ખાસ-ખબર સંવાદદાતા
20 જુલાઈ 1969, આ તે તારીખ છે જ્યારે અમેરિકન સ્પેસ એજન્સી નાસાએ ઈતિહાસ રચ્યો હતો. એપોલો મૂન મિશન હેઠળ, પ્રથમ વખત માનવીએ ચંદ્ર પર પગ મૂક્યો. નીલ આર્મસ્ટ્રોંગ પ્રથમ અવકાશયાત્રી હતા, જેમણે ચંદ્ર પર પહોંચતાની સાથે જ પોતાનું નામ ઈતિહાસમાં નોંધાવી લીધું હતું. તેમના પછી, તેમના સાથી બઝ એલ્ડ્રિન ચંદ્ર પર ઉતર્યા હતા.
આ સ્પેસ મિશનમાં ત્યારે 25 બિલિયન ડોલર એટલે કે આજના હિસાબે લગભગ 2 લાખ કરોડ રૂૂપિયાનો ખર્ચ થયો હતો. નાસાની રચના અમેરિકામાં 29 જુલાઈ, 1958ના રોજ થઈ હતી અને માત્ર 11 વર્ષ બાદ સ્પેસ એજન્સીએ રેકોર્ડ બનાવ્યો હતો. આ સાથે અમેરિકાએ અંતરિક્ષ યુદ્ધમાં અન્ય તમામ દેશોને પાછળ છોડી દીધા. એપોલો-11 મિશન સહિત અત્યાર સુધીમાં કુલ 12 વખત લોકો ચંદ્ર પર પહોંચ્યા છે.
- Advertisement -
જો કે, એવી ઘણી થિયરીઓ છે, જે મુજબ, નાસાનું પ્રખ્યાત એપોલો મિશન એક મોટું જૂઠાણું હતું. રશિયાની રોસ્કોમોઝ સ્પેસ એજન્સીના ભૂતપૂર્વ ચીફ દિમિત્રી રોગોઝિને આ વર્ષે મે મહિનામાં કહ્યું હતું કે અમેરિકા ક્યારેય ચંદ્ર પર પહોંચ્યું હોવાના પૂરતા પુરાવા નથી.