ટંકારા કોંગ્રેસ આગેવાનોને સાથે રાખી ખેડૂતોએ આપ્યું આવેદન
ખાસ-ખબર ન્યૂઝ મોરબી, તા.4
તાજેતરમાં થયેલા કમોસમી વરસાદ અને માવઠાને કારણે ખેડૂતોના કપાસ અને મગફળી સહિતના પાક નિષ્ફળ ગયા છે ખેડૂતોને વ્યાપક નુકશાની વેઠવાનો વારો આવ્યો છે ત્યારે ખેડૂતોએ આજે કોંગ્રેસ આગેવાનોને સાથે રાખીને મામલતદારને આવેદન પાઠવ્યું હતું
- Advertisement -
ટંકારા તાલુકાના ખેડૂતો કોંગ્રેસ આગેવાનોની આગેવાની હેઠળ આજે મામતલદાર કચેરી પહોંચ્યા હતા જ્યાં મામલતદારને આવેદન પાઠવવામાં આવ્યું હતું આવેદનમાં પાક નુકશાની વળતર, દેવા માફી, પાકવીમા યોજના ફરી શરુ કરવા, ટેકાના ભાવથી મગફળી ખરીદી કરવા સહિતની માંગ કરવામાં આવી હતી મોટી સંખ્યામાં ખેડૂતો આવેદન આપતી વેળાએ ઉપસ્થિત રહ્યા હતા



