બંને જૂથો હથિયાર લઇ સામસામે આવી જતા પાંચથી વધુ લોકો ઈજાગ્રસ્ત
ખાસ-ખબર ન્યૂઝ સુરેન્દ્રનગર, તા.3
સુરેન્દ્રનગર જિલ્લામાં વારંવાર ફાયરિંગ, લૂંટ, બળાત્કાર, જૂથ અથડામણ જેવી ઘટનાઓ બનવા પામી છે જેના પાછળ કાયદાનો કોઈને ડર રહ્યો નથી ત્યારે જિલ્લાને વધુ કલંક લગડતો એક કિસ્સો પ્રકાશમાં આવ્યો છે જેમાં ધ્રાંગધ્રા તાલુકાના સોલડી ગામે ગત મોડી રાત્રે જૂથ અથડામણનો બનાવ બનવા પામ્યો હતો. સૂત્રો પાસેથી મળતી વિગતો અનુસાર ધ્રાંગધ્રા તાલુકાના સોલડી ગામે અગાઉ પરિવારની દીકરી ભગાડી જવા બાબતે બોલાચાલી થઈ હતી જે બાદ ગત રાત્રે એક જ કોમના બંને પરિવારો સામસામે લાકડી, ધારિયા, પાઇપ જેવા હથિયારો લઇ ઝગડો કર્યો હતો આ માથાકૂટમાં બંને જૂથોના કુલ પાંચથી વધુ સભ્યોને માથા અને શરીરના ભાગે ઈજા પામી હતી જ્યારે તમામ ઈજાગ્રસ્તોને તાત્કાલિક સારવાર અર્થે હોસ્પિટલ ખસેડાયા હતા જેમાં ગંભીર ઈજા પામેલ ઈજાગ્રસ્તોને સુરેન્દ્રનગર ખાતે રીફર કરાયા છે આ તરફ ધ્રાંગધ્રા તાલુકા પોલીસને બનાવની જાણ થતાં તાત્કાલિક સોલડી ગામે પહોંચી માથાકુટ વણસે નહીં તે માટે જરૂરી બંદોબસ્ત ગોઠવ્યો છે હાલ તમામ ઇજાગ્રસ્તો સારવાર હેઠળ છે જ્યારે ગત રાત્રિએ બનેલી માથાકૂટમાં ઘટનાને લઈને વહેલી સવારથી જ ધ્રાંગધ્રા તાલુકા પોલીસ મથકે ટોળા ઉમટી પડ્યા હતા. બાદમાં સવારે સ્થાનિક પોલીસે બંને જૂથના સભ્યોની ફરિયાદના આધારે કુલ 19 વિરૂદ્ધ ગુન્હો નોંધ્યો છે.
- Advertisement -
જૂથ અથડામણમાં સંડોવાયેલ શખ્સો
(1) રવીભાઈ મોહનભાઇ રેવર (2) સગીર યુવાન (3) પુંજાભાઈ તળશીભાઇ રેવર (4) સહુલભાઈ મોહનભાઇ રેવર (5) તળશીભાઇ ધનાભાઈ રેવર (6) ભરતભાઇ તળશીભાઇ રેવર (7) વિપુલભાઇ બાબુભાઇ રેવર (8) સંજયભાઈ નરશીભાઇ રેવર (9) મોહનભાઇ બીજલભાઈ રેવર (10) અવીનાશભાઇ ભરતભાઇ રેવર (11)કાનજીભાઈ મોહનભાઈ પરમાર (12) ભીમાભાઇ મોહનભાઈ પરમાર (13) કરશનભાઈ દાનાભાઈ પરમાર (14) માલાભાઈ મોતીભાઈ પરમાર (15) વિશાલભાઈ કાનજીભાઈ પરમાર (16) ચિરાગભાઈ ભીમાભાઇ પરમાર (17) રાહુલભાઇ વાલજીભાઈ પરમાર (18) રસિકભાઈ વાલાભાઈ પરમાર (19) મુકેશભાઈ કરશનભાઈ પરમાર
રહે : તમામ સોલડી, તાલુકો: ધ્રાંગધ્રા