આજ રોજ શહેર કોંગ્રેસ પ્રમુખ અમીતભાઈ પટેલ સહિત કોંગ્રેસી કાર્યકર્તાઓ દ્વારા જુનાગઢ તાલુકા ના ખેડૂતો ને થયેલ નુકસાન બાબતે જુનાગઢ તાલુકા ના મજેવડી, માખીયાળા, ગોલધર,પત્રાપસર,વધાવી,વિરપુર,આંબલીયા, કેરાળા, વનદિયા, પ્લાસવા, ચોકલી, બામણગામ, સુખાપુર, વડાલ,પાતાપુર, ઇવનગર, બગડું, જામકા, ચોરવાડી,ચાલુ વર્ષ ૨૦૨૦ માં ઓગસ્ટ માસમાં અતિ થી અતિ ભારે વરસાદને કારણે સિઝનમાં મગફળી,કપાસ,તુવેર,સોયાબિન,તલ તથા અન્ય કઠોળના પાકને સંપૂર્ણપણે નુકસાન થયેલ છે પાક સાવ સુકાઈ તેમજ સડી જવા પામેલ છે. સાથે અમુક જમીન નું પણ સંપૂર્ણ ધોવાણ થયું છે. જેથી ખેડૂતોને હાલ ચોમાસુ સિઝનનો પાક સાવ નિષ્ફળ થઈ જવા પામેલ છે આવી પરિસ્થિતિ જૂનાગઢ સહિત આખા તાલુકાની છે. જેને ધ્યાને રાખી શહેર કોંગ્રેસ પ્રમુખ અમીતભાઈ પટેલ તેમજ કોંગ્રેસી કાર્યકર્તાઓ એ જૂનાગઢ તાલુકાના નુકસાનનો સરકાર દ્વારા સર્વે કરી કામગીરી હેક્ટર માં કરવામાં આવનાર છે જેના બદલે ખેડૂત ની પરિસ્થિતિ ધ્યાને રાખી ને હેકટર ના બદલે વીઘા ઉપર નુકસાનનું વળતર ચૂકવવા આવે તેવી માંગણી કરવામાં આવી.હતી જગતના તાતને આમાંથી ઉગારી શકાય જેથી રજૂઆત ધ્યાને લઇ તાત્કાલિકપણે ફેરફાર કરવા બાબત. આજે કલેકટર મારફત મુખ્ય મંત્રી, કૃષિ મંત્રી ને, આવેદન પત્ર
શહેર કોંગ્રેસ પ્રમુખ અમીતભાઈ પટેલ, તેમજ ખેડૂત આગેવાન ગાંડુભાઈ ઠેસિયા, મનસુખભાઈ ડોબરીયા, વાસવાણી ભાઈ સહિતના આગેવાનો ઉપસ્થિત રહી ઉગ્ર રજૂઆત કરી આપ્યુ હતુ.