રશિયાથી તેલ ખરીદવા મામલે ભારત પર લાગતાં આરોપો વચ્ચે વિદેશમંત્રીએ મોટું નિવેદન આપ્યું છે.
રશિયા અને યુક્રેન વચ્ચે યુદ્ધ શરૂ થયા પછીથી વિશ્વ આખામાં ભારતની ચર્ચા શરૂ થઈ ગઈ હતી કે ભારત શું પક્ષ લે છે. ઘણા લોકો ભારતને આપવામાં આવતી સલાહો મામલે દેશના વિદેશમંત્રી એસ જયશંકરે ફરી ચોખ્ખી વાત કહી છે.
- Advertisement -
ભારતની સીધી અને સટ વાત
રશિયા સાથે સસ્તું તેલ ખરીદવા માટે ભારત ક્યાંય પાછળ હટવાનું નથી, એક સવાલના જવાબમાં જયશંકરે આ વાત સ્પષ્ટ કરી દીધી છે. રશિયાના તેલ પર રોક લગાવીને અમેરિકા સહિતના દેશો રશિયાને ઝટકો આપવા માંગે છે જ્યાં બીજી તરફ રશિયાથી તેલ ખરીદી રહ્યું છે.
યુરોપ અને અમેરિકાને નથી ગમી રહ્યું ભારતનું વલણ
યુરોપ સહિતના દેશોનું માનવું છે કે ભારત અને ચીનના કારણે રશિયાને મદદ મળી જાય છે અને તેના પર કોઈ અસર થઈ રહી નથી, અમેરિકાએ ભારત પર દબાણ બનાવવા માટે ઘણા પ્રયાસ કર્યા છે. એવામાં ભારતે ફરી એકવાર સ્પષ્ટ કર્યું છે કે અમારા માટે અમારા નાગરિકોનું હિત સર્વોપરી છે.
#WATCH |On India importing Russian crude oil, EAM says, "…We've been very honest about our interest. I have a country with per capita income of $2000, these aren't people who can afford higher energy prices. My moral duty to ensure best deal…"(16.8)
- Advertisement -
(Courtesy: EAM's FB page) pic.twitter.com/KdDZrEEL0I
— ANI (@ANI) August 17, 2022
જયશંકરે કહ્યું, પશ્ચિમી દેશો પણ સમજી જશે…
તેલ ખરીદવાના સવાલ પર વિદેશ મંત્રી એસ જયશંકરે જણાવ્યું હતું કે હાલમાં દુનિયાભરમાં કાચા તેલની કિંમત આસમાન પર પહોંચી ગઈ છે. યુરોપમાં દેશો જે પહેલા રશિયાથી તેલ ખરીદતા હતા તે હવે એવા દેશો પાસેથી તેલ ખરીદે છે જે ભારતના સપ્લાયર હતા. એનો અર્થ થાય છે કે દરેક દેશ પોતાના હિતને પ્રાથમિકતા આપી રહ્યા છે. ભારત દેશોમાં પ્રતિ વ્યક્તિ આવક 2000 ડોલર કરતાં પણ ઓછી છે એવામાં તેલ ગેસની ઊંચી કિંમતોને ઉઠાવી શકીએ નહીં. એવામાં મારુ કર્તવ્ય છે કે પોતાના નાગરિકો માટે એવી ડીલ શોધું જે સૌથી સારામાં સારી હોય. તેમણે કહ્યું કે આગામી સમયમાં પશ્ચિમી દેશો પણ સમજશે કે ભારતે પોતાના નાગરિકો માટે આ નિર્ણય લેવા પડ્યા.