-વર્ષમાં બે વખત 90-90 દિવસના સમયગાળા માટે રોકાઈ શકાશે
ભારતીયો માટે દુબઈએ સૌથી આકર્ષક પ્રવાસન સ્થળ પણ બની ગયું છે. વ્યાપાર ઉદ્યોગની દ્રષ્ટિએ પણ દુબઈ ભારત સાથે મહત્વનું સ્થાન ધરાવે છે તે સમયે હવે દુબઈ દ્વારા ભારતીયો માટે પાંચ વર્ષના મલ્ટીપલ એન્ટ્રી વિઝાની ઓફર કરી છે.
- Advertisement -
જેમાં આ વિઝા મેળવનાર વ્યક્તિ એક વર્ષના ગાળા દરમ્યાન બે વખત 90-90 દિવસના સમય સુધી દુબઈમાં રોકી શકાશે અને ફકત બે થી પાંચ દિવસમાં જ આ વિઝા ઈશ્યુ કરાશે. આમ એક વર્ષમાં આ વિઝા મેળવનાર વ્યક્તિ 180 દિવસ દુબઈમાં રહી શકશે. દુબઈમાં દર વર્ષે અંદાજે 24 લાખથી વધુ ભારતીયો પહોંચે છે.
છેલ્લા આંકડા મુજબ 2022માં 18 લાખ ભારતીયોએ દુબઈની મુલાકાત લીધી હતી તે સંખ્યા વધીને 24.60 લાખની થઈ છે. આ પાંચ વર્ષના સમયગાળા દરમ્યાન વ્યાપારીઓને દુબઈમાં મલ્ટીપલ એન્ટ્રી સમયે કુલ 180 દિવસના સમયગાળામાં બે થી વધુ વખત એન્ટ્રીની પણ સુવિધા અપાશે.