જેકલીન ફર્નાન્ડીઝના વકીલની વિનંતી પર કોર્ટે જેકલીનને 50 હજાર રૂપિયાનીના વચગાળાના જામીન આપી દીધા છે.

બૉલીવુડની જાણીતી અભિનેત્રીઓમાંની એક જેકલીન ફર્નાન્ડીઝ આજકાલ ઘણી ચર્ચામાં છે. જ્યારથી તેનું નામ સુકેશ ચંદ્રશેખર સાથે જોડાયું છે ત્યારથી અભિનેત્રીની સતત પૂછપરછ કરવામાં આવી રહી છે. આજે બોલિવૂડ અભિનેત્રી જેકલીન ફર્નાન્ડીઝ 200 કરોડના મની લોન્ડરિંગ કેસમાં હાજર થવા પટિયાલા હાઉસ કોર્ટ પહોંચી હતી અને તેના વકીલોએ મની લોન્ડરિંગ કેસમાં જામીન માટે અરજી કરી હતી.

હાલ એક મોટા સમાચાર સામે આવી રહ્યા છે કે એડિશનલ સેશન્સ જજ શૈલેન્દ્ર મલિકે જામીન અરજી પર EDનો જવાબ માંગ્યો હતો અને એ પછી જેકલીન ફર્નાન્ડીઝના વકીલની વિનંતી પર કોર્ટે જેકલીનને 50 હજાર રૂપિયાનીના વચગાળાના જામીન આપી દીધા છે.

જેકલીન ફર્નાન્ડીઝને સુકેશ ચંદ્રશેખર કેસમાં તેના કનેક્શન માટે કોર્ટે તેને સમન્સ પાઠવ્યું હતું. દિલ્હી પોલીસની ઇકોનોમિક ઓફેન્સ વિંગે હાલમાં જ અભિનેત્રી જેકલીન ફર્નાન્ડીઝ પાસે 15 કલાક સુધી પૂછપરછ કરી હતી. જો કે હાલ જેકલીન ફર્નાન્ડિસને રેગ્યુલર જામીન પર નિર્ણય ન આવે ત્યાં સુધી વચગાળાની જામીન મળી છે. જજ એ હાલ રેગ્યુલર બેલ પર ED પાસે માત્ર જવાબ માંગ્યો છે.

ED પાસેના જવાબ પરથી એ માહિતી વધુ મજબૂત બની હતી કે સુકેશ અને જેકલીન વચ્ચે કનેક્શન છે. જો કે આ વાત પછી પટિયાલા કોર્ટે આ મામલામાં હસ્તક્ષેપ કરવો પડ્યો અને જેકલીનને કોર્ટમાં હાજર થવા માટે સમન્સ પાઠવવામાં આવ્યું હતું. એ જ કેસને લઈને જેકલીન ફર્નાન્ડીઝ આજે કોર્ટમાં હાજર થઈ હતી.