પરિણીતી ચોપરા અને રાઘવ ચઢ્ઢા લગ્નના બંધનમાં બંધાઈ ગયા છે. તેમના લગ્નની પ્રથમ તસવીરો સામે આવી છે. બંને પેસ્ટલ શેડના ડ્રેસમાં ખૂબ જ સુંદર લાગી રહ્યા છે.
પરિણીતી ચોપરા અને રાઘવ ચઢ્ઢાએ 24 સપ્ટેમ્બરે ઉદયપુરની હોટેલ ધ લીલા પેલેસમાં સાત ફેરા લીધા હતા. હવે બંનેએ પોતપોતાના સોશિયલ મીડિયા એકાઉન્ટ પરથી લગ્નની તસવીરો શેર કરી છે. આ તસવીરોમાં બંને ખૂબ જ પ્રેમમાં દેખાઈ રહ્યા છે. પરિણીતી અને રાઘવના ચાહકો તેમને લગ્ન માટે અભિનંદન આપી રહ્યા છે. અહીં જુઓ પરિણીતી ચોપરા અને રાઘવ ચઢ્ઢાની તસવીરો…
- Advertisement -
From the very first chat at the breakfast table, our hearts knew. Been waiting for this day for a long time .. So blessed to finally be Mr and Mrs!
Couldn’t have lived without each other .. Our forever begins now .. 💖 pic.twitter.com/lKggHJZhTx
— Raghav Chadha (@raghav_chadha) September 25, 2023
- Advertisement -
લગ્નની તસવીરો શેર કરતી વખતે પરિણીતી ચોપરાએ લખ્યું કે, “અમે નાસ્તાના ટેબલ પર પહેલીવાર વાત કરી ત્યારથી અમારા દિલ આ વાત જાણતા હતા. ઘણા સમયથી આ દિવસની રાહ જોઈ રહી હતી. અમે MR અને MRS બનીને ખૂબ જ ખુશ છીએ. એકબીજા વિના જીવી નહીં શકીએ.
From the very first chat at the breakfast table, our hearts knew. Been waiting for this day for a long time .. So blessed to finally be Mr and Mrs!
Couldn’t have lived without each other .. Our forever begins now .. 💖 pic.twitter.com/M1xQ8BIHLt
— Parineeti Chopra (@ParineetiChopra) September 25, 2023
ઉલ્લેખનીય છે કે આ વર્ષે મે મહિનામાં બંનેની સગાઈ થઈ હતી અને હવે બંને કાયમ માટે લગ્નના પવિત્ર બંધનમાં બંધાઈ ગયા છે. ફેન્સ આ તસવીરોને સોશિયલ મીડિયા પર ખૂબ પસંદ કરી રહ્યા છે અને બંનેને આ નવી સફર માટે શુભેચ્છા પાઠવી રહ્યા છે.