ડેરીના પૂર્વ ચેરમેન બાબાભાઇ ભરવાડના વિવાદિત નિવેદનનો વિડીયો વાઇરલ
ખાસ-ખબર ન્યૂઝ સુરેન્દ્રનગર, તા.8
સુરેન્દ્રનગર જિલ્લામાં કરોડોનું ટર્નઓવર કરતી સુર સાગર ડેરીમાં ચૂંટણી પ્રક્રિયા બાદ ફરી એક વખત ભાજપની સત્તા જરૂર આવી છે પરંતુ સુર સાગર ડેરીની ચૂંટણી પુર્વે ભાજપ દ/ત ભાજપ જેવો ઘટ સર્જાયો હતો જેમાં એક કથિત ઓડિયો ક્લિપ પણ વાઇરલ થઈ હતી.
- Advertisement -
ત્યારે સુર સાગર ડેરીના ડિરેકટર પદ માટે અમુક બેઠકો પર મતદાન પણ થયું હતું જેમાં બહુમતી સાથે વિરોધીઓને પાછળ આપી ભાજપ પેનલના તમામ ડિરેક્ટર વિજય થયા હતા જે બાદ સુર સાગર ડેરીના ચેરમેન અને વાઇસ ચેરમેન અંગે ખટપટ શરૂ થઈ હતી જોકે પ્રદેશ ભાજપ દ્વારા મોકલવામાં આવેલ નામો સામે તમામ ડિરેક્ટરો સર્વાનુમતે આંગળી ઊંચી કરી ચેરમેન તરીકે નરેશભાઈ અને વાઈસ ચેરમેન તરીકે ગીતાબેનની વરણી કરી હતી પરંતુ આ ચેરમેન અને વાઈસ ચેરમેન અંગે વરણી કર્યા બાદ પૂર્વ ચેરમેન બાબભાઈ ભરવાડ દ્વારા જાહેરમાં આપેલા વિવાદિત નિવેદન બાબતે ચર્ચા શરૂ થઈ છે.
આ નિવેદનમાં સુર સાગર ડેરીના પૂર્વ ચેરમેન તમામ કાર્યકરોની વચ્ચે એવું જણાવે છે કે ” ચેરમેન તરીકે નરેશભાઈ અને વાઈસ ચેરમેન તરીકે ગીતાબેન પરંતુ વહીવટ તો બાબાભાઈ ભરવાડ જ કરશે ઠાકરધણીની જય..” તે પ્રનારનું નિવેદન જાહેરમાં કરતા હવે આ નિવેદનનો વિડિયો સોશિયલ મીડીયામાં ખુબજ વાઇરલ થયો છે.
જ્યારે આ વાઇરલ વીડિયોને લઈને વિરોધ પક્ષ દ્વારા ખુબજ કટાક્ષ થઈ રહ્યા છે ત્યારે ડેરીના પૂર્વ ચેરમેન બાબાભાઇ ભરવાડ દ્વારા આ પ્રકારનું નિવેદન જાહેરમાં કરવાથી અનેક પ્રકારની ચર્ચા પણ જાગી છે.