હેલ્થમાં 76 ટકા,એજ્યુકેશનમાં 67.4 ટકા સિદ્ધિ મેળવી
ખાસ-ખબર સંવાદદાતા
નાગરિકોની ગુણવત્તા યુક્ત સેવાઓ અને ગુડ ગવર્નન્સ સાથે હેલ્થ સહિતના સેક્ટરમાં ઉપલબ્ધ સરકારી સેવાઓના ઇન્ડીકેટરમાં જૂનાગઢ જિલ્લા વહિવટી તંત્રની શ્રેષ્ઠ કામગીરીને લીધે સમગ્ર રાજ્યમાં જૂનાગઢ જિલ્લાનો પ્રથમ રેન્ક પ્રાપ્ત કર્યો છે.સમગ્ર દેશમાં નીતી આયોગ માર્ગદર્શિત એસ્પિરેશનલ ડિસ્ટ્રિક્ટ પ્રોગ્રામ ચાલે છે. જે વર્ષ 2018માં વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદી દ્વારા લોંચ કરવામાં આવ્યો હતો. જેમાં જિલ્લાઓમાં મહિનાવાઇઝ પરફોમન્સ માટે 49 કી ઇન્ડીકેટર્સને ધ્યાનમાં લેવામાં આવે છે.જૂનાગઢ જિલ્લાની સિધ્ધિ મુજબ હેલ્થમાં 76 ટકા, એજ્યુકેશનમાં 67.4 ટકા, એગ્રીકલ્ચરમાં 65.6 ટકા, ફાઇનાન્સમાં 38.5 અને બેઝિક ઇન્ફાસ્ટ્રકચરમાં 88.7 ટકા સિદ્ધિ નોંધાતા ઓવરઓલ જિલ્લાનો રેન્ક પ્રથમ આવ્યો છે.