મૂર્તિ વિસર્જન માટે ભવનાથ ખાતે ખાસ કુંડ તૈયાર કરવામાં આવ્યો
ખાસ-ખબર ન્યૂઝ જૂનાગઢ, તા.4
આગામી ગણેશ મહોત્સવ તૈયારીઓ શરુ થઇ ગઈ છે ત્યારે આ ઉજવણી શહેરીજનો દવારા ઘર શેરી, મહોલ્લા, સોસાયટીઓમાં ભગવાન શ્રીગણેશની સ્થાપનાં કરવામાં આવે છે. જૂનાગઢ મહાનગર પાલિકા દ્વારા શહેરના શ્રઘ્ધાળુઓની ધાર્મિક લાગણીને ધ્યાને લઈ ભગવાન ગણેશજીની સ્થાપના કરતા પંડાલો, આયોજકો, મંડળો વગેરે માટીના તથા ઇકો ફ્રેઇન્ડલી ગણપતિજીની સ્થાપના કરવા માટે અનુરોધ કરવામાં આવે છે. તેમજ ગણેશજીની મૂર્તિ મહોત્સવ પુર્ણ થયા પછી ગણપતિજીની મૂર્તિના વિસર્જન માટે અસ્થાયી વિસર્જન કુંડ બનાવવામાં આવશે.આ અસ્થાયી વિસર્જન કુંડમાં મહાશીવરાત્રીમાં સંતો મહંતોના શાહી સ્નાનક સ્થાન મૃગી કુંડ, નારાયણ ધરો તથા દામોદર કુંડ જેવા પવિત્ર જળાશયોના ત્રીવેણી સંગમના જલ સંગ્રહ સાથે શાસ્ત્રોકત વિધીથી ગણપતીજીના વિસર્જન માટે જુનાગઢ મનપા દ્વારા તા.7 સપ્ટેમ્બર સવારે 11 કલાકે દુધેશ્વર મંદિર પાસે વોટર વર્કસનો સંપ ખાતે સંત ઈન્દ્રભારતીજીના પ્રવેશ દ્વાર પાસે કમિશનર ડો.ઓમ પ્રકાશ અને સાધુ સંતો મહંતો તેમજ આગેવાનશ્રીઓની ઉપસ્થિતિમાં અસ્થાયી વિસર્જન કુંડમાં પવિત્ર જળ અર્પણ કરવામાં આવશે.
- Advertisement -
આ ત્રીવેણી સંગમમાં વિસર્જન કરી વિશેષ પુણ્ય અને ભાગ્યશાળી બનવા અને પર્યાવરણ તથા વહેતા પાણીને દુષિત થતુ અટકાવવાનાં સહીયારા પ્રયાશમાં સહભાગી થવા કમિશનર ડો.ઓમ પ્રકાશ દવારા શ્રધ્ધાળુ ભાવિકોને માટીના ગણપતિ (ઇકો-ફ્રેઇન્ડલી)મૂર્તિની સ્થાપના કરવા અનુરોધ કરવામાં આવે છે.