બોલીવુડ થીમ ઉપર આયોજીત અનપ્લગ નાઈટમાં વિક્ટોરિયસ બુલ બ્ોન્ડ જમાવટ કરશે
આજે રાત્રે યોજાશે માણવા લાયક સ્પેશ્યલ ઈફેકટ લેઝર શો
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
- Advertisement -
જૈનમ્ કામદાર રાસોત્સવ ખાતે બીજા નોરતે સંગીતકારો ટીમ, ગાયકો અને ખેલૈયાઓ સંગાથે જબરી જમાવટ થઈ હતી આજે ખેલૈયાઓ ખૂબ ઉત્સાહભેર રાસ રમ્યા હતા. સમય પણ ઓછો પડે એવું વાતાવરણ બનેલ હતું. જેમાં દર્શકો અને ઉપસ્થિત મહેમાનો પણ આ કાર્યક્રમ માણીને મંત્રમુગ્ધ થયેલ હતા. આજે વિજેતા થયેલ ખેલૈયાઓને મહેમાનો હસ્તે સુંદર ઈનામો અપાયા હતા. આજે ત્રીજા નોરતાનાં દિવસે તમામ લોકોને ખાસ કરીને બાળકો અને યુવાનોને ઘેલુ લગાડે તેવો લેઝર શો યોજાવાનો છે, રાસોત્સવ બાદ રાત્રે બોલીવુડ થીમ ઉપર આયોજીત અનપ્લગ નાઈટનું આયોજન હાથ ધરવામાં આવ્યું છે. જેનો લાભ ખેલૈયાઓ અને તેમના પરિવારજનો વ્હેલી સવાર સુધી લેશે.
આજનાં અતિથિ વિશેષ તરીકે રોલેકસ રીંગ્સ લીમીટેડનાં મનીષભાઈ મડેકા અને ધર્મપત્ની સહીત ઉપસ્થિત રહયા હતા. ખેલૈયાઓના જજમેન્ટ નિર્ણાયક તરીકે ઈશાન કાથરાણી, ક્રીના કાથરાણી, ડો.નિરાલી પટેલ, હીમાંશુભાઈ વગેરેએ સેવા આપી હતી.
નવરાત્રીનો માહોલ જામતો જાય છે તેવું આજનાં વાતાવરણ ઉપરથી જણાતું હતું. આવનાર દિવસોમાં આનાથી પણ વધારે જમાવટ થશે તે નક્કી છે.
આજનાં પ્રથમ દિવસે યોજેલ રાસોત્સવમાં બ્ોસ્ટ પ્લેયર પ્રિન્સ કેટેગરીમાં પ્રથમ મહેતા યશ, બીજા નંબરે અભિશેક દોશી, ત્રિજા નંબર ભાવિક શાહ જ્યારે પ્રિન્સેસ તરીકે પ્રથમ વિધીશા કોઠારી, બીજા ક્રમે ખુશી કોઠારી અને ત્રિજા ક્રમે નમ્રતા પંચમીયા તેમજ કીડ્સ માં પ્રીન્સ તરીકે પ્રથમ નંબરે મનન મગીયા, બીજા નંબરે પ્રેમ દફતરી, ત્રિજા ક્રમે ફલક અજમેરા અને કીડસ પ્રીન્સેસ તરીકે પ્રથમ ક્રમે કીયારા જાટકીયા, બીજા નંબરે શાન્વી ખારા, ત્રીજા નંબરે કેશ્વી મહેતા વિજેતા બન્યા હતા. જ્યારે વેલડ્રેસ પ્રિન્સમાં પ્રથમ નંબરે જીતેન્દ્ર મહેતા, બીજા નંબરે હર્ષ વોરા, ત્રીજામાં વિરાજ કામદાર અને વેલડ્રેસ પિન્સેસમાં પ્રથમ નંબરે વિશા કોઠારી, બીજા નંબરે જિનાલી વોરા અને ત્રીજા નંબરે રીઘ્ધી કોઠારી ઉ5રાંત વેલડ્રેસ કીડ્સ પ્રિન્સ તરીકે પ્રથમ નંબરે મનન દોશી, ત્રીજા નંબરે કલ પંચમીયા અને વેલડે્રસ કીડસ પ્રિન્સેસમાં પ્રથમ નંબર ધ્યાન મહેતા, બીજા નંબરે આરોહી સંઘવી, ત્રીજા નંબરે સુહાની કોઠારી ને વિજેતા જાહેર કરવામાં આવ્યા હતા.