ઓસ્ટ્રેલીયન બોલીંગના ચિથરા ઉડાડતા ભારતીય બેટરો
ગીલ-ઐયરની સદી તથા સુર્યકુમારની સ્ફોટક ઇનિંગ: 3-3 વિકેટ સાથે અશ્વિન-જાડેજા બોલીંગમાં ઝળકયા
- Advertisement -
ઓસ્ટ્રેલીયાને સળંગ બીજા એકદિવસીય મેચમાં પરાસ્ત કરીને ભારતે ત્રણ મેચોની શ્રેણી પર કબ્જો મેળવી લીધો છે હવે ત્રીજો મેચ રાજકોટમાં તા. 27મીને બુધવારે રમાશે જે શ્રેણીમાં તથા વર્લ્ડકપ પૂર્વેનો અંતિમ હોવાથી મનોબળ વધારવા માટે બંને ટીમો એડીચોટીનું જોર લગાવશે. ભારત ઓસ્ટ્રેલિયાનો વ્હાઇટવોશના ઇરાદાથી ઉતરશે.
Shreyas Iyer is adjudged Player of the Match for his fantastic knock of 105 runs as #TeamIndia win by 99 runs (D/L) method.
Scorecard – https://t.co/XiqGsyElAr… #INDvAUS@IDFCFIRSTBank pic.twitter.com/Ese9RyCwxy
- Advertisement -
— BCCI (@BCCI) September 24, 2023
ઈન્દોરના હોલકર સ્ટેડિયમમાં ભારતીય બેટરોએ રનોનો વરસાદ કર્યો હતો. કાંગારૂઓ સામે 99 રન (ડકવર્થ લુઇસ) થી ભવ્ય જીત થઈ હતી. આ જીત સાથે ભારતે 3 મેચની શ્રેણીમાં 2-0ની જીતી હતી. હવે રાજકોટમાં ત્રીજી વનડે માટે વ્હાઈટવોશ માટે ટીમ ઇન્ડિયા ઉતરશે. ઈન્દોરના હોલકર સ્ટેડિયમમાં ભારતીય ટીમે પોતાનો અજેય રેકોર્ડ જાળવી રાખ્યો છે. આ મેદાન પર ભારતીય ટીમની આ સતત 7મી જીત છે.
રવિવારે ઓસ્ટ્રેલિયાએ ટોસ જીતીને બોલિંગ કરવાનો નિર્ણય લીધો હતો. ટીમ ઈન્ડિયાએ પ્રથમ બેટિંગ કરતા 50 ઓવરમાં 5 વિકેટે 399 રન બનાવ્યા હતા. ઓસ્ટ્રેલિયાને 400 રનના ટાર્ગેટનો પીછો કરવાનો હતો, પરંતુ વરસાદના કારણે તેને ડકવર્થ લુઈસ મેથર્ડ (ઉકજ) તરફથી 33 ઓવરમાં 317 રનનો સુધારેલ ટાર્ગેટ મળ્યો હતો. જેનો ચેઝ કરતા ઓસ્ટ્રેલિયાની ટીમ 28.2 ઓવરમાં 217 રનમાં ઓલઆઉટ થઈ ગઈ હતી. શ્રેયસ અય્યર પ્લેયર ઓફ ધ મેચ રહ્યો હતો.
2ND ODI. India Won by 99 Run(s) (D/L Method) https://t.co/OeTiga5wzy #INDvAUS @IDFCFIRSTBank
— BCCI (@BCCI) September 24, 2023
વરસાદના કારણે બે વખત રમત બંધ કરવામાં આવી હતી
સિરીઝની બીજી મેચ વરસાદને કારણે પ્રભાવિત થઈ હતી. આ મેચની બંને ઇનિંગ્સમાં વરસાદ પડ્યો હતો. ભારતીય ઇનિંગ્સ દરમિયાન પ્રથમ વખત વરસાદ પડ્યો હતો. જે બાદ ઓસ્ટ્રેલિયાની ઇનિંગ દરમિયાન પણ વરસાદના કારણે મેચ રોકવી પડી હતી. આવી સ્થિતિમાં અમ્પાયરોએ ઓસ્ટ્રેલિયાને ડી/એલ મેથડ થી શોર્ટ ટાર્ગેટ આપ્યો હતો.