂર્ણ નહિ થાય શહેરની હાલત વધુ કફોડી બનશે.ભવનાથ તળેટી વિસ્તારમાં ગિરનાર આરોહણ અવરોહણ સ્પર્ધા સમયે મંગલનાથ બાપુની જગ્યાથી ગિરનાર સીડી સુધી રસ્તો બન્યો એને ત્રણ મહિના થયા હતા પણ સ્પર્ધાને લીધે સિમેન્ટ રોડ પાણી પૂરું નહિ મળતા અને વરસાદ અને વાહનોની અવર જ્વરના લીધે રસ્તા પર ખાડા પડી ગયા હતા હવે તે રસ્તો ફરી બનાવવાનો શરુ કરવામાં આવ્યો છે આમ સમય અને નાણાનો વેડફાટ થઇ રહ્યો તેમ લોકો કઈ રહ્યાં છે.એજ રીતે નવા નાગરવાડા રોડ ચૂંટણી પહેલા બનેલ રોડ પર હાલ કાંકરી દેખાવા લાગી છે. જયારે વોર્ડ નંબર પાંચમાં અણ આવડત ધરાવતા અધિકારીઓ દ્વારા આઠ મહિના પહેલા બનેલા સિમેન્ટ રોડમાં એક વખત રીપેરીંગ કામ કરવામાં આવ્યું છે અને હાલ એજ સિમેન્ટ રોડ પર સિમેન્ટની એક લહેર ફરી ચડાવવામાં આવી રહી છે. તથા દ્વારકા પુરી સોસાયટીમાં 8 મહિનાથી મેઈન રોડને ખોદવાનું કામ કર્યું છે પણ હજુ સિમેન્ટ રોડ નું કામ સરુ થયેલ નથી.
- Advertisement -
શહેરના અનેક વિસ્તારોમાં જે રીતે કામગીરી થઇ રહી છે તેને જોતા એવું લાગે છે કે, ચોમાસુ જામશે ત્યારે શહેરીજનોની હાલત એવી થશે કે, ઘરની બહાર નીકળવું મુશ્કેલ બની જશે ત્યારે કેહવાય છે ને કે, જે ખાડો ખોદે તેજ પડે આવુજ કંઈક મહાનગર પાલિકાની ગાડી સાથે થયું છે ગત રાત્રીના મનપાની એક ગાડી ગિરિરાજ સોસાયટી વિસ્તારમાંથી પસાર થઇ હતી ત્યારે તે રોડને ખોદી નાખવામાં આવ્યો હતો અને વરસાદ પડતા મનપાની ગાડી ખુંપી ગઈ હતી અને ટ્રેકટરની મદદથી એ ગાડીને બહાર કાઢવામાં આવી હતી.તેમજ ઉપરકોટ અને સુખનાથ થી જેલ રોડ પર રસ્તો બનાવવાની કામગીરી કરવામાં આવી રહી છે જો આગામી દિવાસોમાં પાંચ ઇંચ જેટલો ધોધમાર વરસાદ વરસેતો એ રોડ પણ તૂટી જવાની સંભાવના છે એજ રીતે મંડાવી ચોક થી ઢાલરોડ રોડ પર પાઇપ લાઈન નાખવા માટે રોડ તોડયો છે જયારે ભારે વરસાદ પડશે એટલે પાઇપ લાઈન સહીત માંટી ઉખેડીને ફેંકી દેશે ત્યારે લોકોની હાલાકી વધી જશે.
શહેરના વોર્ડમાં જાત નિરીક્ષણ કરવા વિપક્ષ નેતાની માંગ
જૂનાગઢ શહેરમાં ઠેર-ઠેર આડેધડ રસ્તાઓનું ખોદકામ ચાલી રહ્રયું છે. થોડા સમયમાં જ વરસાદ આવશે એટલે ત્યાર બાદ શહેરીજનોની હાલત કફોડી થાય તેવી પૂરી શકયતા છે. આ મુદ્દે વિપક્ષ કોંગ્રેસ દ્વારા મેયર સહિતના મહાનગરપાલિકાના પદાધિકારીઓ અને કમિશનર સહિતના અધિકારીઓ પાસે સમયમાંગી ટેકસ ભરતા લોકોની મુશ્કેલી સમજવા માટે એકથી પંદર વોર્ડની વોર્ડવાર રૂબરૂ મુલાકાત લેવા માટેનો અનુરોધ કરાવામાં આવ્યો છે અને વોર્ડનું જાત નિરિક્ષણ થશે તો જ લોકોની પિડા જાણી શકાશે. તેમ વિપક્ષ નેતા લલીત પરસાણાએ મનપાને પત્ર લખી માંગ કરી છે.